આ માસ્તર મારતો નથી, નરી મોજ જ કરાવે છે...
Chitralekha Gujarati|August 14, 2023
‘શિક્ષક ખરો ને બાળદોસ્ત એ ઝાઝેરો, બાળકો સાથેનું ગમતીલું એનું કામ’ સ્વરચિત કાવ્યપંક્તિથી પોતાનો પરિચય આપતા યુવાન ગુરુજી ‘રઘુ રમકડું’ની શિક્ષણપદ્ધતિ એવી છે કે બાળકો સ્કૂલે જવા રીતસર જીદ પકડે છે. ચાલો બેસીએ, ગીત-સંગીત, નૃત્ય-નાટ્ય, રમકડાંથી અભ્યાસ કરાવતા આ માસ્તરના વર્ગમાં.
જયેશ દવે (ભાવનગર)
આ માસ્તર મારતો નથી, નરી મોજ જ કરાવે છે...

કલાસની વચ્ચે ઊભેલા શિક્ષકે પોતાના શરીર પર એવી રીતે સેલોટેપ લગાડી છે કે જેથી ગુંદરવાળો ભાગ બહારની બાજુ રહે. ફર્શ પર પ્લાસ્ટિકના દડાભરેલી ટોપલીઓ પડી છે. બે-બે વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે ટોપલીમાંથી બૉલ ઉપાડી એ સેલોટેપ પર ચોંટાડવા. એક મિનિટમાં કેટલા બૉલ ચોંટાડ્યા એ ગણવાના.. આખી રમત દરમિયાન અને નાના ટાબરિયા વિદ્યાર્થી તાળીઓ પાડીને બીજાને પાનો ચડાવે.

આ કોઈ કલ્પનાચિત્ર નથી, અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાની એક પ્રાથમિક શાળાના વર્ગખંડનું આ દશ્ય છે. છે ને મજા પડે એવું?!

આ પ્રયોગશીલ શિક્ષક એટલે રાઘવભાઈ કટકિયા. જો કે શિક્ષણ ક્ષેત્રે એમની ઓળખ રઘુ રમકડું સર તરીકેની. આ ઓળખ એમના માટે નાનપની નહીં, સમ્માનની છે, કારણ કે એમનાં રમકડાંઓથી જ હજારો બાળકોને એમનું ગમતું વિશ્વ મળ્યું છે.

અમરેલી જિલ્લાના સાજિયાવદર ગામના પ્રજાપતિપરિવારના આ રાઘવના પરિવારમાં કોઈ શિક્ષક નથી, પરંતુ વ્યવસાયે ઈંટો પાડવાનું કામ કરતા આ પરિવારમાં ઊછરેલા, ઘડાયેલા રઘુને સતત વિચાર રહેતો મોટા ભાગનાં બાળકોને કેમ શાળાએ જવું ગમતું નથી? અને આ વિચારથી જ એ શિક્ષક બનવા પ્રેરાયા. પીટીસી કર્યું અને આખરે શાળાને જ પોતાનું કર્મ ક્ષેત્ર બનાવી.

કારકિર્દીનાં પ્રારંભિક વર્ષોમાં સરવડા સ્વામિનારાયણ ગુરુકુળ અને દ્વારકા જિલ્લાના કલ્યાણપર તાલુકાની હનુમાનધાર પ્રાથમિક શાળામાં સેવા બજાવ્યા બાદ ૨૦૧૫માં અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મિતિયાણાની પ્રાથમિક શાળામાં સેવારત થયા. આ નાનકડા ગામની નાની શાળામાંથી શિક્ષણ ક્ષેત્રે નાવીન્યપૂર્ણ પ્રયોગ સાથે પ્રખ્યાત થયેલા રઘુ રમકડાનો જન્મ થયો.

Diese Geschichte stammt aus der August 14, 2023-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der August 14, 2023-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
Chitralekha Gujarati

નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર

ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.

time-read
2 Minuten  |
October 28, 2024
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
Chitralekha Gujarati

બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!

પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.

time-read
4 Minuten  |
October 28, 2024
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
Chitralekha Gujarati

સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?

‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.

time-read
3 Minuten  |
October 28, 2024
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
Chitralekha Gujarati

દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન

બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?

time-read
3 Minuten  |
October 28, 2024
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
Chitralekha Gujarati

એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?

બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...

time-read
3 Minuten  |
October 28, 2024
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
Chitralekha Gujarati

લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...

નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.

time-read
4 Minuten  |
October 28, 2024
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
Chitralekha Gujarati

ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન

મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?

time-read
1 min  |
October 28, 2024
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
Chitralekha Gujarati

ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...

નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.

time-read
4 Minuten  |
October 28, 2024
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
Chitralekha Gujarati

એક ફોન કૉલ ને માણસ કંગાળ..

સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?

time-read
7 Minuten  |
October 28, 2024
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
Chitralekha Gujarati

પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...

અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.

time-read
4 Minuten  |
October 28, 2024