CATEGORIES
Categories
પરણવું તો આવી રીતે...
સ્થળસંકોચને કારણે ચિત્રલેખાના વેડિંગ સ્પેશિયલ અંકમાં તેનીશાને કોઈ લેખ લખવા ન મળ્યો એની કસર પૂરી કરવા લો લઈ આવી છું વિશ્વના દેશોની ચિત્ર-વિચિત્ર લગ્નપરંપરા..
નાની ચિપનો મોટો ડખો..
ગેજેટ્સ, કમ્યુનિકેશન ડિવાઈસસ, અત્યાધુનિક મેડિક્લ ઈક્વિપમેન્ટ તથા ઍવિયેશન-સ્પેસ ટેક્નોલૉજીને જેના વિના ચાલતું નથી એ સેમિકન્ડક્ટર્સ અને માઈક્રોચિપ્સની શૉર્ટેજે હમણાં ઘણા ઉદ્યોગોને લક્વાગ્રસ્ત કરી નાખ્યા છે. ક્રૂડ ઑઈલને બદલે દુનિયાના નવા બળતણ તરીકે ઓળખવામાં આવતા સેમિકન્ડક્ટર્સના નિર્માણમાં આત્મનિર્ભર બનનારો દેશ જ આગામી સમયમાં દુનિયા પર શાસન કરશે.
જોઈ લો, આવાં હતાં આપણાં બસ-સ્ટેન્ડ!
એક જમાનો હતો જ્યારે અમદાવાદની મ્યુનિસિપલ બસ-સેવા (એએમટીએસ) અને એસટી બસની સેવા વખણાતી. એનું કારણ કદાચ એ પણ હતું કે લોકો પાસે બીજો વિકલ્પ નહોતો.
આંબેડકરના અભ્યાસુ અમદાવાદી
અમદાવાદના લેખક-પત્રકાર કિશોર મકવાણાએ દલિત ઉદ્ધારક અને બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં જીવનદર્શનનાં દસ સહિત કુલ ૩૮ પુસ્તક લખ્યાં છે, જેમાં કોમનમેન પી.એમ નરેન્દ્ર મોદી એ પુસ્તક ગુજરાતી, હિંદી સહિત ચાર ભાષામાં અનુવાદિત થયું. એ પુસ્તક પરથી તો પછી હિંદી વેબ-સિરીઝ પણ બની હતી.
ચાર નારીનું સહિયારું જળસાહસ
લૉકડાઉનના દિવસોમાં કંઈક અલગ કરવાની ધૂન ચઢી અને એમાંથી વડોદરાનાં આ ડ્રેસ ડિઝાઈનરે કરાવ્યું અન્ડરવોટર ફેશન ફોટો શૂટ. એ પણ લેડીઝ ઓન્લી!
કાર્તિક-કરણનું કમઠાણ...
માહામારીની મહામોકાણ વચ્ચે સમાચાર આવ્યા કે કરણ જોહરની દોસ્તાના-રમાંથી કાર્તિક આર્થનની વિદાય.
ચાલી છે જીવ બચાવવાની જીદભરી ઝુંબેશ
આખા દેશમાં મેડિકલ ફીલ્ડના લોકો તો કોવિડ સામે સતત કામ કરી જ રહ્યા છે. સાથે સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ આ મહામારીની સામે જંગ માંડ્યો છે. રાજકોટમાં દસેક મહિના પહેલાં “વ્હૉટ્સઍપ' પર શરૂ થયેલું પ્લાઝમાં બ્લડ ડોનેશન ગ્રુપ આજે રાજ્યવ્યાપી બન્યું છે. રાજકોટ બેઠાં બેઠાં સ્વયંસેવકો વડોદરા તથા સુરત સુધીના દરદીને પ્લાઝમા જલદી મળે એવી વ્યવસ્થા કરે છે.
કોરોનાએ આપણને આ પણ શીખવ્યું!
ગુજરાતમાં કોરોના કાળો કહેર વર્તાવી રહ્યો છે. સરકારી આંકડા મુજબ અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં પ૦૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, એમાંથી લગભગ ૧૪૦૦ જેટલાં મૃત્યુ એકલા સુરતમાં થયાં છે. કોરોનાનો આ બીજો દૌર બહુ જીવલેણ સાબિત થયો છે. આ દોરમાં નવજાત બાળકોથી લઈને લગભગ દરેક વયજૂથના લોકો કોરોનાના ભરડામાં આવી ગયા છે. ન ધર્મ કે ન જ્ઞાતિ કે ન પ્રદેશ, કશું જ જોયા વિના કોરોના દરેક પર ત્રાટક્યો છે.
