CATEGORIES
Categories
કારણથી તારણ તરફ લઈ જતી સમજણ
આત્મનિરીક્ષણ પછી આવતાં આંસુ આનબળાઈની નિશાની નથી, નિષ્કર્ષનો સ્વીકાર છે. એમાં અનેક સારા-માઠા પ્રસંગો વણાયેલા હોય. ફ્લેશ-બૅકમાં લઈ જતાં સેપિયા સંવેદનો સમાયેલાં હોય, કોઈને કહી ન શકાઈ હોય એવી વાતોનું મૌન અને કહેવી નહોતી જોઈતી એવી વાતોનો ભાર પણ તણાયેલો હોય. આત્મનિરીક્ષણ એક એવી પ્રક્રિયા છે, જે બહુ મોડી કાર્યરત થાય તો અનેક વર્ષોનું નુકસાન જવાની શક્યતા રહે છે.
યુવાનોને સંદેશ આપવા બે જવાનોની દોડ
આજે દેશમાં અનેક યુવાન વધારે સમય સોશિયલ મિડિયા પર ગાળે છે. એમનાં જીવનમાંથી કસરતની તો બાદબાકી જ થઈ ગઈ છે. ઝાઝું ચાલવાનું એમને ગમતું નથી. પોષ્ટિક આહારના બદલે જન્ક ફૂડના આદિ થઈ ગયા છે. એવાં અનેક કારણસર યુવાન અલગ અલગ રોગનો શિકાર બની રહ્યા છે. બેઠાડુ જીવનશૈલીને લીધે ઘણા યુવાન ડાયાબિટીસ અને હાઈપરટેન્શનના દરદી બની ચૂક્યા છે. એ અંગે જનજાગૃતિની જરૂર છે.
જળના ભરોસે હોડીબાઈ નીસર્યા..
કાયાક એટલે કે એક કે બે જ વ્યક્તિ બેસી શકે એવી નાની હોડી લઈને એક ગુજરાતી સાહસિક નદીના પટ અને દરિયાનાં મોજાં પર છેલ્લા બે દાયકાથી ફરી-તરી રહ્યો છે. આ અઠવાડિયે એ નર્મદાની આવી જ એક રોમાંચક સફરે નીકળે એ પહેલાં આવો, એની આ પાણીદાર યાત્રા વિશે જાણીએ.
લોકો જોડાતા ગયા ને એક ફોજ રચાઈ ગઈ..
મુંબઈની કેટલીક સંસ્થા ગુજરાતી ભાષાના નિયમિત વર્ગો ચલાવે છે, જેનું સુખદ પરિણામ એ આવ્યું કે એમાં ગુજરાતી શીખેલાં યુવા બાલક-બાલિકા તથા એમનાં માવતર હવે બીજાને ગુજરાતી શીખવે છે.
કરરાહત-કરમુક્તિના દિવસો હવે પૂરા થતા જશે!
સરકારે કરરાહત અને કરમુક્તિના ગેરલાભ ઉઠાવતા વર્ગનો અભ્યાસ કરતાં જઈ ધીમે ધીમે આવી છૂટછાટ પાછી ખેંચવાનું શરૂ કરી દીધું છે. ટેક્સની આવક વધારવાનો આ પણ એક માર્ગ ગણાય.
મોટી આફત ટકોરા મારી રહી છે...
ઉત્તરાખંડની પહાડી વચાળે થયેલી વધુ એક દુર્ઘટના સૂચવે છે કે પ્રકૃતિ સાથેનાં ચેડાં આપણને મોંઘાં પડી શકે છે.
લંબી રેસ કા ઘોડા...
