CATEGORIES
Categories
જીવનચક્ર ચાલતું રહેવું જોઈએ!
કોરોનાની મહામારીને કારણે આખી દુનિયાનું અર્થતંત્ર હચમચી ગયું. અસંખ્ય પરિવારોનું પાલનપોષણ કરતી મહિલાઓ પણ મહામારીને કારણે રોજગારથી વંચિત થઈ ગઈ. લૉકડાઉન, કરફ્યુ, સંક્રમણનારે નાના વેપાર સાથે સંકળાયેલી અસંખ્ય મહિલાઓનાં ઘરનું ચક્ર જાણે ચાલતું અટકી ગયું. આ બીમારીની શરૂઆત થયાને એક વર્ષ પછી પણ કેટલાંક કુટુંબની આ હાલત છે. કમાણી જ ન હોય તો ઘર ચાલે ક્યાંથી? જો કે એમના પરિવારની સાઈકલ વ્યવસ્થિત ચાલે એ માટે સરકારની સાથે સામાજિક સંસ્થાઓ પણ મોટી સંખ્યામાં મદદે આવી.
સફળતાથી છક્યા વગર સ્થિતપ્રજ્ઞ રહેતાં શીખવું છે?
અમદાવાદના મધ્યમ વર્ગના પરિવારનો એ છોકરો ગુજરાતી માધ્યમમાં અભ્યાસ. માત્ર ભણવા કરતાં પોતાનું જ્ઞાન ક્યાં અને કઈ રીતે વધે એમાં એને વધુ રસ. એક દિવસ એ વધુ અભ્યાસાર્થે મુંબઈ આવે છે અને આઈઆઈટી–પવઈમાં પ્રવેશ મેળવે છે. અંગ્રેજી બોલવામાં–સમજવામાં ગભરાતો અને ક્યારેક સંકુચિતતાની લાગણી સાથે મુંબઈ છોડી ઘરભેગા થઈ જવાનું વિચારતો એ છોકરો જો કે નવેસરથી આત્મવિશ્વાસ જગાવી સફળતાપૂર્વક અભ્યાસ પૂર્ણ કરી ભારતના ફાઈનાન્સિયલ સેક્ટરમાં આગવું સ્થાન બનાવે છે.
ઘોડા વિના સૂની ગાડી...
હમણાં અમારા સીએમ ઉદ્ધવ ઠાકરેએ ઘોડા વિનાની ઘોડાગાડી... સૉરી, બગીનું ઉદ્ઘાટન કર્યું. આ બગી ઈલેક્ટ્રિકથી ચાલશે. આમચી મુંબઈમાં છેલ્લે ૨૦૧૬માં ૫૦-૬૦ ઘોડાગાડી હતી, પણ જીવદયાપ્રેમીઓની અરજીને કારણે કોર્ટે ઘોડાગાડી બંધ કરાવેલી.
મોહે રંગ દે...
રંગોની રમણાનો ઉત્સવ એટલે હોળી. આ વખતે વિશ્વ રંગભૂમિ દિવસ ૨૭ માર્ચ અને હોળી ૨૮ માર્ચ અડખેપડખે છે. એ દૃષ્ટિએ રંગમંડપથી જ રંગચાલીસાની શરૂઆત કરીએ. થિયેટર માટે રંગશાલા શબ્દ પ્રચલિત છે. નાટ્યગૃહ, રંગમંડપ, રંગભૂમિ કે ક્રીડાસ્થાનને રંગભવન પણ કહેવાય છે. તખ્તા પર કોઈ પાત્ર પ્રવેશ કરે એને માટે સુંદર શબ્દ છે રંગપ્રવેશ. નટીને રંગસ્ત્રી કહેવાય. નાટક ચાલુ હોય ત્યારે મોડો પ્રવેશ કરનારા પ્રેક્ષક અને અચાનક રણકતા મોબાઈલને કારણે અચૂક રંગવિક્ષેપ થાય છે. જ્યારે કલર ફોટોગ્રાફી શરૂ થઈ ત્યારે ફિલ્મના પડદે રંગીન છાયાચિત્ર એવું લખવામાં આવતું.
સૌરાષ્ટ્રની જળ સમસ્યા કાયમ માટે વીસરાઈ જશે?
ગુજરાત સરકારે અમલી બનાવેલી નર્મદા યોજના આધારિત ‘સૌની' યોજનાનાં પાણીનો લાભ રાજકોટ, ગોંડલ, જામનગરને મળ્યો ન હોત તો છેલ્લાં ચાર વર્ષમાં સ્થિતિ શું થઈ હોત એની કલ્પના થઈ શકે એમ નથી. સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમોને નદી–પાઈપલાઈન દ્વારા જોડીને નર્મદા નીર આપવાની આ ‘સૌની' યોજના ૨૦૨૧ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે એવો સરકારનો દાવો છે.
પરમનો ગરમ વિવાદ...
મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ આવ્યો છે. અહીં રક્ષક જ ભક્ષક બન્યા છે. એક હત્યા કેસની તપાસ કરનારા પોલીસ અધિકારી પર જ એ ખૂનનો આરોપ લાગ્યો છે. સાથે સાથે ગૃહપ્રધાન પર સો કરોડની વસૂલીસંબંધી આરોપ ખુદ હજી હમણાં સુધી મુંબઈના પોલીસ કમિશનર રહેલા પરમવીર સિંહે કર્યો છે. રોજ આ કેસમાં નવા નવા ફણગા ફટી રહ્યા છે. આ કેસમાં હજી કેવા ખતરનાક વળાંક આવશે એના પર છે સૌની નજર.
ઘરેથી પહોંચ્યાં સુપર સ્ટોર!
શરીરની સાચવણ માટે ખાણી-પીણીની આદતનું બહુ ધ્યાન રાખનારા લોકો માટે આહારના ઝાઝા વિકલ્પ આપણે ત્યાં કેમ નથી એ વિચારમાંથી જન્મ્યો હેલ્દી આઈસક્રીમ તૈયાર કરવાનો પ્લાન. ઘરમેળે અનેક પ્રયોગ કર્યા પછી એક ગૃહિણી અને એમનાં બે સંતાને એક ફેક્ટરીમાં પ્રોટીનયુક્ત આઈસક્રીમ બનાવવાનું શરૂ કર્યું... અને લો, અત્યારે મુંબઈ ઉપરાંત પાંચ-છ શહેરોમાં એ મળતો પણ થઈ ગયો છે.
આમ ઘર ખુલ્લું ન મુકાય...
પાકિસ્તાન અને હવે ચીનની પણ લગભગ કાયમી થઈ ગયેલી પળોજણ ઓછી હોય એમ વધુ એક પડોશી દેશ અત્યારે આપણા માથે માથાનો દુખાવો બન્યો છે.
કોણ કોના નિશાના પર?
કુરુક્ષેત્રનું યુદ્ધ જીતવા કેટલાક નિયમ તોડવા જરૂરી હતા અને નિયમ તોડવા માટે અભિમન્યુનું બલિદાન પણ જરૂરી હતું. મહારાષ્ટ્રના રાજકારણમાં પણ અત્યારે કંઈક એવું જ થઈ રહ્યું છે?
આ પત્ર બોમ્બ ફાટશે કે સુરસુરિયું થઈ જશે?
રાજકારણીઓની જમાતની નજીક જવામાં જોખમ છે એ હકીકત હવે પોલીસ અધિકારીઓને સમજાય તો સારું.
કધોણાં જીન્સ કે કોણી વિચારપ્રક્રિયા?
ઉત્તરાખંડના મુખ્ય મંત્રીની ફાટેલાં જીન્સ વિશેની ટિપ્પણીએ વકરાવેલો વિવાદ જ્યારે સંસદમાં ગાજ્યો છે ત્યારે જાણી લઈએ ‘ રિપ્ટ જીન્સ' તરીકે ઓળખાતા આવા ફૅશન-ટ્રેન્ડ પાછળની કહાણી ને સેલિબ્રિટીઓ, રાજકારણીઓની એ વિશે પસંદ-નાપસંદ.
ઈન્ફા ડેવલપમેન્ટને ગતિ આપશે આ બૅન્ક
દેશની પ્રગતિ માટે જરૂરી છે માળખાગત સુવિધાનો વિકાસ અને એ માટે જરૂરી છે પૂરતું નાણાભંડોળ. સરકાર હવે એ માટે લાવી રહી છે “ડેવલપમેન્ટ ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂટ'.
અમે તો બસ, અહીં લેવા આવ્યા છીએ!
એક નવો રસ્તો બને એનાં કેટલાં વર્ષ સુધી સરકાર એ સડકના નામે ટોલ વસૂલ કરી શકે? ખુદ સરકારી નિયમ એ માટે પંદર વર્ષની મર્યાદા બાંધે છે, પણ મહારાષ્ટ્રમાં એક એક્સપ્રેસ-વે માટે ખર્ચના પ્રમાણમાં દોઢ ગણી કમાણી રળી લીધા પછીય સરકારને હજી એક દાયકા માટે એ આવક ચાલુ રાખવી છે.
કિતને ફૂલ હૈ હમ...
આવતી કાલથી ગુજરાતમાં દારૂબંધી ખતમ...
કોરોનાને કાબૂમાં રાખવાની ફરજ કોની?
આ યોગાનુયોગ જુઓ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થઈ એવા કોરોનાના કેસ ઘટવા માંડ્યા. અમદાવાદ જેવા મહાનગરમાં માર્ગો પર કોરોનાનું ઝડપથી મફત ટેસ્ટિંગ કરતા ટેન્ટ પણ રાતોરાત ઉઠાવી લેવામાં આવ્યા. સોસાયટીના હોદ્દેદારો, ગામના અગ્રણીઓને ચૂંટણીમાં વોટિંગ માટે મનાવવા મીટિંગ ગોઠવાવા લાગી, ચૂંટણીની રેલીઓ થઈ અને સરધસો પણ નીકળ્યાં. ખેર, પછી વોટિંગ થયું અને પરિણામ પણ આવી ગયાં.