અમારું મિશન છે ક્લીન ક્રિકેટ ઈમેજ -એસ.એસ. ખંડવાવાલા (ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના ઍન્ટિ-કરશન યુનિટના વડા)
ક્રિકેટ સાથે ગુજરાતનો જૂનો નાતો રહ્યો છે. ગુજરાતવાસીઓ ક્રિકેટપ્રેમી પ્રજા છે. અત્યારે તો ચેતેશ્વર પૂજારા, રવીન્દ્ર જાડેજા, હાર્દિક અને કૃણાલ પંડ્યા, જસપ્રીત બુમરાહ તથા અક્ષર પટેલ સહિતના ગુજરાતવાસી ખેલાડી ક્રિકેટના કોઈ ને કોઈ ફોર્મેટમાં રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ગુજરાતના આટલા પ્લેયર્સ એકસાથે આંતરરાષ્ટ્રીય સ્તરે રમી રહ્યા હોય એવું આ અગાઉ ક્યારેય બન્યું નથી.
આ માટીના માલિક કોણ?
આજે ઘણા વડીલો બોલતાં સંભળાય છે કે દેશમાં ચૂંટેલી સરકારના બદલે રાજાના રાજ્યમાં પ્રજા વધુ સુખી હતી. રાજા પ્રજાનાં કલ્યાણ માટે સતત જાગ્રત રહે. નાનામાં નાના માણસની એ કાળજી લેતા.
...પણ પાકિસ્તાની અજગર તો નહીં ઘૂસી જાય ને?
તાલિબાન અને અલ-કાયદા જેવાં આતંકી સંગઠનો સામે અડધો-પડધો જંગ જીતી અમેરિકા વીસ વર્ષે અફઘાનિસ્તાનમાંથી એનું લશ્કર પાછું ખેંચી લેવાનું છે એનાથી ભારત માટે કેટલો ખતરો?
રદ્દીમાંથી ફરી બેઠો થયો ગાંધીચિત્રોનો ઈતિહાસ!
મહાત્મા ગાંધીની પ્રેરણાથી ચિત્રકાર બનેલા છગનલાલ જાદવે પછી તો બાપુના અનેક સ્કેચ દોર્યા. કાળક્રમે એમની એ ચિત્રપોથી વેચાઈને ફરતી ફરતી અમદાવાદની ગુજરી બજારમાં પહોંચી. એક ઈતિહાસકારની મહેનતથી એના પરથી એક પુસ્તિકા બની, જે વડા પ્રધાનના હાથમાં ગઈ. પછી તો દિલ્હીમાં એ ચિત્રોનું એક્ઝિબિશન યોજાયું અને હમણાં છગનભાઈની જન્મભૂમિ એવા અમદાવાદમાં એક દિવસ માટે એ સ્કચ પ્રદર્શિત કરવામાં આવ્યા
ચારણી સાહિત્યના સાગરનો મરજીવો
સૌરાષ્ટ્રના મજાદર-કાગધામ ખાતે દર વર્ષે મોરારિબાપુની પ્રેરણાથી આપવામાં આવતા ‘કાગ’ એવૉર્ડ માટે આ વખતે સ્વર્ગીય મનુભાઈ ગઢવી અને બળવંત જાનીની પસંદગી થઈ છે. ‘ગુજરાતી ભાષા સાહિત્ય ભવન’ના અધ્યક્ષ રહી ચૂકેલા ડૉ. જાની ચારણી સાહિત્યના ઊંડા અભ્યાસુ છે. ડાયસ્પોરા લિટરેચરમાં પણ એમનું ખેડાણ નોંધપાત્ર છે. ‘કાગ’ એવૉર્ડ નિમિત્તે આ જાણતલ વ્યક્તિ સાથે થોડી ગોઠડી.
પ્રામાણિકતાનું વસ્ત્રાહરણ
માણસનો સ્વભાવ વિલક્ષણ છે. ક્યારેક બે માકડા એવા મળે કે માનવતાની પ્રતિષ્ઠા થાય. ક્યારેક બે છેડા એવા વિખૂટા પડે કે ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ જેવો વિરોધાભાસ રચાય.
સ્વીટ, તાજગીસભર આજની આપણી વાત...
કોવિડ-૧૯ના કેસમાં ફરી એક વાર આવેલા ઉછાળાને લીધે સિનેમાઘરમાં નવી ફિલ્મોની રિલીઝ ફરી એક વાર લથડી શકે છે, પણ ઓટીટી મંચ પર એક પછી એક મનોરંજન, જેમ કે વીતેલા વીકએન્ડમાં ઓકે કમ્યુટ (ડિઝની હૉટસ્ટાર) એન્ટ્રી મારી. ૪૦-૪૦ મિનિટના છે એપિસોડ્યવાળી ફ્યુચરિસ્ટિક ભારતની વાત કરે છે.
