દેવભૂમિ ઉત્તરાખંડ એટલે એટલે માત્ર ચારધામ યાત્રા અને તીર્થસ્થાનો જ એવું નથી. આ પવિત્ર ભૂમિ પર એટલાં જ રસપ્રદ રાષ્ટ્રીય ઉદ્યાનો પણ છે જે તેની જૈવિક વિવિધતા માટે જાણીતાં છે.
આપણી સ્વતંત્રતા ચળવળના અગત્યના નેતા, સ્વતંત્ર ભારતના પહેલા અને છેલ્લા ગવર્નર જનરલ અને ૧૯૫૪માં સૌ પ્રથમ ભારતરત્ન મેળવનાર ચક્રવર્તી રાજગોપાલાચારી એટલે રાજાજી પરથી નામકરણ થયેલ ઉત્તરાખંડનો રાજાજી નેશનલ પાર્ક ઉત્તરાખંડનું રાષ્ટ્રીય ઉદ્યાન તો છે જ પરંતુ ટાઇગર રિઝર્વ પણ છે જે ૧૯૭૩માં શરૂ થયેલા પ્રોજેક્ટ ટાઇગર અંતર્ગત આવેલું ૮૨૦ ચોરસ કિલોમીટરમાં પથરાયેલું રાષ્ટ્રીય ઉદ્યાન છે.
હરિદ્વાર, દહેરાદૂન અને પૌડી ગઢવાલ એમ ત્રણ જિલ્લાઓમાં વિસ્તરેલો આ નેશનલ પાર્ક ૧૯૮૩માં ચિલ્લા, મોતીચૂર અને રાજાજી એમ કુલ ત્રણ અલગ-અલગ વન્યજીવન અભયારણ્યોમાંથી મર્જ થઈ અને બનેલો નેશનલ પાર્ક છે.
ટાઇગર રિઝર્વનું સ્ટેટસ મેળવેલ રાજાજી ઉત્તરાખંડનો જીમ કોરબેટ નેશનલ પાર્ક પછીનો બીજો ટાઇગર રિઝર્વ નેશનલ પાર્ક છે, જે હિમાલયની શિવાલિક પર્વતમાળાની તળેટીમાં શિવાલિક રેન્જની સમાંતરે રહેલો છે.
શિવાલિક ઇકો-સિસ્ટમને બયાં કરતાં તેનાં રૂપ-રંગ ખરાઉ જંગલ, સેમિ-એવરગ્રીન જંગલ અને ઘાસિયા ભૂપ્રદેશના જંગલની વિવિધતા ધરાવી સિંધુ-ગંગા વર્ષાવનોના પ્રકારથી પ્રકૃતિપ્રેમીઓને આકર્ષે છે.
વાઘ અને એશિયન એલિફન્ટથી રુઆબદાર રાજાજીમાં દીપડા, જંગલ કેટ, સફેદમુખ અને ગળે સફેદ હાર જેવો પેચ ધરાવતા સ્લોથ બેર, શરીરે ચટ્ટાપટ્ટા ધરાવતાં જરખ, ગોરલ, સાબર, જંગલી ભૂંડ, બાર્કિંગડિઅર અને કાળા રીંછ તો છે જ, પરંતુ તે ઉપરાંત જળ કાંજિયા, બ્રાહ્મણી ડક અને મધ્યમ કદના ડાઇવિંગ ડક એવા કોમન પોચાર્ડ પણ છે.
તે ઉપરાંત કિંગ-કોબ્રા, કોમન ક્રેઇટ અને બર્મીઝ પાયથન જેવા સરિસૃપોશાન છે, કારણ કે આ બર્મીઝ અજગર તો સાપની પ્રજાતિઓમાંના એક છે, જે મૂળે દક્ષિણ-પૂર્વ એશિયાના વતની છે.
રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાનની સમૃદ્ધ જૈવિક વિવિધતામાં અહીં જોવા મળતાં ઇન્ડિયન લંગૂર, હનુમાન લંગૂર અને લઘુપુચ્છ મકાકનો રોલ પણ મહત્ત્વનો છે. સૂર્યોદય થતાં જ રાજાજીનાં વૃક્ષો અને પર્ણસમૂહો પર આ તોફાની પ્રાઇમેટનું સમૂહગાન જંગલમાં પડઘાય છે અને અંદરોઅંદરની તેઓની વાતચીતથી જંગલની સુસંવાદિતતા અને સહકાર પણ જળવાય છે.
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 26/10/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 26/10/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ફેમિલી ઝોન બ્યુટી
આંખોની સુંદરતા વધારતી પાંપણોનું ધ્યાન કેવી રીતે રાખવું?
કુંભ પર્વ જ્યોતિષશાસ્ત્ર આધારિત છે
કુંભ પર્વનું આયોજન ગ્રહ યોગ પર આધારિત છે.ગુરુને આકાશનું (એટલે કે સૂર્યનો) એક ચક્કર લગાવતાં ૧૧ વર્ષ ૮૬ દિવસ લાગે છે. તેથી કુંભ પર્વ દર ૧૧ વર્ષ અને ૮૬ દિવસના અંતરાલે યોજાય છે
નાક અને શરદી - મેઇડ ફોર ઇચ અધર!
નજર સામે જ પ્રવાહીનું પતન જોયું નથી જાતું!
કવર સ્ટોરી
સ્ટારલિન્કની હરીફ કંપનીઓ કઈ છે?
વાયરલ પેજ
કહેતાં હૈ જોકર, સારા જમાનાઃ વાત એક જીવલેણ જોકની
ચર્નિંગ ઘાટ
શરત વિનાનો પ્રેમ યોગ્ય છે?
રાજકાજ
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ શા માટે વિચારાતો નથી?
રાજકાજ
કૈલાશ ગહેલોતના આપમાંથી રાજીનામાનું અસલી કારણ શું છે?
મનપાંચમના મેળામાં મળેલા જીવ, આપણા જીવનની સાચી મૂડી કઈ?
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.
જગતની ગત ન્યારી
પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?