અવારનવાર સોશિયલ મિડિયાની લટાર મારતા રઘુને ક્યારેક અલભ્ય મોતી જડી જતાં હોય છે, જેમ કે આ અઠવાડિયે ઈન્સ્ટાગ્રામની મુલાકાત લેનારા રઘુને મળ્યા બચ્ચન સર. મુંબઈની સેન્ટ્રલ લાઈબ્રેરી અને આસપાસના વિસ્તારમાં શૂટિંગ કરેલા અને પાંચ દાયકા કરતાં વધુ સમયથી ફિલ્મ-રેસમાં દોડી રહેલા મહાનાયકે આ સાઈટ પર લખ્યું કે ૪૨ વર્ષ પહેલાં અમે જ્યાં દીવાર ફિલ્મની કલાઈમેક્સનું શૂટિંગ કરેલું ત્યાં ફરી એક વાર... પોલીસ ઑફિસર રવિ વર્મા (શશી કપૂર) પોતાના મોટા ભાઈ સ્મગલર વિજય વર્મા (અમિતાભ બચ્ચન)ને ગોળીથી વીંધી નાખે છે એ સીન જ્યાં શૂટ કરેલો એ તળ મુંબઈના બેલા પીઅર વિસ્તારમાં ફરી એક વાર ફિલ્મનું નામઃ મે ડે) શૂટિંગ કર્યું.
મુંબઈના રીઢા ગુનેગારોને માત આપશે...બૉન્ડ
ના, સૂટ-ગૉગલ્સ પહેરીને પિસ્તોલ ફાયર કરતો ૦૦૭ જેમ્સ બૉન્ડ નહીં, પણ પોલીસે ગુનેગારો પાસેથી બૉન્ડ એટલે કે ગુનો ન કરવાની બાંયધરી લેવાની પ્રથા અપનાવી છે એની આ વાત છે.
વાંચે તે વિચારે...
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે એમણે વાંચે ગુજરાત ઝુંબેશ શરૂ કર્યા પછી ખાસ કરીને ગુજરાતી પુસ્તકોનાં વેચાણ, વિતરણ અને વાચકોની સંખ્યામાં ઘણો વધારો થયો. સાથે પુસ્તકદાનની આપ-લેનો મહિમા વધ્યો. એ અસરકારક પણ બન્યો. એવી ઘટના સમયાંતરે બનતી રહે છે.
પોસ્ટખાતાને ધ્રુજાવતું ભૂજનું એજન્ટ કૌભાંડ
ખાતેદારોની ડિપોઝિટ પાકી ગયા પછી એ જ નંબર પર મુદત લંબાવી લાખો રૂપિયા સેરવી લેવાનું કાવતરું ક્યારથી ચાલતું હતું?
હોમમેડને પગાર: ઉમદા વિચાર કે ચર્ચા બેકાર ?
તાજેતરમાં એક રાજકીય પક્ષે એવું કહ્યું કે અમે સત્તા પર આવીશું તો ગૃહિણીને પગાર મળે એવી વ્યવસ્થા કરીશું. આમ ઘરકામ માટે ગૃહિણીનાં કામની યોગ્ય કદર થવી જોઈએ એવી ચર્ચા ફરી ચાલી છે ત્યારે જાણીએ નિષ્ણાતોનાં રસપ્રદ મંતવ્ય...
પેચીદું બનતું ખેડૂત આંદોલન
ફાઈવ ટ્રિલિયન એટલે કે પાંચ લાખ કરોડ ડોલરની ઈકોનોમીના લક્ષ્ય માટે દેશની ધોરી નસ સમાન કૃષિ ક્ષેત્રના પછાતપણાને દૂર કરવાનો ક્રાંતિકારી પ્રયાસ કારગત થવો મુશ્કેલ.
ચા-બા, યોગા-બોગા...
ડિસરપ્ટ યોગા એન્ડ ચાય ઈમેજ ઑફ ઈન્ડિયા...
કોઈને બોલતાં બંધ કરવાની જરૂર શું છે?
વાહનવ્યવહારની સગવડ મળી અને દૂરસંચારની સુવિધા ઉપલબ્ધ થઈ ત્યારથી દુનિયા નાની ને નાની થતી રહી છે. હવે તો ભૌગોલિક અંતર પણ મહત્ત્વનું રહ્યું નથી. ફેસબુક અને ટ્વિટર જેવાં સોશિયલ મિડિયાના વધતા ચલણને કારણે સામાન્ય માણસ પણ ક્ષણભરમાં દુનિયાના કોઈ પણ ખૂણે એના વિચાર પહોંચાડી શકે છે. એને હવે પોતાના મોબાઈલ ફોન સિવાય કોઈ સાધનની જરૂર નથી.
