તમે એક દિવસ ઑફિસે સમયસર ન આવી શકો?’
‘હું સમયસર જ આવ્યો હતો, સર. મારો ટાઈમ અગિયાર વાગ્યાનો છે. આજે તો હું પાંચ મિનિટ વહેલો આવેલો!'
‘તમે એક દિવસ ઑફિસે વહેલા ન આવી શકો?’ મોતીવાલાએ એટલા જ ગુસ્સામાં મને પૂછ્યું.
‘પણ વાત શું છે?’
‘પરિણીતી આજે ઑફિસમાં સાડા દસ વાગ્યે આવી ગઈ હતી.’
‘સર, તમારી સાળી તમારી ઑફિસમાં ક્યારે આવે એ કોણ નક્કી કરી શકે? તમે મને આખી વાતમાં શું કામ ભેરવો છો?’
‘હું એને ઑફિસે મોડા આવવા ન કહી શકું, પણ તમને તો વહેલા આવવા કહી શકું! આજે એક દિવસ વહેલા આવી એણે એવું રાયતું ફેલાવી દીધું છે કે મારું મગજ બહેર મારી ગયું છે. ખબર છે, એણે શું કર્યું છે? પોલીસ ઈન્સ્પેક્ટર વિરુદ્ધ પોલીસફરિયાદ લખાવી દીધી છે!’
હું ચમકી ગયો.
આજે મોતીવાલા ઑફિસે આવવા નીકળ્યા ત્યાં કોઈ ઈન્સ્પેક્ટર શાનબાગે એમને ફોન કરી ખખડાવી નાખ્યાઃ ‘તું શું તારી જાતને બહુ મોટો માણસ સમજે છે? તેં એક પોલીસ ઈન્સ્પેક્ટર સામે જ પોલીસમાં ફરિયાદ લખાવી છે?’
મોતીવાલાને પહેલાં તો કંઈ સમજાયું નહીં, પછી એમને યાદ આવ્યું કે પરિણીતી ઑફિસે જવા નીકળી ગઈ છે. એણે જ નક્કી કંઈક લોચો માર્યો હશે એમ લાગતાં પરિણીતીને ફોન જોડ્યો તો ખબર પડી કે સુહાસિની શાનબાગ નામની એક મહિલા અમારી ઑફિસે કન્સલ્ટન્સી માટે આવી અને પરિણીતીને મળી હતી. એની સમસ્યા એ હતી કે એનો પતિ એને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. સ્ત્રીઓ પ્રત્યેના અન્યાયથી પિત્તો ગુમાવી દઈ પરિણીતીએ સુહાસિનીને પોલીસમાં ફરિયાદ કરવા સલાહ આપી. સુહાસિનીએ કહ્યું કે એનો પતિ પોલીસ ઈન્સ્પેક્ટર જ છે, પણ એ સાંભળીને તો પરિણીતી વધુ ઉશ્કેરાઈ કે પોલીસખાતામાં હોય એ ગુનો કરે તો વધુ ગંભીર બાબત કહેવાય-જરૂર પોલીસમાં રિપોર્ટ કરો..
હકીકત જાણી મોતીવાલાએ કપાળ કૂટ્યું અને ઈન્સ્પેક્ટર શાનબાગને ફોન કરી માફી માગી કે મેરી સાલી અભી અભી લંડન સે આઈ હૈ, ગલતી હો ગઈ..
એ પછી પેલા ઈન્સ્પેક્ટરે મોતીવાલાને જે ભાષામાં ખખડાવ્યા એનો મતલબ ટૂંકમાં એ હતો કે એની પત્ની ફરિયાદ પાછી નહીં ખેંચે તો એ પોલીસવાળો મોતીવાલાને કોઈ કેસમાં ભેરવી જેલભેગો કરી દેશે!
Diese Geschichte stammt aus der December 19, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der December 19, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.