હસતાં રહીએ.. વિકસતાં રહીએ!
Chitralekha Gujarati|October 31 - November 07, 2022
ખરેખર તો જીવનમાં જીતતાં નહીં, રમતાં શીખવાનું છે. તમે ઈચ્છિત લક્ષ્ય નજર સામે રાખો તો કુદરતી આકર્ષણનો નિયમ એ સફળતાને તમારી નજીક ખેંચી લાવશે. જો કે અમુક સફળતા એવી નવોઢા જેવી છે, જે દહેજમાં કૉલેસ્ટરોલ, સુગર અને પ્રેશર લઈને આવે છે.
હસતાં રહીએ.. વિકસતાં રહીએ!

મોટિવેશન આપવાનો અધિકાર કોને મળે? એના માટે શું યોગ્યતા હોવી જોઈએ? વિશ્વમાં ઘણા એવા મોટિવેટર છે, જે સફળ દામ્પત્યજીવન વિશે, હૅપ્પી મૅરીડ લાઈફ વિશે બોલે છે. એમાંથી અમુક ડિવોર્સી છે, અમુક સિંગલ છે. અમુક પરણેલા બ્રહ્મચર્ય વિશે બોલે છે તો મેં લખ્યું છે..

જિંદગીમાં આવા કિસ્સા રોજ બનતા હોય છે,

જે સફળ પ્લેયર નથી એ કોચ બનતા હોય છે..

મોટિવેશનલ સ્પીચ એટલે કે પ્રેરણાદાયી પ્રવચનની એક અજાયબ સૃષ્ટિ છે. જીવનમાં, વેપારધંધામાં, ભણતરમાં સફળતાથી લઈને સફળ દામ્પત્યજીવન જેવા અઢળક વિષયો પર ગુજરાતી જ નહીં, બધી જ ભાષામાં પ્રવચન આપવામાં આવે છે. એક ભાઈ કહે છેઃ યુ કૅન વિન. હવે આગામી વર્લ્ડ કપ માટે ઝિમ્બાબ્વે અને નામિબિયા જેવા દેશની ક્રિકેટ ટીમ એમનો સંપર્ક કરવાની છે!

સવાલ એ છે કે જો બધા જ જીતશે તો હારશે કોણ? ખરેખર તો જીવનમાં જીતતાં નહીં, રમતાં શીખવાનું છે. અમુક પુસ્તકો એવું સિક્રેટ શીખવે છે કે તમે ઈચ્છિત લક્ષ્ય નજર સામે રાખો, એને વારંવાર વિઝ્યુઅલાઈઝ કરો તો કુદરતી આકર્ષણનો નિયમ એ સફળતાને તમારી નજીક ખેંચી લાવશે. અમે તો આ વાંચ્યા પહેલાં જ યુવાનીમાં માધુરી દીક્ષિતનો ફોટો રૂમની દીવાલ પર અને મનની દીવાલ પર લગાડીને એ અમને વરમાળા પહેરાવે છે એવું રોજ વિઝ્યુઅલાઈઝ કરતા હતા. તમે પણ કર્યું હશે. એમ.એફ. હુસૈને પણ કરેલું, પરંતુ માધુરી આવી આપણા ઘરે? કંકુથાપા કર્યા આપણા બારણે? આખરે થાપ આપીને પેલો ડૉક્ટર નેને જ એને લઈ ગયો ને?

- જો ગધેડાની આગળ ગાજર મૂકવાને મોટિવેશન કહેતા હોય તો એ મને આવડતું નથી.

- જો ઘોડાને ચાબુક લગાવી એને દોડાવવાને મોટિવેશન કહેતા હોય તો એ મને આવડતું નથી.

છેલ્લાં પચ્ચીસ વર્ષોમાં સાઈકોલૉજી અને સાહિત્યના માધ્યમથી મેં જીવનને સમજવાની કોશિશ કરી છે અને આજે હું જે શૅર કરવા જઈ રહ્યો છું એ આમ તો નાની નાની વાતો છે.

દર્દ સુનના યા સુનાના હો તો હમ સે મિલના

થોડા હસને કા ઈરાદા હો તો હમ સે મિલના

વૈસે કઈ લોગ મુલાકાત કે કાબિલ હોંગે

તુમ કો ખુદ સે કભી મિલના હો તો હમ સે મિલના

Diese Geschichte stammt aus der October 31 - November 07, 2022-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der October 31 - November 07, 2022-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
Chitralekha Gujarati

બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન

ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.

time-read
4 Minuten  |
December 02, 2024
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
Chitralekha Gujarati

વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!

મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.

time-read
4 Minuten  |
December 02, 2024
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
Chitralekha Gujarati

આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!

મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.

time-read
5 Minuten  |
December 02, 2024
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
Chitralekha Gujarati

વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક

ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.

time-read
4 Minuten  |
December 02, 2024
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
Chitralekha Gujarati

હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!

એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.

time-read
4 Minuten  |
December 02, 2024
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
Chitralekha Gujarati

દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!

બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.

time-read
5 Minuten  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.

time-read
4 Minuten  |
December 02, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
Chitralekha Gujarati

પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...

પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.

time-read
2 Minuten  |
December 02, 2024