ગ્લોબલ ક્રાઈસિસ, અમેરિકાની મંદી, ફુગાવાનો વધતો દર, ઊંચા વ્યાજદર, ક્રૂડ-એનર્જી, રશિયા-યુક્રેન યુદ્ધ, ચીન-તાઈવાન વચ્ચેનું ટેન્શન, વૈશ્વિક જીડીપીનો ધીમો વિકાસ જેવા શબ્દો વીતેલા વરસ દરમિયાન વાંચવા-સાંભળવા મળતા રહ્યા. વર્ષ ૨૦૨૦-૨૦૨૧ કોરોનાની વ્યાપક અને ગંભીર અસરો વચ્ચે વીત્યાં.
જો કે ૨૦૨૨થી કોરોનાની વિદાય અને નવેસરથી વિકાસની આશાનાં કિરણો દેખાવાનાં શરૂ થયાં જ હતાં ત્યાં વૈશ્વિક અનિશ્ચિતતાનાં વાદળ અને સંકટોને પગલે સંજોગો ફરી નેગેટિવ બનવા લાગ્યા. ફગાવો- મોંઘવારીનું ભયંકર આક્રમણ થયું, જેને લીધે અમેરિકા સહિત વિવિધ દેશોની સેન્ટ્રલ બૅન્કોએ વ્યાજદર વધારવાની ફરજ પડી, સ્ટિમ્યુલસ પૅકેજ પાછાં ખેંચાતાં પ્રવાહિતા ઘટવા લાગી. બસ, એક જ કાગારોળ વિશ્વભરમાં મચતી રહીઃ મોઘવારીને કાબૂમાં લો. આપણા રૂપિયા સહિત લગભગ બધા દેશોનાં ચલણ સામે ડૉલર મજબૂત થવા લાગ્યો, ગ્લોબલ ઈન્વેસ્ટર્સના ટ્રેન્ડ બદલાવા લાગ્યા. - અને હવે શું થશે? એ સવાલ ચર્ચાનો વિષય બન્યો.
અલબત્ત, આ બધા વચ્ચે ભારતીય અર્થતંત્ર બહેતર સંજોગો સાથે આગળ વધતું રહ્યું, પરંતુ હવે આ અર્થતંત્રની ગાડી કયાં પરિબળોને આધારે કઈ રીતે, કેટલી ઝડપે આગળ વધશે? અમેરિકામાં સંભવિત મંદી સહિત વૈશ્વિક સંજોગો કેવા રહેશે? અને શૅરબજાર-મૂડીબજારની સ્થિતિ કેવો આકાર લેશે એ જાણવાની ઉત્સુકતા વધતી જાય છે.
ખાનગી ક્ષેત્રના મૂડીખર્ચમાં વૃદ્ધિ
ભારતીય શૅરબજાર ગ્લોબલ અનિશ્ચિતતાઓથી સતત ઘેરાયેલું રહેવા છતાં આગળ વધતું રહ્યું છે. અર્થતંત્રનો ગ્રોથ રેટ ભલે નીચે આવ્યો હોય, પરંતુ વિશ્વના અન્ય દેશોની તુલનાએ એ બહેતર છે એમ ચોક્કસ કહી શકાય. ૨૦૨૨માં ખાનગી ક્ષેત્ર તરફથી આવેલા રોકાણના પ્રસ્તાવો પ્રોત્સાહક છે. અહીં સેન્ટર ફૉર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ)ના આંકડા કહે છે કે ખાનગી ક્ષેત્રનું રોકાણ જુલાઈથી સપ્ટેમ્બર, ૨૦૨૨ એ ત્રણ મહિનામાં ત્રણ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ સાથે ૨૦૨૨-૨૦૨૩ના પ્રથમ ત્રણ મહિનાની એવરેજ રોકાણ દરખાસ્ત ૪.૪૬ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી છે, જે ૨૦૨૧ની તુલનાએ ઘણી ઊંચી છે. આ માહોલ વચ્ચે આર્થિક જગતના વિવિધ એક્સ્પર્ટ્સ તરફથી એમના ભારતીય અર્થતંત્ર, ગ્લોબલ સંજોગો અને એની સંભવિત અસરો તેમ જ માર્કેટ ટ્રેન્ડ વિશે સમજવાનો પ્રયાસ કરીએ.
ભારતીય માર્કેટ ચિંતાનાં પરિબળ સામે સજ્જ..
Diese Geschichte stammt aus der October 31 - November 07, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der October 31 - November 07, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.