નારીવાદ કરતાં વધુ વહાલો માનવતાવાદ વિશ્વવિખ્યાત હીરાની પેઢીના પારિવારિક ટ્રસ્ટ દ્વારા ચાલતી શાળાઓના સંચાલનમાં સક્રિય એવી આ યુવતીને લાવવું છે શિક્ષણ પ્રથમ આમૂલ પરિવર્તન. કોરોના કાળમાં ભણતરના પડકાર અને એમાંથી ખૂલેલા ઑનલાઈન એજ્યુકેશનના વિકલ્પ માટે પણ એ બહુ આશાવાદી છે.ફ્સસલ બકીલી
દાયકાઓ પહેલાં સૌરાષ્ટ્રથી આશરે ૧૫ KI લાખ લોકો રોજી-રોટી માટે સુરત આવ્યા ત્યારે પોતાની સાથે કાઠિયાવાડી સંસ્કૃતિ અને બોલી પણ લાવેલા, જેનું જતન એમણે બખૂબી કર્યું. એમાંથી મોટા ભાગના તો સુરતમાં જ વસી ગયા. હવે સુરત જ એમનું કાયમી સરનામું છે.
નાણાકીય વર્ષનો આરંભઃ સમય વર્તીને ચાલજો...
આ વરસે જીડીપી ગ્રોથ રેટ પોઝિટિવ થઈને દસથી ૧૨ ટકા આસપાસ પહોંચી જવાની આશા વ્યક્ત થઈ રહી છે. કંપનીઓનાં ક્વાર્ટરલી પરિણામ સુધારાતરફી બનતાં જાય છે. ડિમાન્ડ અને વપરાશને કરન્ટ મળવો શરૂ થયો છે. જીએસટી ક્લેક્શન ફરી મહિને એક લાખ કરોડ ઉપર જવા લાગ્યું છે. જો કે અત્યારે સૌથી મોટું અને અનિશ્ચિત જોખમ કોરોનાનું છે.
ગાય, બાઈ ને ભાઈ
મુંબઈમાં સની લિયોની નામનાં બહેન ફિલ્મોમાં એક્ટિંગ કરે છે અને ત્યાં તામિલનાડુમાં ડિડિગલ લિયોની નામના ભાઈ રાજકીય સભાઓમાં અફલાતૂન એકિટંગ કરી જાણે છે.
એક જહાજ ખરાબે ચડ્યું અને અટકી પડ્યો દુનિયાનો વેપાર
વિશ્વવેપારની ધોરી નસ ગણાતી સાંકડી સુએઝ કેનાલમાંથી મસમોટાં જહાજો પસાર કરાવવા સામે નિષ્ણાતો અગાઉ પણ ચેતવી ચૂક્યા છે. આ વ્યુહાત્મક દરિયાઈ માર્ગ વર્ષોથી પૂર્વ અને પશ્ચિમનાં રાષ્ટ્રોને જોડતો રહ્યો છે તો બીજી તરફ, આ ખૂબ મહત્ત્વનો રૂટ સતત વિવાદમાં પણ રહ્યો છે.
અનામતની લક્ષ્મણરેખા
આઝાદી સાથે કે એ પછીના ટૂંકા ગાળામાં દેશ સામે જે પ્રશ્ન આવીને ઊભા રહ્યા એમાંથી એક હતો અનામત એટલે કે સરકારી નોકરી, ધારાસભા તથા શૈક્ષણિક સંસ્થામાં અમુક વર્ગના લોકો માટે રિઝર્વેશનનો.
નજર રાખો આ દર્પણ જેવી!
લક્ષ્ય હાંસલ કરવા માટે શારીરિક ક્ષતિ પ્રગતિના માર્ગે આડે આવતી નથી. એક વખત માણસ એની મંજિલ ઠેરવી લે તો એને કોઈ રોકી ન શકે. વડોદરાનો યુવાન દર્પણ ઈનાની દૃષ્ટિહીન છે. કિશોરાવસ્થામાં જ એણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું નક્કી કર્યું હતું. એ યુવકે આજે પોતાનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે.
ચૈત્રી નોરતાંનું અનુષ્ઠાન... ચાલો, ગિરનાર
વિશ્વના સૌથી લાંબા અને મોટા નૃત્યોત્સવ તરીકે આપણે સૌ આસો માસની નવરાત્રિને ઊજવીએ છીએ અને માતાજીના ગરબાની સાથે પ્રાચીન–અર્વાચીન ગરબી દ્વારા આદ્યશક્તિની આરાધના કરીએ છે. જો કે આપણા અમુક પ્રાચીન ધર્મગ્રંથોમાં ભક્તિ અને શક્તિના સમન્વયના ઉત્તમ પર્વ તરીકે ચૈત્રી નવરાત્રિનો ઉલ્લેખ છે. માતાજીનાં અનુષ્ઠાન અને આરાધના માટે ચૈત્રી નોરતાં ધાર્મિક રીતે વધુ મહત્ત્વ ધરાવે છે.
ગોમતીમાં ગંદકીઃ મહેનત પર લીલ અને વેલ ફરી વળે છે...
જય રણછોડ...ના નારા સાથે ધોળી ધજાઓ લઈ રણછોડરાયના દર્શનાર્થે હજારો લોકો યાત્રાધામ ડાકોર જતા હોય છે. માન્યતા પ્રમાણે મોટાં તીર્થસ્થાનોની યાત્રા કરીને આવ્યા પછી પણ ઘણા લોકો ડાકોરના દર્શનાર્થે અવશ્ય જાય. એમાંય હોળી-ધુળેટી પર્વ આવે એટલે ડાકોર તરફ જતા તમામ માર્ગો પર પગપાળા સંઘો જોવા મળે.
અહીં કયાં કોઈને સુધરવું છે?
મહિને એકસો કરોડના વસૂલી કૌભાંડમાં ધાર્યા પ્રમાણે જ હજી કોઈ માથું વધેરાયું નથી. સર્વોચ્ચ અદાલતે આખા મામલે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી નાખ્યું છે, પણ ભ્રષ્ટાચારની ગાડીનું એક પણ પૈડું છૂટું પડવા તૈયાર નથી.
ઈતના સન્નાટા ક્યૂં હૈ, ભાઈ..?
૯ એપ્રિલથી ‘આઈપીએલની ૧૪મી સીઝન શરૂ થઈ રહી છે. કોરોનાના બીજા મોજાના ભયને પગલે આ ટુર્નામેન્ટ પ્રેક્ષકો વિના રમવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આની અસર રમત-ખેલાડી તથા અમ્પાયર પર કેવીક પડશે?
અંગત પીડાને સમાજોપયોગી બનાવવાની અનોખી દાસ્તાન
બે વર્ષની પૌત્રીને કૅન્સરે છીનવી લીધી એટલે એલ ઍન્ડ ટી’ના ગ્રુપ ચૅરમૅન અનિલ નાયક અને એમના કુટુંબે બીજા લોકોને આ બીમારી સામે ઉમદા સારવાર આપવા નવસારીમાં શરૂ કરી છે કૅન્સર હોસ્પિટલ.
હોળી પ્રગટાવો, પણ...
દેશના ઉત્સવપ્રિય લોકોમાં હોળીનું ખૂબ આકર્ષણ છે. જો કે હોળીમાં અસંખ્ય વૃક્ષનું નિકંદન નીકળી જાય છે. વળી, ઝાડનાં લાકડાં સળગાવવાથી વાતાવરણમાં અંગારવાયુ (કાર્બન ડાયોક્સાઈડ)ની માત્રા વધી જાય છે. વૃક્ષ કપાતાં લાંબે ગાળે પર્યાવરણ પર માઠી અસરો થાય છે.
હાઈલ્લા... આલિયા... અહીંયા?
રઘુએ ૨૦૨૦ના માર્ચમાં થિયેટરમાં છેલ્લી ફિલ્મ અંગ્રેઝી મિડિયમ જોયેલી.
ભક્તિનો રંગ... શ્રદ્ધાની ડૂબકી
દેવભૂમિ ઉત્તરાખંડમાં ગંગા તટે વસેલા હરિદ્વારના આંગણે મહાકુંભનો આરંભ થઈ ગયો છે. આસ્થાળુઓ માટે કુંભ એટલે એક મહાપર્વ. પ્રયાગરાજ, ઉજ્જૈન, નાસિક કે હરિદ્વાર... જ્યાં કુંભ હોય ત્યાં આવા આસ્થાળુઓ પવિત્ર જળમાં એક ડૂબકી લેવા તરસતા હોય. તસવીરકારો માટે પણ કુંભ એટલે જાણે મોટો ઓચ્છવ. મુંબઈના આવા જ એક કુંભ‘ભા’ ફોટોગ્રાફર મહેન્દ્ર પરીખે ‘ચિત્રલેખા’, ‘ઈન્ડિયન એક્સપ્રેસ” તથા “હિંદુસ્તાન ટાઈમ્સ વતી પાછલાં વર્ષોમાં પાંચ મહાકુંભ તથા અર્ધકુંભમાં તસવીરી ડૂબકી લેવાનો લહાવો મેળવ્યો છે. આપણે પણ મેળવીએ એમના તસવીરી ખજાનાની એક ઝલક...
બાવરા હો ગયા હૈ કે?
૧૩ વર્ષ પહેલાં આવેલી ચક દે ઈન્ડિયામાં વાતે વાતે પિત્તો ગુમાવતી કોમલ ચોટાલાની ભૂમિકા ભજવનારી અભિનેત્રી ચિત્રાશી રાવત થાદ છે? એક સમયે ઈન્ડિયન હૉકી પ્લેયર રહી ચૂકેલી ચિત્રાએ ચક દે...