મેમરીની મગજમારી
ABHIYAAN|March 02, 2024
મસ્તિષ્કમાં ચાર પગલાંમાં નવી મેમરી ફોર્મ થાય છે.  મેમરીની માથાકૂટ થોડીઘણી ઉકેલવા એક શબ્દ પ્રયોગ સમજવા જેવો છે - બ્રેઇન ફોગ. ઇન્દ્રિયોને સતત તીવ્રતાથી ઉત્તેજિત કરતા સ્ક્રિન ટાઇમને કારણે મેમરીની કાર્યક્ષમતા બગડે છે.
ગૌરાંગ અમીન
મેમરીની મગજમારી

ભૂલથી ના ભૂલશો કે જીવનનો અર્થ સ્મરણ છે 

યાદ ના રહેવા કે ના આવવાનો મર્મ મરણ છે

મેમરી શબ્દ આજે ડિજિટલ સંદર્ભમાં જાણીતો છે. યાદ શબ્દ ભૂતકાળના સંદર્ભમાં વધુ વપરાય છે. સ્મરણશક્તિ એવું બોલીએ ત્યારે સૌની ઝબકે છે કે આ મગજની સ્મૃતિની વાત લાગે છે. એલોપથી અને આયુર્વેદ પોતપોતાની રીતે બ્રેઇનની ડેટા સ્ટોર કરવાની અને રિમેમ્બર કરવાની તાકાત વિષે કહે છે. શું યાદ રહે છે અને યાદ આવે છે તેનું થોડું કે ઘણું ધ્યાન રાખતા લોકોનો પોતપોતાનો અનુભવ હોય છે. ઘણાને જાણી નવાઈ લાગશે કે કોરોના કાંડ પછી આખા વિશ્વમાંથી ફરિયાદ આવેલી કે એમને પહેલાં જેવું કે જેટલું યાદ નથી રહેતું. કોરોનાના શિકાર થયા હોય કે કોરોનાની વેક્સિન લીધી હોય ફક્ત તેવા મનુષ્યની વાત નથી. કોરોનાના સંદર્ભ વિના ઘણા એ બદલાવ અનુભવી રહ્યા છે. કોઈની સ્મૃતિ પહેલેથી બરાબર કે સામાન્ય ના હોય તો કદાચ એ ટેવાઈ જાય. કોઈની સ્મૃતિ અગાઉ કરતાં વધુ સક્ષમ બને તો તકલીફ વધે તેના કરતાં ફાયદા વધે, પરંતુ વૃ દ્ધાવસ્થા પહેલાં જ કોઈની સ્મૃતિ અગાઉની સરખામણીમાં ઓછું કામ કરે તો સમસ્યા સર્જાય.

મનુષ્ય જન્મે તે સાથે તેનું મગજ બેહિસાબ ડેટા ગ્રહણ કરવા લાગે છે. દરેક ડેટાનો ટુકડો ઇન્ફોર્મેશન કે નોલેજ નથી બનતો. દરેક માહિતી સ્ટોર કરવા લાયક નથી હોતી, તેમ છતાં મેમરીની સિસ્ટમ એવી છે કે મનુષ્ય જે કોઈ અનુભવ ગ્રહણ કરે છે તેનો સંગ્રહ થાય છે. વ્યક્તિ જાણે કે અજાણે જે કશું શીખે છે તે રજિસ્ટર થતું જ રહે છે, ભલે કામમાં આવ્યું હોય કે ના આવ્યું હોય. યાદદાસ્તને લીધે લોકોને ભૂતકાળની ઘટનાઓ કે ક્રિયાઓ યાદ હોય છે. ભૂતકાળની સ્મૃતિના આધારે મનુષ્યનું વ્યક્તિત્વ આકાર લે છે અને આગળ જતાં સંબંધ રચાય છે. આપણી સ્મરણશક્તિ ચિત્ર, અવાજ, ગંધ, સ્પર્શ, સ્વાદ, લાગણી, રંગ, પ્રકાશ, શબ્દો જેવું ઘણું બધું યાદ રાખે છે. વૈજ્ઞાનિકો કહે છે કે બ્રેઇન મેમરીમાં અમુક અંતરાલ માટે ડેટા કે ઇન્ફોર્મેશન સ્ટોર રાખે છે. એ પણ ખરું કે, મેમરી સ્ટોર થવી અને મેમરી રિકોલ થવી એ  બંને ક્રિયા ઘણી રીતે અલગ પડે છે. અપલૉડ અને ડાઉનલૉડ જુદું.

Diese Geschichte stammt aus der March 02, 2024-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der March 02, 2024-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024