સૂર્યને ADITYA L - 1ના નમસ્કાર
ABHIYAAN|September 16, 2023
અમદાવાદના એસ્ટ્રોનોમર તન્મય વ્યાસ ‘અભિયાન’ સાથેની મુલાકાતમાં આદિત્ય-L-1ની રચના અને કામગીરી વિશે વિસ્તૃત જાણકારી આપે છે
પ્રિયંકા જોષી
સૂર્યને ADITYA L - 1ના નમસ્કાર

હજુ ચંદ્રયાનના સફળ અવતરણનો વિજયઘોષ એકધારો સંભળાતો હોય, ત્યાં તો આદિત્ય -૧ સૂર્ય તરફની સફરે નીકળી પડે ત્યારે મુખેથી સરી જ પડે – ‘જય હો’. તન્મયભાઈ આ જુસ્સાથી જ વાતચીતની શરૂઆત કરે છે. તેમના શબ્દોમાં નરી મુગ્ધતા નહીં, પણ વર્ષોના અનુભવનું ગાંભીર્ય પણ સંભળાય છે.

શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લૉન્ચ થનાર PSLV C57 સાથે ADITYA L-1 મિશન દ્વારા ભારત એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યું છે.

ADITYA L-1 મિશનની વાત કરતાં તન્મય વ્યાસ તેની રચના, લાક્ષણિકતા અને ઉપયોગિતા વિશેની માહિતી આપે છે. ચંદ્રયાનની સફળતા બાદ આદિત્ય સાથે લોકોની ઘણી અપેક્ષાઓ જોડાઈ ગઈ છે, પરંતુ આ અપેક્ષાઓ ભારણ નહીં, ભાથું સિદ્ધ થશે એવો વિશ્વાસ દર્શાવતાં કહે છે કે – આ મિશન એક નવું કિરણ, નવી ઉમેદ લઈને આવ્યું છે. આજ સુધી આપણે અન્યો પાસેથી મેળવેલા ડેટા પર નિર્ભર હતા, પરંતુ હવે એવું નહીં બને. CHANDRAYAAN-3 અને M0Mની સફળતા પછી ADITYA L-1 વિશે કોઈ શંકા નથી.

પૃથ્વીથી સૂર્યનું અંતર ૧૫ કરોડ કિ.મી. જેટલું છે. આ મિશનના પ્રારંભિક તબક્કે તેનું નામ માત્ર ADITYA હતું, કારણ કે તે એક જ પૅલૉડ સાથે પૃથ્વીથી ૮૦૦ કિ.મી.ના અંતરે ભ્રમણ કરવાનું હતું, પરંતુ ૨૦૧૬-૧૭માં બજેટમાં વધારો થતાં હવે તે સાત પૅલૉડ સાથે Lagrange point1 - L1 એટલે કે પૃથ્વીથી ૧૫ લાખ કિ.મી. દૂર જવાનું છે. આ પોઇન્ટ પર તેને કોઈ પણ ગુરુત્વાકર્ષણ પ્રભાવિત નહીં કરે. ત્યાંથી તે પ્લૅનેટરી મૅગ્નેટિક ફિલ્ડનો સ્ટડી કરશે. આજથી અંદાજે ૧૦૯ દિવસે તે પોતાની નિશ્ચિત ભ્રમણકક્ષા મેળવી લેશે.

સૂર્યનાં જુદાં-જુદાં આવરણો વિશે જણાવતાં તન્મયભાઈ કહે છે કે - સૂર્યની મધ્યે તાપમાન ૫૦ મિલિયન સેલ્સિયસ છે. સપાટી પર આવતાં આ તાપમાન ૫૦૦૦ સેલ્સિયસ જેટલું થઈ જાય છે, પરંતુ તેની બહાર એક ઍટમોસ્ફિરિક લેયર આવેલું છે, જેનું તાપમાન ૨ મિલિયન સેલ્સિયસ છે. તેને croona એટલે કે આભામંડળ કહે છે. તેનું તાપમાન આટલું વધારે શા માટે છે એ રહસ્ય છે. એ વિશેનાં સંશોધનોમાં ADITYA L-1 મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

Diese Geschichte stammt aus der September 16, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der September 16, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024