આકરા તડકા સામે બંડ પોકારતા ગરમાળો અને ગુલમહોર પુરજોશથી ખીલે છે, આગ ઝરતાં આકાશ સામે બોગનવેલ ગુલાબી આંદોલન ચલાવે છે. ત્યારે સમજાય છે કે વિષમ પરિસ્થિતિમાં બમણા વેગથી જીવન માટે ઝઝૂમવું એ નિસર્ગની તાસીર છે. ટકી રહેવું એ જીવ માત્રનો મંત્ર હોય શકે, પરંતુ મનુષ્ય એટલેથી અટકતો નથી. તેને માત્ર જીવંત રહેવાથી સંતોષ નથી. તે સતત પ્રગતિશીલ રહે છે. વિવિધ કલાઓ અને ઉપકરણોથી જીવનને સૌંદર્યમય અને સુવિધાપૂર્ણ બનાવવા મથતો રહે છે. આ રીતે લોકકલાઓ અને હસ્તકલાઓમાં ચોક્કસ પ્રદેશના લોકો, રીતરસમો અને ભૌગોલિક પરિસ્થિતિનો પ્રભાવ જોવા મળે છે.
ભારતમાં સૌથી વધારે વિષમ આબોહવા ધરાવતું રાજ્ય રાજસ્થાન તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અહીં અગણિત કલા, પરંપરાઓ જન્મી છે અને વિકસી છે અને હાલમાં પણ જીવંત છે. થારના રણમાં આવેલું ‘કૅમલ કન્ટ્રી’ – બિકાનેર પ્રવાસીઓનું પ્રિય સ્થળ છે. રાજસ્થાનનું આ જૂનું શહેર વિશિષ્ટ ખાનપાન, લાલ પથ્થરમાંથી બનેલા કિલ્લા, મહેલો અને વિવિધ જોવાલાયક ઐતિહાસિક સ્થળો માટે પ્રસિદ્ધ છે અને અહીં આવેલા રાજસી મહેલોનો વૈભવી શણગાર છે - ‘ઉસ્તા કલા’.
શ્રેષ્ઠતાના પર્યાય તરીકે ફારસી શબ્દ ‘ઉસ્તાદ’ પરથી અપભ્રંશ થઈને ‘ઉસ્તા’ તરીકે તેનું નામકરણ થયું છે. ઉસ્તા ચિત્રોની પરંપરા ૧૭મી સદીની છે. એવું માનવામાં આવે છે કે, પર્શિયામાંથી મુલતાન થઈને પછી મુગલ દરબારો સુધી પહોંચી છે. આ રીતે મૂળ પર્શિયા - ઈરાનમાં જન્મેલી આ કલા મુઘલો સાથે ભારતમાં આયાત થઈ. મુઘલ રાજાઓ દ્વારા પોતાના મહેલોને સજાવવામાં માટે ઉસ્તા કારીગરોને ભારતમાં લાવવામાં આવેલા.
આ કારીગરો ભારતમાં જ વસી ગયા અને તેમણે પોતાની બેનમૂન કારીગરી પ્રમાણિત કરી. ખાસ કરીને દિલ્હી દરબાર અને પશ્ચિમ ભારતના મુઘલ શાસિત પ્રદેશોમાં તેનો પ્રચાર અને પ્રસાર થયો. કહેવાય છે કે શારજહાંના શાસનકાળમાં મોટી સંખ્યામાં કારીગરોને ભારત લાવવામાં આવેલા.
રાજપૂત રાજાઓએ પણ આ કલા અને કલાકારોને ઘણું પ્રોત્સાહન આપ્યું. બિકાનેરના રાજા રાયસિંહજી અકબરના દરબારમાં હતા. આ કલા શૈલીથી પ્રભાવિત થઈને તેઓ ઉસ્તા કલાકારોને બિકાનેર લઈ આવ્યા. રાજસ્થાનની પ્રાદેશિક કલા સાથે જોડાઈને આ ઉસ્તા કલા ખૂબ લોકપ્રિય બની. તેનો યશ રાજા રાયસિંહને ફાળે જાય છે. તેમણે ઉસ્તા કલાના ઉત્તમ કલાકારોને બિકાનેરમાં લાવવાની પહેલ કરીને નવો પ્રવાહ વિકસાવ્યો.
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 24/08/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 24/08/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