પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોના અનુભવો શું કહે છે?
ABHIYAAN|August 05, 2023
વધુ પડતાં રાસાયણિક ખાતરના ઉપયોગના કારણે જમીન ખૂબ જ કડક અને સખત થતી ગઈ અને તેની ફળદ્રુપતા ધીમે ધીમે ઘટતી જતી હતી. તેના કારણે વરસોવરસ ખેતીનો ખર્ચ વધતો ગયો રાસાયણિક ખેતીમાં ખેતરની જમીનની ફળદ્રુપતા વરસોવરસ ઘટતી જાય છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં તેની ફળદ્રુપતા ઘટવાના બદલે પ્રમાણમાં જળવાઈને પછી ધીમે ધીમે વધતી પણ જાય છે
પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોના અનુભવો શું કહે છે?

હવે જ્યારે પ્રાકૃતિક ખેતી આટલી સરળ અને લગભગ નહિવત્ કહી શકાય તેવા ખર્ચ સાથે થતી હોય ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ પ્રાકૃતિક ખેતી ખરેખર ખેડૂત માટે આર્થિક દૃષ્ટિએ અથવા તો કૃષિ ઉત્પાદકતા વધારવાની દૃષ્ટિએ કેટલી લાભદાયી છે.? ગુજરાતમાં છેલ્લાં પાંચેક વર્ષમાં હજારો ખેડૂતો સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરતા આવ્યા છે. તેમના જો અનુભવો આપણે ધ્યાનમાં લઈએ તો એ વાત સ્પષ્ટ થાય છે કે જેનો આપણે શરૂઆતમાં ઉલ્લેખ કર્યો છે તે તમામ પ્રકારે પ્રાકૃ તિક ખેતી ખેડૂત અને સમગ્ર કૃષિ ક્ષેત્ર માટે રામબાણ ઉપાય સિદ્ધ થઈ રહી છે. આપણે તેને અહીં કેટલાંક ચોક્કસ ઉદાહરણો સાથે સમજવાનો પ્રયાસ કરીશું.

માણસા તાલુકાના પારસા ગામના આત્મારામભાઈ પ્રજાપતિનું કહેવું છે કે તેઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી પ્રાકૃતિક ખેતી અંતર્ગત ઘઉંની સફળતાપૂર્વક ખેતી કરી રહ્યા છે. તેઓનો અનુભવ તો એવું કહે છે કે જ્યારે તેઓ રાસાયણિક ખેતી કરતા હતા ત્યારે શરૂઆતમાં ઉત્પાદન તો મળતું, પરંતુ પાછળથી ધીમે ધીમે ઘટવા લાગ્યું, ખર્ચ પણ વધતા ગયા, ત્યારે હેક્ટરે દવા ખાતર સાથે અંદાજે રૂપિયા ૬૦૦૦૦-૬૫૦૦૦ જેટલો ખર્ચો થતો હતો, છતાં પણ પૂરતું ઉત્પાદન આવે નહીં. ખર્ચ કાઢતા માંડ ૧૫૦૦૦ રૂપિયા બચે. રાસાયણિક ખેતીમાં આર્થિક દૃષ્ટિએ નુકસાનથી તેઓ છેલ્લાં પાંચેક વર્ષથી રાસાયણિક ખેતીના બદલે પ્રાકૃતિક ખેતી અંતર્ગત ઘઉંના વાવેતર તરફ વળ્યા તો તેમાંથી તેમના કહેવા પ્રમાણે પ્રાકૃતિક ખેતીમાં ઘઉંની ખેતીમાં સારું એવું વળતર મળે છે. ભાવ પણ સારા મળે છે. નફા ખોટની વાત કરતાં તેઓ કહે છે કે, રાસાયણિક ખેતીમાં અડધા હેક્ટરમાં રૂ. ૨૫૦૦૦નો ખર્ચ થયેલો અને માંડ રૂ.૧૦૦૦૦નું વળતર ઘઉંની ખેતીમાં મળ્યું. જ્યારે પ્રાકૃતિક ખેતીમાં પહેલા જ વર્ષે પાંચ હજારનું વેચાણ થયું અને અંદાજે રૂ. ૩૮૦૦૦ જેટલો નફો થયો.

આમ પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખેતી અંતર્ગત ઘઉંની ખેતીમાં અડધા હેક્ટરમાં રૂ. ૧૦,૦૦૦ ની સામે રૂ. ૩૮૦૦૦નો ચોખ્ખો નફો થયો. મૂળ વાત એ છે કે પ્રાકૃતિક ખેતીમાં ઘઉંનું ઉત્પાદન તો વધ્યું તેની સામે ખર્ચો પણ ઘટ્યો અને એના જ કારણે નફાનું પ્રમાણ વધી ગયું.

Diese Geschichte stammt aus der August 05, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der August 05, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024