ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સ્વર્ગીય વિનોદ ભટ્ટના પુત્ર સ્નેહલ ભટ્ટને ‘વજુ કોટક સુવર્ણચંદ્રક' અર્પણ થયો એ ક્ષણ હાસ્યલેખક રતિલાલ બોરીસાગર, લોકકલાકાર સાંઈરામ દવે, સંસદસભ્ય પરિમલ નથવાણી, ‘ચિત્રલેખા’ના ચૅરમૅન મૌલિક કોટક, ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તથા ઉપસ્થિત શ્રોતાજનો માટે કાયમી સંભારણું બની ગઈ.
એક સમય હતો જ્યારે અત્તરિયો ખુશબોદાર અત્તર વેચવા આવતો. અત્તરની ગુણવત્તા બતાવવા એ પાતળી સળીમાં અત્તર લઈ હાથ પર લગાડતો. તે વખતે લોકો જુદાં જુદાં અત્તર લગાડવાની ફરમાઈશ કરતા અને અત્તરિયો એ પૂરી કરતો. આપણે અત્તર લઈએ કે ન લઈએ એ ગૌણ છે. મહત્ત્વનું આપણું શરીર મઘમઘતું રહેતું. વિનોદ ભટ્ટ કંઈ આવું જ કામ કરી ગયા. એમણે આપણા માટે સતત હાસ્ય સર્જ્ય, ખૂબ લખ્યું અને આપણાં જીવન મહેકતાં રાખ્યાં..
હૂંફાળો આવકાર: ‘ચિત્રલેખા' પરિવાર વતી મૌલિક કોટક અને મનન કોટકે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાાત કર્યું ત્યારે ઑડિયન્સે આદર-સત્કારને વધાવી લીધા..
આ શબ્દો હતા દેશ-વિદેશના ગુજરાતીઓ માટે હાસ્યનું બ્રાન્ડનેમ બની ગયેલા સાંઈરામ દવેના. સ્થળ હતું અમદાવાદ મૅનેજમેન્ટ ઍસોસિયેશનનો એચટી પારેખ કન્વેન્શન હૉલ. અવસર હતોઃ હાસ્યલેખક વિનોદ ભટ્ટને વજુ કોટક સુવર્ણચંદ્રક (મરણોત્તર) એનાયત સમારંભ.
પોતાના વક્તવ્યમાં સાંઈરામ દવેએ સ્વર્ગીય વિનોદ ભટ્ટને સ્વર્ગમાં લખેલા પત્રનું વાંચન કર્યું હતું. કલમથી નહીં, પણ દિલથી લખાયેલા આ પત્રએ કાર્યક્રમને એક નવી ઊંચાઈ બક્ષી અને વજુ કોટક સુવર્ણચંદ્રક એનાયત સમારંભ એક સ્તરીય કાર્યક્રમ બની ગયો. સાંઈરામભાઈએ મંચ પરથી હાસ્યરસ વહાવી શ્રોતાને પરમ તૃપ્ત કરી દીધા. એમણે બહુ સરસ વાત કરી કે આ વિનોદ ભટ્ટનું નહીં, પણ ગુજરાતના સ્મિતનું સમ્માન છે અને આ ચંદ્રક વિનોદને નહીં, વિનોદની નજરને એનાયત થાય છે.
‘ચિત્રલેખા’ એટલે ગુજરાતીઓની પોતીકી ઓળખ.
- ભૂપેન્દ્ર પટેલ
Diese Geschichte stammt aus der July 25, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 25, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.