ગુજરાતનાં લોકો જીવદયા પ્રેમી હોવા છતાં અત્યાર સુધી ગોપાલન અને તેના સંવર્ધન વિશે બહુ જાગૃત ન હતાં, પરંતુ દેશી ગાય આધારિત ખેતી તથા પંચગવ્ય આધારિત જીવનશૈલી અંગે પ્રચાર અને પ્રસાર થવા લાગતાં ખેતી માટે અને ઘરમાં પણ ગીરની કે કાંકરેજ ગાયોને પાળવાનું ચલણ વધવા લાગ્યું છે. જોકે રખડતી ગાયો અને માલધારીઓ દ્વારા એકસાથે એકથી વધુ પ્રજાતિના ગોવંશનું પાલન કરાતું હોવાથી શુદ્ધ દેશી નસ્લની ગાયો મળવી મુશ્કેલ બની છે. તેઓને દલાલોના સહારે રહેવું પડતું હતું. આમ છતાં શુદ્ધ નસ્લની ગાય મળશે જ તેની ખાતરી રહેતી નહીં. આવી સ્થિતિમાં કચ્છમાં એક વૉટ્સઍપ ગ્રૂપ શરૂ થયું છે. જેના માધ્યમથી લોકો શુદ્ધ ગોવંશની વગર દલાલીએ ખરીદ કે વેચાણ કરી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતો કે ગોપાલન કરવા ઇચ્છતા લોકોમાં ગ્રૂપની લોકપ્રિયતા વધી રહી છે.
‘કચ્છ કાંકરેજ ગો બ્યુરો’ નામના વૉટ્સઍપ ગ્રૂપના સંચાલક રામજીભાઈ વેલાણી આ અંગે વાત કરતાં જણાવે છે કે, “લોકોને શુદ્ધ દેશીકાંકરેજ ગાય મળવી મુશ્કેલ બની હોવાના કારણે વૉટ્સઍપના માધ્યમથી ગાયોના ખરીદ વેચાણનો વિચાર આર.એસ.એસ.ની ગોસેવા ગતિવિધિના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક, અંજાર તાલુકાના નાની નાગલપરના મેઘજીભાઈ હિરાણીને આવ્યો હતો. મેં તેમના વિચારને મૂર્તસ્વરૂપ આપ્યું અને ૨૦૧૯માં ‘કચ્છ કાંકરેજ ગો બ્યુરો' નામથી વૉટ્સઍપ ગ્રૂપ શરૂ કર્યું. આ ગ્રૂપમાં કાંકરેજ નસ્લની ગાય કે ગોવંશ વેચવા અથવા ખરીદવા ઇચ્છનારાને જોડ્યા. લોકોને આ ગ્રૂપ એટલું ગમ્યું કે આજે તેનાં પાંચ ગ્રૂપ ચાલે છે અને ૩૫૦૦થી વધુ લોકો તેમાં જોડાયા છે. અમે કોઈને સામેથી જોડતા નથી, પરંતુ તેની લિંક શેઅર કરીએ છીએ. જેને તેમાં રસ હોય તે સામેથી જોડાય છે. આ ગ્રૂપમાં માત્ર ગોવંશની લે-વેચ માટેના મેસેજ જ મૂકવામાં આવે છે. તેમાં ગાયના ફોટા સાથે, તેની પૂરી વિગત સાથે માહિતી મૂકવામાં આવે છે. જેને તેની ખરીદીમાં રસ હોય તે વ્યક્તિ સામેની વ્યક્તિનો સીધો સંપર્ક કરીને જાત માહિતી મેળવીને, તપાસીને ખરીદી કરી શકે છે. આમ તેમાં છેતરાવાની સંભાવના ખૂબ જ ઘટી જાય છે. ઉપરાંત ખરીદ-વેચાણ વખતે દલાલ તેમાં વચ્ચે રહેતા ન હોવાથી બંને પક્ષે આર્થિક ફાયદો પણ થાય છે. કચ્છનું ગ્રૂપ લોકોને ઉપયોગી થવા લાગતાં ગીરની ગાયો માટે પણ આવું જ ગ્રૂપ ‘સૌરાષ્ટ્ર ગીર ગાય બ્યુરો’ શરૂ કરાયું છે.’’
Diese Geschichte stammt aus der January 13, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der January 13, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે