CATEGORIES
Categories
પંજાબ કોંગ્રેસની સમસ્યાનો અંત નથી
પંજાબ કોગ્રેસ માટે આગામી દિવસો બહુ મુશ્કેલ છે. રાજસ્થાન, છત્તીસગઢની સમસ્યાઓ તો પેન્ડિંગ પડી છે.
કાંથીની ત્રણસો વરસ જૂની દુર્ગાપૂજા દેખાડે છે ધર્મ અને વિજ્ઞાનનું મિલન!
દુર્ગાપૂજા લોકઉત્સવ છે, સાથે આસ્થાનું શક્તિ પ્રદર્શન પણ છે. લોકો પૂજા દરમિયાન મતભેદ ભૂલી ઉત્સવના મિજાજમાં આવી જાય. દરેક પૂજાનો એક અલગ પરિચય બને એટલે થીમ પ્રથા આવી, પણ સદીઓથી ઊજવાતી પૂજાઓનો પોતાનો ઇતિહાસ છે.
દુધાળા પશુઓની આગવી ઓળખ - બારકોડેડ ટેગ
દેશભરના પશુઓના આધારકાર્ડ સમાન ટૅગથી તેના આરોગ્યનો તમામ ડેટા એક ક્લિક પર સાચવી શકાશે, ગમે ત્યારે મેળવી શકાશે. તેના કારણે પશુઓમાં રોગચાળાને નાથવા સમયસર તકેદારીનાં પગલાં લઈ શકાશે. પશુપાલકોને મળતી સહાય માટે પણ ડેટા ઉપયોગી બની શકશે. રખડતાં ઢોરને નાથવામાં પણ બારકોડેટ ટૅગના આધારે એકત્ર થયેલો ડેટા ઉપયોગી થઈ શકે તેમ છે.
ઉત્સવની વાંસળી વાગી, આવો દુર્ગા...
એવી ધારણા માં હંમેશાં ફેરવી નાખે છે, જેમાં સંતાનો પર આફત આવવાની હોય. આ તો જગત-જનની જગદંબા કૈલાસથી ધરતી પર આવવાની ઘડી છે, તેમાં આસુરી શક્તિ ક્યાં ફાવશે..!
પાણીની તંગીથી પીડાતા કચ્છમાંગામેગામ સેલોર-વાવ
કચ્છની મોટા ભાગની સેલોર-વાવની સ્થિતિ દયનીય છે. સેલોરની ઉપયોગિતા રહી ન હોવાથી બુરાઈ જાય છે. જોકે અમુકની જાળવણી પણ કરવામાં આવે છે. આધુનિક સમયમાં પણ ક્યાંક ક્યાંક લોકો સેલોર બનાવે છે.
બેંગાલી ફૂડની ચટપટી ચેટ
આપણે આપણી રીતે ચોનાચૂર, પૈયાજી, મોશલામુરી, કોચુરી, આલુકબલી 'ને નારકેલ નારુ ખાઈએ છીએ. ફરક એટલો કે બંગાળીઓ એ બધું બંગાળી છે એમ માનીને ખાય છે અને આપણે એવું કશું વિચાર્યા વગર. જય હો ભારત મૈયા કી.
પંજાબમાં કોંગ્રેસ નિર્ણાયક બની, હવે બાજી જીતી શકાશે?
અત્યારે તો કોંગ્રેસે પંજાબમાં તેનું ઘર વ્યવસ્થિત કર્યું એ જ મોટી ઉપલબ્ધિ છે, પરંતુ એ સાથે રાજસ્થાન અને છત્તીસગઢમાં પક્ષના અસંતુષ્ટો વધુ સક્રિય બન્યા છે, એ તરફ હવે પક્ષના મોવડીઓએ લક્ષ આપવાનું શરૂ કર્યું છે. એ સારી નિશાની છે.
દેશમાં કાયદાની તવારીખ! કોલકાતા હાઈકોર્ટનાં ૧૬૦ વરસ...
આપણા દેશમાં અંગ્રેજોએ કોર્ટો બનાવી તે પહેલાં પણ ન્યાય વ્યવસ્થા હતી. કાયદો અને કલમો પાછળથી લખાઈ, પણ તેમાં સુધારો કરવાનો ક્રમ બહુ ધીમો રહ્યો છે.
