ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થવાની સાથે જ ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ અત્યંત તેજ બની ચૂકી છે. ત્રિપાંખિયો જંગ બનાવીને આ ચૂંટણીને રસપ્રદ બનાવનારી આમ આદમી પાર્ટીએ મોટા ભાગના ઉમેદવારો જાહેર કરી દીધા છે તો ચિત્રલેખાનો આ અંક તમારા હાથમાં હશે ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના પહેલા તબક્કાના જંગ માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની યાદી પણ બહાર પડી ચૂકી હશે અને ૧ ડિસેમ્બરે યોજાનારા મતદાનના પહેલા તબક્કાના ઉમેદવારોનું ચિત્ર લગભગ સ્પષ્ટ થવામાં હશે.
ખેર, છોડો એ બધી વાતને. આ બધા ન્યૂઝ તો અખબારો-ટીવીચૅનલો અને સોશિયલ મિડિયામાંથી મળતા રહેશે, પણ મંગળવાર, ૮ નવેમ્બરની બપોરે આ લખાઈ રહ્યું છે ત્યારે ગુજરાતના ચૂંટણીજંગમાં નજર આવતાં બે-ત્રણ મહત્ત્વનાં અને રસપ્રદ તારણોની જ વાત અહીં કરવી છે આજે.
એક વાત તો નક્કી છે કે આ વખતે સાવ નીરસ લાગતી ચૂંટણી અરવિંદ કેજરીવાલ ઍન્ડ કંપનીના આવવાથી રસપ્રદ બની છે. અન્યથા, જો ભાજપકોંગ્રેસ વચ્ચે જ જંગ હોત તો જે ઝનૂન, જે ઉત્સાહ અને જે સ્પર્ધા ૨૦૧૭ની ચૂંટણીમાં જોવા મળી હતી એનો આ વખતે બન્ને પક્ષમાં સદંતર અભાવ હતો.
ચૂંટણી છે એટલે પ્રચાર માટેનાં અમુક સૂત્રો અને થીમ જાહેર થાય એ ન્યાયે દક્ષિણ ગુજરાતના કપરાડામાં પહેલી ચૂંટણીસભા સંબોધતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મેં બનાવેલું ગુજરાત છે.. એવું સ્લોગન વહેતું મૂક્યું છે. આશય સાફ છેઃ દરેક મતદાતાને ગુજરાત, ગુજરાતના ગૌરવ સાથે જોડીને ભાજપ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલો રાખવાનો. એની સામે કોંગ્રેસે પરિવર્તન સંકલ્પ યાત્રા દરમિયાન જ પરિવર્તન દમદાર એવું કહીને મતદારોને સત્તા પરિવર્તનની અપીલ કરી છે.
ભાજપના પ્રચારનો દારોમદાર નરેન્દ્ર મોદી પર છે તો કોંગ્રેસે ‘પરિવર્તન યાત્રા’ અને વ્યક્તિગત સંપર્કથી મતદારો સુધી પહોંચવાનું ઠેરવ્યું છે.
Diese Geschichte stammt aus der November 21, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der November 21, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.