
‘ગુજરાતની બેટી ને સોનાની પેટી’ જેવી કહેવત જે પ્રદેશ માટે હોય ત્યાંના મનુષ્ય અસામાન્ય રહ્યા હશે એવું ધારી શકાય. વેપારી તરીકે વિખ્યાત ગુજરાતીઓ સમંદર પાર ના જવાના સામાજિક વા ધાર્મિક ફરમાન બાજુમાં મૂકીને વિદેશમાં પ્રવાસ કરતાં હતા અને સાથે પોતાની દેશી સંસ્કૃતિનું જતન કરતાં હતા. પારસીઓ આશરે આઠમી સદીમાં આવ્યા ત્યારે સંજાણ બંદર હતું. છતાં સાગર સાથે સક્ષમ નાતો ધરાવતા ગોરાઓ ગોલ્ડન બર્ડ ઇન્ડિયા પહોંચવાનો દરિયાઈ માર્ગ શોધી શકતા ન હતા. ૧૪૯૭માં વાસ્કો દ ગામાને કાનજી માડમ આંગળી પકડાવી રસ્તો બતાવે છે. પાલઘરની વૈતરણા નદી પરથી જેનું નામ પડેલું એ જે. શેફર્ડ અને કુાં, મુંબઈની માલિકીનું જહાજ વૈતરણા ઉર્ફે હાજી કાસમની વીજળી ૧૮૮૮ની આઠમી ડિસેમ્બરે ડૂબ્યું. આજે આખા વિશ્વમાં ગુજરાતીઓ ફેલાયેલા છે. ગુજરાતનો સમુદ્ર અખાત કહેવાય છે. જે ખોદ્યા વગર બન્યો હોય તે ખાડો. મંદિર પાસેના પ્રાકૃ તિક તળાવને પણ અખાત કહેતા. સવાલ એ છે કે, ભૂલોક પરના સાત સમંદર નહીં, પણ ભવસાગર તરી જનારા એક ગુજરાતીને અખો કેમ કહેતાં?
અણીશુદ્ધ ચોખાને કચ્છીમાં અખા કહે. અક્ષત. વૈશાખ સુદ ત્રીજ એટલે અક્ષયતૃતીયાને ગુજરાતીઓ અખાત્રીજ કહે છે. ગામડામાં ઘણાં અષાઢને અખાડ કહે. આયખું અને અખંડ શબ્દ યાદ આવે. આખું કે આખો, આખી. ભાષાશાસ્ત્રીઓ કહે છે, અક્ષવાટ પરથી અખાડો શબ્દ આવ્યો. અક્ષય વટ જાણીતો શબ્દ છે. સંસ્કૃતથી ગુજરાતી સુધી આવેલા શબ્દો મોટે ભાગે પ્રાકૃત ભાષામાં થઈને આવેલા. દસાડાના સંતકવિ અખૈયો અથવા અખઈદાસનું નામ મળતું આવે છે. ઘણાં અખો અર્થાત્ આવક કે ઉત્પન્ન કહે છે, તો કોઈક ઝીણો કચરો. કહે છે કે, પારસીમાં શરીરમાંની એ નામની એક દિવ્ય શક્તિ હોય છે જે નેક કામ કરવાની અંતઃકરણને ચેતવણી આપતી હોવાનું મનાય છે. વિવેક? અખો નામ કેવી રીતે પડ્યું એ જાણી શકાતું નથી. અક્ષત, અક્ષય અને અખંડ સિવાય શક્યતા એવી છે કે ઈશ્વરીય ચૈતન્યના સાક્ષાત્કારમાં આગળ વધેલા જીવને સમજાઈ ગયું હોય કે સુખ અને દુઃખમાં જે ખ છે તે આકાશ મહાભૂતની ઉપર વિહરવું એ જ ખરી અવસ્થા, એ રીતે એમણે જે કોઈ ખમાં નથી તે અખ, એમ નામ પસંદ કર્યું હોય તેવું બને. આ વિચારવાનું કારણ શું? અખા પાસેથી શીખવાની શરૂઆત તેના નામ પરથી કરવી જોઈએ. આજે તો ગુજરાતીઓએ અખાને એક કવિ બનાવીને ફિક્સ ચોકઠાંમાં ફિટ કરી દીધો છે, બાકી એક કાળે લોકો અખામંડળીઓ બનાવી અખાના કાવ્યમાં મસ્તરામ બનવા કોશિશ કરતાં.
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 27/07/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 27/07/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden

પ્રાચીન ભારતની શક્તિશાળી નારીઓ
માટીમાંથી ઘડૂલી બનવાની આ પ્રક્રિયા એ જ શક્તિશાળી નારીનિર્માણની દિશામાં નવા મંડાણ.

રાજકાજ
ટ્રમ્પ-ઝેલેન્સ્કીના ઉગ્ર સંવાદ પછી વૈશ્વિક પરિદૃશ્ય કઈ દિશામાં?

સ્ત્રી-પુરુષ સમાનતા - મંઝિલ હજુ દૂર
આપણા દેશમાં સ્રી અને પુરુષ વચ્ચેની વિષમતા હંમેશ જોવા મળે છે.

સ્ત્રી સશક્તિકરણ સ્વપ્ન કે હકીકત?
મહિલા દિન વિશેષ

સારાન્વેષ
એમેલિયા પેરેઝ : જેન્ડરની જંજાળ, કળામાં કકળાટ

આસ્થા અમીટ છે, તેને મિટાવી ન શકાય
જે મારી બંસરી ધિક્કારતા એ માણવા લાગ્યા, સુદર્શન હાથમાં લીધા પછીનો ફર્ક તો જુઓ.

સંદર્ભ
કેજરીવાલના કેગના રિપોર્ટમાં શરાબ કૌભાંડની કહાણી

રાજકાજ
શીખવિરોધી હિંસામાં સજ્જન કુમારને બીજી વખત આજીવન કારાવાસ

માલધારીઓએ ગાંડા બાવળથી મુક્ત કર્યું ગુગરિયાણા ગામ
ગાંડા બાવળના કારણે પૂરતું ઘાસ ઊગતું નથી

રસોડાની રાણી'નો કાંટાળો ખિતાબ
કેટલીક વાતો કહેવી પડે છે, શક્ય તેટલા ઊંચા અવાજે, વારંવાર કહેવી પડે છે. ન સંભળાય ત્યાં સુધી, ન સમજાય ત્યાં સુધી કહેવી પડે છે.