દૂધઈ ગામનો ૧૪ વર્ષનો કિશોર જૈન દીક્ષા લેશે
દીક્ષા બીજી ડિસેમ્બર, ૨૦૧૧ના રોજ ચેન્નઈ ખાતે યોજાવાની છે. પ.પૂ. આચાર્ય ભગવંત તીર્થભદ્ર સૂરિશ્વરજી મ.સા.ના સંવાડામાં અત્યાર સુધીમાં ૩૭ મુનિવરોની દીક્ષા થઈ છે. તીર્થની દીક્ષા ૩૮મી છે. બાળમુનિ તરીકે તીર્થ પહેલો જ છે.”
ઢળતી સાંજનો સથવારો 'જિંદગી'
વ્યક્તિ વૃદ્ધ થાય અને પરિવારનો સહારો ના મળે તો તેને વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડે છે અથવા પોતાના જ ઘરમાં પારકા બનીને મનમારી પરાણે રહેવાનું થાય છે. જેના કારણે તેમને જીવનમાંથી રસ ઊડી જાય છે અને બાકીનું જીવન મરી-મરીને પસાર કરે છે. આ વડીલોને ઉંમરનો પડાવ પાર કર્યા પછી પણ નવા જીવનની રાહ પર લઈ જવા માટેનું સ્થળ એટલે ઝિંદગી સેન્ટર.
જુદી-જુદી ધાતુનાં વાસણોનો ઉપયોગ અજમાવો, પરિવારની તંદુરસ્તી બનાવો
પ્લાસ્ટિક અને કાચનાં વાસણો ભલે એટ્રેક્ટિવ દેખાતાં હોય, પણ જો સ્વાથ્યની વાત કરીએ તો અન્ય ધાતુની સરખામણીમાં તે સહેજપણ ગુણકારી નથી. એવું જ કંઈક આપણે નોનસ્ટિકના સંદર્ભમાં પણ કહી શકીએ. પ્લાસ્ટિકના તો ના પરિવારના સ્વાથ્ય માટે સારા છે, ના પર્યાવરણ માટે. તેથી જ હવે લોકોમાં જ્યારથી હેલ્થ ઇઝ વેલ્થ અને પહેલું સુખ તે જાતે નર્યા જેવી સમજ આવી રહી છે ત્યારથી તાંબા-માટીનાં વાસણોના ઉપયોગની ડિમાન્ડ વધી છે. ટ્રેડ હવે ફરીથી યુ-ટર્ન લઈને તાંબા-માટીનાં અને લોખંડનાં વાસણો તરફ વળ્યો છે. જુદી-જુદી ધાતુનાં વાસણોનો ઉપયોગ શરીર માટે અને પરિવાર માટે હિતકારી છે – સ્વાથ્યવર્ધક છે એવું હવે લોકો માનવા લાગ્યા છે અને તેથી જ રોજિંદા જીવનમાં જુદી-જુદી ધાતુનાં વાસણોના ઉપયોગને સ્થાન આપી રહ્યા છે.
એક દિન બિક જાયેગા માટી કે મોલ...
બિલ ગેટ્સ એકમાત્ર પ્રમુખ કે જેમના પત્નીજીએ પ્રમુખપદની ચૂંટણી લડી, બાકી બસ્સો વર્ષના ઇતિહાસમાં આવું કશું જ ના મળે
- અને હવે ગુજરાતના નવા પ્રધાનોએ પાઠ શીખવા પડશે
પક્ષના મોવડીઓએ તો આખા પ્રધાનમંડળને નવો ચહેરો આપીને એક નવા પ્રયોગનો રેકોર્ડ તો કર્યો, પરંતુ આ પ્રયોગ સફળ રહે તો જ તેનું સાર્થક્ય ગણાશે. અન્યથા આવા રેકોર્ડનું કોઈ મૂલ્ય રહેવાનું નથી.
રૂપાણીની વિદાય : ગુજરાતથી ઓપરેશન અટકવાનું નથી
રૂપાણીની મુખ્યપ્રધાનપદેથી વિદાય ઘણાને ગમી નથી. આવો અણગમો ધરાવનારા લોકો પણ જાણતા હતા કે રૂપાણી વહીવટીતંત્ર પર અપેક્ષિત નિયંત્રણ રાખી શકતા નથી.
શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન ડી જરૂરી
શરીરને કાયમ સ્વસ્થ રાખવા માટે જેમ કસરતનો સહારો લેવામાં આવે છે, એવી જ રીતે તેની માટે આહારમાં યોગ્ય વિટામિનનો પણ સમાવેશ કરવો જરૂરી છે. સાથે જ ખોરાકમાંથી યોગ્ય વિટામિન મળે તે જોવું અનિવાર્ય છે. ખાસ કરીને વિટામિન ડી શરીર માટે ખૂબ જ ઉપયોગી છે.
કોરોનાની ત્રીજી લહેરથી બચાવ અને રક્ષણઅપના હાથ જગનાથ...
કોરોનાથી બચાવ અને રક્ષણ માટે કેટલાક સર્વસામાન્ય નીતિનિયમો છે જેનું ચુસ્તપણે નિયમિતપણે પાલન જ આપણને કોરોનાથી સુરક્ષિત રાખી શકે એમ છે
અધ્યાત્મ માર્ગના યાત્રી સાક્ષરવર્ય રાધેશ્યામ શર્મા
અધ્યાત્મ માર્ગના અનોખા પ્રવાસી. કથાકારની પારિવારિક પરંપરાને અપનાવીને સાતેક વર્ષ તેમણે પણ પિતાશ્રી સિતારામ શર્માને પગલે ચાલીને ભાગવત કથા-કીર્તન કર્યા.
તમે પણ પેઇન કિલરના આદી નથી બની ગયા ને!
કમરમાં દુખાવો થયો પેઇન કિલર લઈ લો, માથું દુખે છે – પેઇન કિલર લઈ લો, ઘૂંટણ દુખે છે – પેઇન કિલર લઈ લો. પેટમાં દુખાવો થાય છે – પેઇન કિલર લો. ઇનશોર્ટ શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થાય છે તો રાહત મેળવવા પેઇન કિલર એટલે દર્દનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં સુધી મર્યાદિત રીતે પ્રસંગોપ્રાત પેઇન કિલર લેવામાં આવે ત્યાં સુધી તો બહુ ચિંતા જેવું નથી હોતું, પણ દુખાવાને સતત નજરઅંદાજ કરીને રાહત મેળવવા પેઇન કિલરનો અતિરેક થાય ત્યારે કેટલીકવાર પરિસ્થિતિ વણસી જતી હોય છે.
દિવસમાં કેટલી વખત જમવું જરૂરી?
મોટા ભાગના લોકોને એમ કહેવાની મજા આવતી હોય છે કે પોતે ખાસ ખાતા નથી. જો ખરેખર માપ કાઢવામાં આવે તો સ્ત્રીઓ લગભગ રપ૦૦ કૅલરી અને પુરુષો ૩૦૦૦ કૅલરી સરેરાશ આરોગતા હોય છે.
ભૂપેન્દ્ર પટેલનો માર્ગ કંટકાકીર્ણ છે, સમજીને ચાલવું પડશે
ભૂપેન્દ્રભાઈનો માર્ગ કંટકાકીર્ણ છે, આ માર્ગ તેમણે જ કંડારેલો છે. તેમણે સમજીને પગલાં માંડવા પડશે.
એક વખત બ્રશ કરવું કે બે વખત?
યોગ્ય રીતે દાંતને બ્રશ નહીં કરવાના ગેરફાયદા ઘણા છે અને દાંત અને પેઢામાં બેક્ટરિયા પેદા થાય છે.દાંત સાફ અને પેઢા તંદુરસ્ત રાખવાથી ડૉક્ટરની બિહામણી ડ્રીલ (શારડી)નો સામનો કરવો પડતો નથી.
કેટલી ઊંઘ જરૂરી?
ચાલીસ હજાર લોકોને આવરી લેતા એક ત્રીજા સરવેમાં જણાયું કે મગજનું કામ બરાબર ચાલે તે માટે સાતથી આઠ કલાકની ઊંઘ પૂરતી છે
ચિરંજીવીઓની અનાદિકાળથી ચાલી આવતી કથાનું વર્તમાનમાં નવતર પ્રાગટ્ય...