ક્યારે કાઢીશું કૃષિ કાયદાનો કકડાટ?
નફો વર્સિસ નફાખોરી...
આર્થિક વિકાસને રિઝર્વ બૅન્કનો પણ બૂસ્ટર ડોઝ
નાના રોકાણકારોને સરકારી સિક્યોરિટીઝ માર્કેટમાં સીધી રોકાણ તક, ડિપોઝિટ અને ધિરૉણમાં ટૂંક સમયમાં વ્યાજદરમાં ફેરફારની શક્યતા.
જોશી કે જોષી?
ઈન્ડિયન ટીવી ચેનલ પર રાડારાડ ને દેકારો જોઈને કંટાળેલી હનીશાએ યુટ્યૂબમાં પાકિસ્તાની ચેનલો પર સર્ફિંગ કર્યું તો એક ઠેકાણે વધારેલા બાલ-દાઢીવાળો ફોટો જોવા મળ્યો: અરે, આ તો મોદી સાહેબ..
આ તે જેલ છે કે ફાર્મ હાઉસ?
વડોદરામાં આકાર લઈ રહેલા નવા લીલાછમ કારાગૃહમાં કેવી છે સુવિધા કેદીઓ માટે?
જન્મદિને ગ્રામજનોને આપ્યું વીમાકવચ
પોતાના જન્મદિવસની ઉજવણી લોકો અલગ અલગ રીતે કરે છે. કોઈક ઘરે કેક કાપે તો કોઈક હોટેલ કે રિસોર્ટમાં પરિવાર કે મિત્રો સાથે પાર્ટી મનાવી પોતાનો જન્મદિન ઊજવે. ગોંડલના એક યુવાને વળી પોતાના જન્મદિવસે ગામના પચ્ચીસ પરિવારનાં જીવનને સુરક્ષિત કર્યા છે.
આ ફક્ત ચૂંટણી નથી, આઝાદીની બીજી લડાઈ છે...
ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી આ મહિને યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિશે કહે છેઃ 'ભાજપ ભલે ગુજરાતમાં જીતના દાવા કરે, પરંતુ એણે ૨૦૧૫ની ચૂંટણીનાં પરિણામ ભૂલવાં ન જોઈએ. આ વખતે પણ મતદારો ભાજપને સબક શિખવાડશે.'
પર્યાયની પાર જતો પ્રેમ
આમ તો જે સનાતન છે એના વિશે ફક્ત આવેલેન્ટાઇન્સના ઉપલક્ષમાં વાત કરવી આંશિક અને અધૂરી લાગે, છતાં વાત ન કરીએ કરાર ન વળે. દિલ કી ગિરહ બોલ દો, ચૂપ ન બેઠો કોઈ ગીત ગાઓ...
અહીં ઊજવાશે નિત્ય પુસ્તકપંચમી
ગુજરાત-રાજસ્થાનની સરહદે અરવલ્લી જિલ્લાનું માંડ છ-સાત હજારની વસતિ ધરાવતું અંતરિયાળ ગામ આકર્દ. ગામની આદર્શ સરકારી પ્રાથમિક શાળામાં આશરે પોણા ચારસો જેટલા વિદ્યાર્થીઓ ભણે. આવા નાના, પણ રમણીય ગામની પ્રાથમિક શાળા હાલ સમાચારોમાં ગાજી રહી છે. અને એનું કારણ છે શાળાના પરિસરમાં લોકસહયોગથી આશરે પંચોતેર લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું અદ્યતન પુસ્તકાલય.
