સૌરાષ્ટ્રનું નાનકડું ગામ... એક સામાન્ય ઘરમાં ખેડૂતદંપતીનાં આઠ સંતાનોમાં પાંચ દીકરા અને ત્રણ દીકરી. ખેતીની જમીન ખરી, પણ આર્થિક સ્થિતિ ખાસ સારી નહીં. પાંચ દીકરામાંથી ત્રીજા ધોરણમાં ભણતા એક બાળકને એના મામા મોસાળ લઈ જાય છે. ત્યાં એ બાળક પાટી-પેન મૂકીને ઢોર ચરાવવાનું અને ખેતરમાં પાણી વાળવાનું કામ પછી, આશરે ૨૦ વર્ષની ઉંમરે એ છોકરો મુંબઈથી હીરા ઘસવાનું કામ શીખીને સુરત આવે છે. જો કે સુરતના એક કારખાનામાં એને રોકડું પરખાવી દેવામાં આવે છે કે એનાથી આ કામ નહીં થાય અને એને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે.
જેને યુવાવયે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો એની પાસે આજે ૫૦૦થી વધુ લોકો નોકરી કરે છે અને પોતે શિક્ષણથી વંચિત રહ્યો, પણ છેવાડાનાં બાળકો સુવિધાના અભાવે શિક્ષણથી વંચિત ન રહે એ માટે એણે ૩૦૯ આશ્રમશાળા-શિક્ષણ ભવનનો સંકલ્પ કર્યો અને એ પણ નામના મોહ વિના. આજે લોકો એમને પ્રેમથી ભગત અને કેશુભાઈ ગોટી તરીકે ઓળખે છે.
કેશુભાઈ ગોટી કે ભગત... આ નામથી સુરત-દક્ષિણ ગુજરાતમાં ભાગ્યે જ કોઈ અજાણ હશે. આજે તો એ મોટા ગજાના હીરા ઉદ્યોગકાર તરીકે ઓળખાય છે. પોતાનાં માતાના નામે શરૂ કરેલા ટ્રસ્ટના માધ્યમથી સરસ્વતીધામના નામે એ શિક્ષણસંસ્થાઓનાં નિર્માણ કરે છે. કેશુભાઈ નામનો હીરો આજે ચમકી રહ્યો છે, એનું કારણ એ છે કે કુદરતે, ઈશ્વરે એને ઘસી ઘસીને ઊજળો કર્યો છે.
સંકલ્પનો આંક વધતો જાય છે, નવા દાતા મળતા રહે છે અને નવાં નવાં સરસ્વતીધામ ઊભાં થતાં રહે છે. આવી કેટલીક શાળા હજી નિર્માણાધીન પણ છે.
Diese Geschichte stammt aus der September 19, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der September 19, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.