વલસાડ જિલ્લાના વાપી શહેરનો એકવીસ વરસનો ખૂબ તેજસ્વી યુવાન પ્રભાત શર્મા એન્જિનિયરિંગના ડિગ્રી કોર્સનો અભ્યાસ કરવા ચાંદખેડાની વિશ્વકર્મા ગવર્નમેન્ટ કૉલેજમાં દાખલ થયો હતો. કૉલેજની હોસ્ટેલમાં રહેતો હતો અને મા-બાપ વાપીના દીપમાલા ઍપાર્ટમૅન્ટમાં રહેતાં હતાં.
એક રવિવારની સાંજે રૂમમાં અન્ય વિદ્યાર્થીઓ હાજર નહોતા, ત્યારે પંખા સાથે દોરડું બાંધીને પ્રભાતે ગળાફાંસો ખાઈ લીધો. આત્મહત્યા કરવાનું કારણ પ્રભાત સ્પષ્ટ રીતે લખતો ગયો હતો. ચાંદખેડા પોલીસે તપાસ આદરી તો જણાયું કે પ્રભાત એક અસાધારણ તેજસ્વી વિદ્યાર્થી હતો. એણે દસમા અને બારમા ધોરણમાં ડિસ્ટ્રિક્શનથી પણ ઘણા વધુ માર્ક્સ મેળવ્યા હતા. એટલું જ નહીં, એન્જિનિયરિંગના પ્રથમ સેમેસ્ટરમાં પણ ડિસ્ટિન્શનથી પણ ઘણા વધુ માર્ક્સ મેળવ્યા હતા. પ્રભાતે આત્મહત્યાનું સ્પષ્ટકારણસુસાઇડ નોટમાં લખ્યું હતું. તે મુજબ એકાદ વરસથી એ પ્રથમ તો ઓનલાઇન ગેમ્સ રમતો થયો હતો અને એ રમતો નિર્દોષ હોય ત્યાં સુધી તે રમવામાં કશું ખોટું નથી, પરંતુ ધીમે-ધીમે એ ઓનલાઇન ગેમ્સમાંથી નીકળીને ઓનલાઇન ગેમ્બલિંગમાં, અર્થાત્ નિર્દોષ વીડિયોગેમ્સને બદલે જુગાર રમાડતી ગેમ્સમાં ઘૂસી ગયો હતો.
ઓનલાઇન ગેમ્સ હોય કે ગેમ્બલિંગ હોય, વત્તા-ઓછા અંશે તેમાં સરખી સ્કિલ (આવડત) ની જરૂર પડતી હોય છે. નિર્દોષ ગેમ્સ રમવી હોય તો ગેમ્સ જેટલી અઘરી એટલી આવડતની જરૂરત વધારે. બીજી તરફ જુગાર માટેની ગેમ્સ એવી ચતુરાઈપૂર્વક ઘડવામાં આવી હોય છે, જેમાં ગમે એટલું દોડો કે ભાગો, આખરી વિજય તો એ જુગાર રમાડનારી કંપનીઓનો જ થવાનો હોય છે. વચ્ચેના અમુક દિવસ જુગારીને ફાયદો થાય. જો મન મજબૂત રાખીને તેમાંથી ત્યારે જ નીકળી જાવ તો ફાયદો રહે. અન્યથા ફાયદાથી વધુ રમવાની ચાનક ચડે અને આખરે આપણું પોતાનું જે હોય તે પણ જતું રહે. આથી જ ઓનલાઇન ગેમ્બલિંગ કંપનીઓ રમવાની ઇચ્છા કે અનિચ્છા જાણ્યા વગર તમામ ઇન્ટરનેટ કનેક્શન ધારકના ખાતામાં દોઢ હજારથી દસ હજાર રૂપિયા સુધીની રકમ કંપની તરફથી જમા કરાવે અને મેસેજ દ્વારા જુગાર રમવા આવવાનું કનેક્શનધારકને નિમંત્રણ મોકલે. જંગલી રમી કે એવાં નામો ધરાવતી કંપનીઓના મેસેજો ઘણા લોકોને મળતા હશે.
Diese Geschichte stammt aus der September 09, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der September 09, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.