કથાઓ અને એના સારરૂપ બોધને સર્જક દ્વયે પોતાની કલ્પનાશક્તિનો પૂરેપૂરો લાભ આપીને જરા અલગ રીતે, પોતાની શૈલીમાં રજૂ કર્યો છે
ન્યૂ વર્કકલ્ચર અને ગમતું કામ કરવાની આઝાદી
લોકો પોતાનું સપનું સાકાર કરી શકે, ભલે એમની પાસે કૉલેજની ડિગ્રી ના હોય, ભલે તેઓ ખાનગી નોકરીમાં કોઈ પણ સ્થાને હોય. તમે નાના રોજગાર શરૂ કરીને, કલાકાર કે સર્જક બનીને પોતાના નિયમો પ્રમાણે કાર્ય કરો એવું હું ઇચ્છું છું. તમે જેવા વિશ્વમાં રહેવા ચાહો છો એનું નિર્માણ તમે જ કરો
રાજ્યના નવા મુખ્યપ્રધાન ચૂંટણી વિજયની ફોર્મ્યુલા
જે સ્થિતિ અને સંજોગોમાં તેમને ગુજરાતના મુખ્યપ્રધાન બનાવાયા છે તેમાં તેમની પાસેથી લોકોની અને પક્ષના મોવડીમંડળની ઘણી અપેક્ષાઓ રહેવાની. આગામી વિધાનસભાની ચૂંટણી ભાજપને જીતાડવાની છે. આ મુખ્ય ઉદ્દેશ સાથે જ તેમને આ પદ સોપવામાં આવ્યું છે.
૫. બંગાળમાં પેટા ચૂંટણી ચૂંટણી પંચ શંકાથી પર બન્યું
પશ્ચિમ બંગાળમાં પેટા ચૂંટણીની જાહેરાત દ્વારા ચૂંટણી પંચે ફરી એક વાર તેની નિષ્પક્ષતા પુરવાર કરી છે.
દેવી પૂજાય છે, સાથે કલા પણ પૂજાય છે!
આ શરદ ઋતુમાં કુટિર શિલ્પને પ્રોત્સાહન મળશે. તાજેતરમાં બે અલગ ક્ષેત્રના શિલ્પીઓને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કારો વસ્ત્ર મંત્રાલય દ્વારા ઘોષિત થયા.
ટ્રેન: પાટા પર સરકતું અજગરી આશ્ચર્ય
માણસોને ટ્રેન આટલી બધી કેમ ગમે છે એ પ્રશ્ન એકથી વધારે લોકો પૂછતાં રહે છે. ઇન્ટરનેટ પર એક યુઝર જવાબ આપે છે ટ્રેન કોઈ શ્વાસ લેતા અને છોડતા જીવંત પ્રાણી જેવી ભાસતી હોવાથી એ આપણને અત્યંત પસંદ પડે છે. ટ્રેન અતીત, વર્તમાન અને ભવિષ્યનું પાવરહાઉસ છે. શક્તિ, ઝડપ અને ઇચ્છાઓનું જ એક જબરદસ્ત પૅકેજ.
ભારત-અફઘાન સંબંધમાં તાલિબાની અધ્યાય કેવો હશે?
અફઘાનિસ્તાન વિશે પોતાનું ડૉક્ટરેટ કરી ચૂકેલા પ્રા. શાંતિ મૅરિયટ ડિસૂઝા કહે છે, 'ભારત પાસે બે માર્ગ છે. એક કે તે અફઘાનમાં રહે અથવા તો પછી બધું બંધ કરીને '૯૦ના દાયકાવાળી ભૂમિકામાં આવી જાય.
જીવસેવા એ જ શિવસેવાને સાર્થક કરતાં શિક્ષક દંપતીની અનોખી પહેલ
શ્રાવણ માસની શરૂઆત થાય એટલે નિયમિત મંદિર નહીં જનાર વ્યક્તિ પણ પ્રભુ શિવની આરાધના કરે છે અને તેમના પર દૂધનો અભિષેક કરવામાં આવે છે. જ્યારે શિવલિંગ પર દૂધ ચઢાવાય છે ત્યારે એવો વિચાર સુધ્ધાં પણ કોઈ કરતું નથી કે આ દૂધ ક્યાં જઈ રહ્યું છે. કદાચ તેનો નિકાલ નાળામાં પણ થતો હોય. દૂધના આ વ્યર્થ ઉપયોગને ટાળવામાં આવે અને તેને યોગ્ય જગ્યાએ પહોંચાડવામાં આવે એવી સેવા ચરોતરના એક દંપતીએ કરી છે.