ભૂતકાળમાંથી પાઠ શીખવાની દાનત મહારાષ્ટ્ર સરકાર કે સ્થાનિક વહીવટી તંત્રમાં હોત તો ૧૯ જુલાઈના મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ખાલાપર તાલુકામાંનું નાનકડું ગામ ઈર્શાળવાડી ડુંગર પરથી ધસી આવેલી લાલ માટીના ઢગની નીચે દબાઈ ગયું ન હોત. ભૂસ્ખલનની આ ઘટનામાં માત્ર ૨૭ શબ હાથ લાગ્યાં, પણ બચાવકાર્ય હવે પડતું મુકાયું એટલે લાપતા ઘોષિત થયેલા ૫૭ ગ્રામીણો કાયમના દટાયેલા જ રહેશે. જો કે બિનસત્તાવાર અહેવાલ પ્રમાણે મરણનો કુલ આંક ૮૪ નહીં, પરંતુ એકસોથી વધુ છે.
જિયોલૉજિકલ સર્વે ઑફ ઈન્ડિયાના એક અહેવાલ અનુસાર મહારાષ્ટ્રના ૩૦ ટકા હિસ્સા પર ભૂસ્ખલનનું જોખમ સતત હોય છે. જુલાઈ, ૨૦૧૪માં ભારે વરસાદને કારણે પુણે જિલ્લામાં માંલીન નામનું આખું ગામ ભૂસ્ખલનથી ધસી આવેલી માટી નીચે દબાઈ ગયું એમાં ૧૫૧ લોકોના પ્રાણ ગયા હતા.
૨૦૨૧માં રાયગઢ જિલ્લામાં મહાડ તાલુકાના તળીયે ગામ પર માટીનો આખો ડુંગર ધસી પડ્યો ત્યારે ૮૫ લોકોના જાન ગયા હતા. હવે ઈર્શાળવાડીમાં ૧૯ જુલાઈએ ૨૪ કલાકમાં ૧૬ ઈંચ વરસાદ ખાબક્યો એમાં રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ ડુંગર તૂટ્યો, માટી ગામ પર ધસી આવી અને પલકવારમાં ગામ ૧૫થી ૨૦ ફૂટ ઢગ નીચે દબાઈ ગયું.
ગામની જનસંખ્યા ૨૨૮ લોકોની છે. ૫૦ ઘરમાંથી ૧૭ ઘર દટાઈ ગયાં. ૯૩ જણને બચાવી લેવાયા, પણ બચાવકાર્ય બંધ કરી દેવાતાં બાકીનાની લાશ કાઢી શકાય નહીં.
મોત માથે આવ્યું: ઊંચા ડુંગર પરથી ભેખડ ધસી આવી ને ઈર્શાળવાડી ગામના આદિવાસીઓનાં અનેક ઘરને જમીનમાં ગરક કરી દીધાં. બીજો વિકલ્પ નહોતો એટલે નજીકની જ જમીનમાં ખાડા ખોદી મૃતકોને દફનાવવામાં આવ્યા.
Diese Geschichte stammt aus der August 07, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 07, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.