કવર સ્ટોરી
ABHIYAAN|Abhiyaan Magazine 15/06/2024
મોદીનું મિશન ૨૦૨૯ સ્ટાર્ટ
તરુણ દત્તાણી
કવર સ્ટોરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલી ભારતના તમામ રાજકીય નેતાઓ કરતાં તદ્દન જુદા પ્રકારની છે અને તેની સાથે કોઈની પણ સરખામણી થઈ શકે તેમ નથી. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીનાં પરિણામો આવી રહ્યાં છે. તમામ રાજકીય પક્ષો, રાજકીય વિશ્લેષકો અને રાજકીય પંડિતો પરિણામને પગલે નવી સરકાર શું કરશે તેના વિશે ચર્ચા અને અનુમાન કરવામાં વ્યસ્ત છે, ત્યારે મોદીની કાર્યશૈલીથી પરિચિત લોકોને એક વાતની તો ખાતરી છે કે મોદી આ પરિણામો પછી તરત જ ૨૦૨૯ની ચૂંટણી માટે કામ શરૂ કરી દેશે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનાં પરિણામો વખતે પણ મોદીએ દિલ્હીમાં ભાજપના વડામથકે પક્ષના કાર્યકરોને સંબોધન કરતા આ પ્રકારની જ વાત કહી હતી અને કહ્યું હતું કે, ૨૦૨૪ની ચૂંટણી માટે અત્યારથી જ કામે લાગી જવાનું છે. અન્ય તમામ રાજકીય પક્ષો અને નેતાઓ પરિણામોનાં કારણો અને તારણોમાં વ્યસ્ત હશે અને દિવસો સુધી પરિણામો વિશે આકલન કર્યા કરશે ત્યારે નરેન્દ્ર મોદી અને ભાજપ આગામી પાંચ વર્ષ માટે અને આગામી ચૂંટણીના વિજય માટે શું કરવાનું છે તેનો એજન્ડા નિશ્ચિત કરવામાં લાગી ગયા હશે. આવું કામ કોઈ પણ નેતા કરી શકે નહીં. જેમની પાસે ભવિષ્યનું રાજકીય વિઝન અને ભવિષ્યની સંભવિત ઘટનાઓ વિશેનું આકલન હોય છે તેઓ જ આવું કરી શકે. સાથોસાથ જેમનામાં ભવિષ્યની ઘટનાઓને પોતાની રીતે વળાંક આપવાની ક્ષમતા જેમનામાં હોય એ લોકો જ આવું કામ કરી શકે. તેને માટે એક અનોખી પ્રતિભાની જરૂર હોય છે, જે આજના કોઈ રાજકીય નેતાઓમાં જોઈ શકાતી નથી. આ વખતે નરેન્દ્ર મોદીએ ૨૦૨૯ની ચૂંટણી માટેની તૈયારીઓ વહેલી શરૂ કરી દીધી છે. એટલા માટે કે ૨૦૨૪ની ચૂંટણીનાં પરિણામો વિશે તેઓ પહેલેથી જ ચોક્કસ અને આશ્વસ્ત રહ્યા છે. તેમને ખબર છે કે ૨૦૨૪ની ચૂંટણીમાં વિજય નિશ્ચિત છે અને એટલે હવે જે વિચારવાનું છે એ આગળનાં પાંચ વર્ષનું વિચારવાનું છે અને એટલે ૨૦૨૪ની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય એ પહેલાં તેમણે ૨૦૨૯ વિશે વિચારવાનું શરૂ કરી દીધું હતું.

Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 15/06/2024-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 15/06/2024-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પ-ઝેલેન્સ્કીના ઉગ્ર સંવાદ પછી વૈશ્વિક પરિદૃશ્ય કઈ દિશામાં?

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 15/03/2025
સ્ત્રી-પુરુષ સમાનતા - મંઝિલ હજુ દૂર
ABHIYAAN

સ્ત્રી-પુરુષ સમાનતા - મંઝિલ હજુ દૂર

આપણા દેશમાં સ્રી અને પુરુષ વચ્ચેની વિષમતા હંમેશ જોવા મળે છે.

time-read
9 Minuten  |
Abhiyaan Magazine 15/03/2025
સ્ત્રી સશક્તિકરણ સ્વપ્ન કે હકીકત?
ABHIYAAN

સ્ત્રી સશક્તિકરણ સ્વપ્ન કે હકીકત?

મહિલા દિન વિશેષ

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 15/03/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

એમેલિયા પેરેઝ : જેન્ડરની જંજાળ, કળામાં કકળાટ

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 08/02/2025
આસ્થા અમીટ છે, તેને મિટાવી ન શકાય
ABHIYAAN

આસ્થા અમીટ છે, તેને મિટાવી ન શકાય

જે મારી બંસરી ધિક્કારતા એ માણવા લાગ્યા, સુદર્શન હાથમાં લીધા પછીનો ફર્ક તો જુઓ.

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 08/02/2025
સંદર્ભ
ABHIYAAN

સંદર્ભ

કેજરીવાલના કેગના રિપોર્ટમાં શરાબ કૌભાંડની કહાણી

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 08/02/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શીખવિરોધી હિંસામાં સજ્જન કુમારને બીજી વખત આજીવન કારાવાસ

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 08/02/2025
માલધારીઓએ ગાંડા બાવળથી મુક્ત કર્યું ગુગરિયાણા ગામ
ABHIYAAN

માલધારીઓએ ગાંડા બાવળથી મુક્ત કર્યું ગુગરિયાણા ગામ

ગાંડા બાવળના કારણે પૂરતું ઘાસ ઊગતું નથી

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 08/02/2025
રસોડાની રાણી'નો કાંટાળો ખિતાબ
ABHIYAAN

રસોડાની રાણી'નો કાંટાળો ખિતાબ

કેટલીક વાતો કહેવી પડે છે, શક્ય તેટલા ઊંચા અવાજે, વારંવાર કહેવી પડે છે. ન સંભળાય ત્યાં સુધી, ન સમજાય ત્યાં સુધી કહેવી પડે છે.

time-read
6 Minuten  |
Abhiyaan Magazine 08/02/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શરાબ નીતિ અંગે કેગનો રિપોર્ટ કેજરીવાલની મુશ્કેલી વધારશે

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 08/02/2025