સુદઢ સંગઠન, સુશાસન અને નરેન્દ્રભાઈનું નેતૃત્વ...આ છે અમારા વિજયની ગુરુચાવી! -વિજય રૂપાણી
૨૦૧૯માં લોકસભાની ૨૬માંથી ૨૬ અને ૨૦૨૦માં વિધાનસભાની પેટા ચૂંટણીમાં આઠેઆઠ બેઠક પર વિજેતા થયેલો ભાજપ હવે ૨૦૨૧માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સજ્જ છે. આ ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય થશે એવો દાવો ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી કરી રહ્યા છે. એ કહે છે કે ભાજપનો વિજયરથ તો ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીથી પણ આગળ જવાનો છે.
રાજસ્થાનઃ યુનેસ્કો હેરિટેજ સાઈટ્સ અમૂલ્ય સંસ્કૃતિનું સંરક્ષણ
પ્રકૃતિ જતન અને સાંસ્કૃતિક વારસાની દૃષ્ટિએ રાજસ્થાનનો ઈતિહાસ ખાસ્સો સમૃદ્ધ છે.
હૅપ્પી વૅલેન્ટાઈન્સ ડે, ડિયર...
હે રોમિયો-જુલિયેટ, હે હીર-રાંઝા, હે શીરી ફરહાદ કે પછી તમે પ્રેમી-પ્રેમિકા પોતાને જે નામે ઓળખાવતાં હો એ સર્વે જોગ લખવાનું કે વેલેન્ટાઈન્સ ડે આવી લાગ્યો છે. હવામાં મોહબ્બતની ખુશબો, હૈયામાં પ્રેમની સરવાણી ને મનમાં જાતજાતની પંક્તિ ફૂટી છે ત્યારે તનીશાને ચાનક ચઢી છે દુનિયાનાં અવનવાં પ્રેમપ્રકરણો વૅલેન્ટાઈન્સડ રેકૉર્ડ્સ પર લખવાની.
સાહસબાજ સુરતી નારીનું ટ્રકમાં ભારતભ્રમણ
માર્ગસુરક્ષાથી માંડી કોરોના બીમારી સામેના સંદેશા ગામેગામ પહોંચાડવા આ સન્નારીએ આદર્યો છે દસ હજાર કિલોમીટરનો ટ્રકપ્રવાસ.
સૂર્યપુરની ગાંધીયાત્રાના ગાઈડ
આઝાદીની લડત દરમિયાન ગાંધીજી સુરત કેટલી વખત આવ્યા હતા? બહુ ઓછા સુરતીઓને આ વિશે માહિતી હતી, પણ હવે એવું નથી.
શાર્દુલ ઠાકુર બનશે બીજો કપિલ દેવ?
ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટમાં ઑલરાઉન્ડ દેખાવ દ્વારા દેશને એ મુકાબલો જિતાડવામાં મોટું યોગદાન આપનારા આ ખેલાડીએ ભારે સંઘર્ષ વેઠી પોતાનું સ્થાન જમાવ્યું છે.
ભ્રમમાં રહેવાનું બંધ કરો...
દિલ્હીનું ખેડૂત આંદોલન હવે હાથબહાર જઈ રહ્યું છે. એમાં પણ પ્રજાસત્તાક દિને પાટનગરમાં જે હિંસા થઈ એણે તો અત્યાર સુધી શાંત રહેલા કિસાનોના વિરોધને કલંક લગાડી દીધું.
મળીએ, આ વર્ષના પદ્મશ્રી વિજેતાઓને...
છેલ્લા કેટલાક દાયકાથી ‘પદ્મ’ એવોર્ડ મોટે ભાગે ફિલ્મી હસ્તી કે દિલ્હી સુધીની પહોંચ ધરાવતા લોકોને જ મળે એવી એક છાપ ઊભી થઈ હતી. એ સામે પાછલાં થોડાં વર્ષથી સાવ છેવાડાના, ગામડાંમાં રહીને સાદું જીવન જીવતા, પણ સમાજ તથા દેશ માટે ખરા અર્થમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા લોકોને એવોર્ડ આપવામાં આવી રહ્યા છે. સમાજના સાચા હીરો તો આ જ લોકો છે. આવા લોકોનું બહુમાન થાય ત્યારે સામાન્ય માણસને પણ સારું જીવન જીવવાની પ્રેરણા મળે.