ગુજરાતમાં તોળાતો આતંકી ખતરોઃ પાક.ના નાપાક ઇરાદા પર એટીએસની ટીમે પાણી ફેરવી દીધું
ABHIYAAN|August 19, 2023
ગુજરાત એટીએસનું હ્યુમન સોર્સીસ તેમ જ આઇબીએ આપેલા ઇનપુટ એટલા જબરજસ્ત હતા કે આતંકી હુમલો થાય તે પહેલાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરી દીધો છે
મૌલિક પટેલ
ગુજરાતમાં તોળાતો આતંકી ખતરોઃ પાક.ના નાપાક ઇરાદા પર એટીએસની ટીમે પાણી ફેરવી દીધું

પાકિસ્તાનમાં બેઠેલા આકાઓને હુકમ છૂટતાની સાથે જ લોકો મુંબઈના ૨૬/૧૧ના હુમલાને ભૂલી જાય તેવો મોટો હુમલો ગુજરાતમાં કરવાના ઇરાદા સાથે આવેલા આતંકવાદીઓને ગુજરાત ઍન્ટિ ટૅરરિસ્ટ સ્ક્વૉડ (એટીએસ)ની ટીમે ઝડપી લીધા છે. ગુજરાતમાં અલકાયદા અને ઇસ્લામિક સ્ટેટ ઑફ ખોરાસન પ્રોવિસન (આઇએસકેઆઇપી) આતંકવાદીઓએ પગપેસારો કર્યો છે જે આવનારા દિવસોમાં દેશનો સૌથી મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતા, પરંતુ એટીએસની ટીમે પાકિસ્તાનના આકાઓના નાપાક ઇરાદાઓ પર પાણી ફેરવી દીધું છે. એટીએસની ટીમે છેલ્લા ચાર મહિનામાં અલકાયદા અને આઇએસકેઆઇપીના આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે જે ગુજરાતને લોહીનાં આંસુ રોવડાવવા માટે આવ્યા હતા.

આતંકવાદ અને ડ્રગ્સ એક સિક્કાની બે બાજુઓ છે. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકાંઠો ૧૯૯૦ના દાયકામાં અન્ડર વર્લ્ડ દ્વારા RDX અને ગોલ્ડ સ્મગલિંગ માટે જાણીતો બન્યો હતો. પોરબંદરના ગોસાબારા દરિયાકાંઠેથી આવેલા RDXના કારણે મુંબઈમાં બૉમ્બ બ્લાસ્ટ થયા હતા. જોકે હવે આતંકીઓએ વધુ એક વખત ગુજરાતના દરિયાકાંઠાને પોતાના ટાર્ગેટ પર રાખ્યો છે. એટીએસએની ટીમે હજારો કરોડના ડ્રગ્સના જથ્થા સાથે પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી. આ ડ્રગ્સના કાળા કારોબાર સાથે આતંકવાદીઓના બદઇરાદા જોડાયા હતા. ડ્રગ્સમાં એકત્રિત થયેલાં નાણાંમાંથી આતંકવાદીઓ ગુજરાતમાં સૌથી મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા.

ગુજરાત એટીએસનું હ્યુમન સોર્સીસ તેમ જ આઇબીએ આપેલા ઇનપુટ એટલા જબરજસ્ત હતા કે આતંકી હુમલો થાય તે પહેલાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરી દીધો છે. એટીએસની ટીમે થોડા દિવસ પહેલાં અલકાયદા સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓને રાજકોટથી ઝડપી પાડ્યા છે. આતંકવાદીઓ પાસેથી ઑટો જનરેટ ગન તેમ જ દસ જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. ચાલુ વર્ષમાં એટીએસની ટીમે અમદાવાદમાંથી બાંગ્લાદેશના ચાર આતંકવાદીઓને ઝડપી પાડ્યા હતા જે અલકાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ મોડ્યૂલથી જોડાયેલા હતા. જ્યારે પોરબંદરમાં ISKPનો મોડ્યૂલ મળ્યો હતો, જેમાં સુરતની મહિલા આતંકી સાથે ત્રણ આતંકીઓ ઝડપાયા હતા. જ્યારે રાજકોટમાં અલકાયદાની આઇડિયોલૉજીથી જોડાયેલા ૩ આતંકીઓ પકડાયા છે.

Diese Geschichte stammt aus der August 19, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der August 19, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 26/10/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ

time-read
6 Minuten  |
Abhiyaan Magazine 26/10/2024
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ABHIYAAN

મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર

ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 26/10/2024
પ્રવાસન રક્ષા ભટ્ટ
ABHIYAAN

પ્રવાસન રક્ષા ભટ્ટ

રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 26/10/2024
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ABHIYAAN

ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર

ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 26/10/2024
રતન તાતા તાજ હોટેલમાં પણ પોતાના બિલનું પેમેન્ટ જાતે કરતા હતા
ABHIYAAN

રતન તાતા તાજ હોટેલમાં પણ પોતાના બિલનું પેમેન્ટ જાતે કરતા હતા

• લોસ એન્જેલસમાં ગ્રેજ્યુએશન પછી ત્યાં જ નોકરીમાં લાગી ગયેલા રતન તાતા ભારત આવવા ઇચ્છતા ન હતા. • દાદીમાએ મળવાની ઇચ્છા જણાવી બોલાવ્યા અને દાદીને મળવા આવેલા રતન તાતા ફરી વિદેશ ન ગયા. • જેઆરડી તાતાએ તેમને જમશેદપુર મોકલ્યા, પરંતુ ખાસ કાળજી રાખી કે તાતા હોવાને કારણે તેમને કોઈ વિશેષ સુવિધા ન મળે. જમશેદપુરમાં રતન તાતા એપ્રેન્ટિસ હોસ્ટેલમાં રહ્યા. ફેક્ટરીએ જવા માટે કારથી નહીં, સાઇકલથી જવા કહેવાયું. • રતન તાતાએ લોખંડ ઓગાળવાની ભઠ્ઠી સહિત અનેક વિભાગોમાં કામ કરી પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો. • તાતા જૂથના ચૅરમેન બન્યા પછી પણ તેમણે બે રૂમના ફલેટમાં રહેવાનું પસંદ કર્યું.

time-read
10 Minuten  |
Abhiyaan Magazine 26/10/2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નોબેલ વિજેતા હાન કાંગઃ અસ્તિત્વની અનુભૂતિનો નકાર

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 26/10/2024
હલો : પશ્ચિમી શિષ્ટાચારનું અથથી ઇતિ
ABHIYAAN

હલો : પશ્ચિમી શિષ્ટાચારનું અથથી ઇતિ

* હલો શબ્દ બહુ પ્રાચીન નથી, ૧૭૮૧માં તેનો પ્રયોગ થયેલો. * ૧૮૮૦માં ટેલિફોન ટૅક્નોલૉજીના ઉપયોગ સાથે ‘હેલો’ શબ્દ ઓફિશિયલ થવા માંડ્યો. * ટેલિફોનના શોધક એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે Ahoy અભિવાદન સૂચવેલું, જેનો સ્વીકાર થયો ન હતો. * હલો શબ્દ ગુડ વર્ડ વિધાઉટ ડાયરેક્ટ મિનિંગ છે. *હાઉડી’ શબ્દ પણ અર્થ વગરનો લાગે, પરંતુ ‘હાઉ ડુ યુ ડુ’ તેમાં આવી જાય.

time-read
7 Minuten  |
Abhiyaan Magazine 26/10/2024