અહીં નાનાં વૃક્ષમાં ઊગે છે તોતિંગ ફળ...
બહુ કાળજીથી ઉછેરેલી આંબાવાડીઓમાં આજે આમ્રમંજરીઓની વચ્ચે દેખાતી નાની કેરી એપ્રિલનો આકરો તડકો પીને મે મહિનાની શરૂઆતથી ખાવા યોગ્ય થતી જશે. આ કેરી એટલે અડધો–એક કિલો કે એથીય વધુ વજનની જમ્બો કેસર કેરી. દક્ષિણ ગુજરાતના એક પિતા-પુત્રની વાડીમાં જે રીતે એની કાળજી લેવાઈ છે એ બહુ ખાસ છે.
અગ્નિ દેવને આહવાન આપતું રાળદર્શનનું પર્વ
રંગપર્વ હોળી-ધુળેટીનું પર્વ હવે નજીક જ છે.
હજી તો નાટકની શરૂઆત થઈ છે...
ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી આવી રહી છે અને એમાં સૌથી રસપ્રદ પ્રકરણ લખાવાનું છે પશ્ચિમ બંગાળમાં. તેજ દિમાગી અને વીફરેલી વાઘણ જેવાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ આવનારા દિવસોમાં શું થવાનું છે એનું ટ્રેલર રજૂ કરી દીધું છે.
સોનામાં રોકાણ...હવે કેટલું ફાયદાકારક?
વર્ષો સદીઓથી ભારતના દરેક ઘરમાં સોના-ચાંદીની ખરીદીનું આકર્ષણ છે. મુસીબતમાં તારણ બનતાં સોના-ચાંદીના ભાવ અને ભાવિ સ્થિતિનું વિહંગાવલોકન.
શું ચાલે છે જેલની અંદર? એની ખબર આ રીતે બહાર આવે છે!
રાજ્ય સરકાર કે કેન્દ્રની સરકારની માલિકીની ખાલી પડેલી જગ્યા કે એની ફરતેની દીવાલોની આસપાસ ગંદકીના ઢગલા, ગેરકાયદે બાંધકામ કે જાહેરાતનાં પાટિયાં કે પોસ્ટર્સ જોવા મળે તો ક્યાંક ખૂમચા, લારી-ગલ્લા ને ખાનાબદોશ લોકોએ જગ્યા રોકી લીધી હોય.
સલાહમાંથી સર્જન
થોડા દિવસ પહેલાંની વાત છે. વિડિયોગ્રાફર અનિલભાઈએ અમદાવાદના કસ્ટમ્સ અધિકારી રમેશ ચૌહાણને કહ્યું “મારા એક પરિચિતને નકલી વિઝાની શંકાથી એક અધિકારીએ પકડ્યા છે, પરંતુ એમના વિઝા નકલી નથી. તમે હેલ્પ કરશો? રમેશભાઈએ કહ્યું: ‘જો વિઝા નકલી હશે તો તમે અહીં ખોટી જગ્યાએ આવ્યા છો. હું બચાવી નહીં શકું, પરંતુ ટેક્નિકલ ગૂંચ હશે તો હું મદદ કરીશ.” બાદમાં રમેશભાઈના પ્રયત્નથી પેલા ભાઈ છૂટી ગયા એટલે અનિલભાઈ ફરીથી રમેશભાઈને મળ્યા. પહેલી વાર મદદ અને બીજી વાર ઑફર માટે મળ્યા.
મંદિર-મસ્જિદ વિવાદ: શાંત ચિત્તે મામલો ઉકેલો...
આ મામલો અતિ સંવેદનશીલ છે અથવા તો કહો કે બાબરી મસ્જિદના ધ્વંસ પછી દેશમાં જે કોમી માહોલ જામ્યો છે એને લીધે મામલો વધુ સ્ફોટક બન્યો છે.
પાકિસ્તાનને આટલો પ્રેમ કેમ ઊભરાઈ આવ્યો?
કોરોનાની બીમારીના વધતા કિસ્સા અને બંગાળ સહિતનાં રાજ્યોની ચૂંટણીનાં ગાજવાજાં વચ્ચે જમ્મુ-કશ્મીર સરહદે અચાનક છવાઈ ગયેલી શાંતિનો અવાજ દબાઈ ગયો છે. ફેબ્રુઆરી મહિનાના છેલ્લા સપ્તાહ દરમિયાન ભારત અને પાકિસ્તાનના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ દ્વારા એક સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું, જેમાં બીજા જ દિવસથી જમ્મુ-કશ્મીર અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણરેખા (લાઈન ઑફ કન્ટ્રોલ) પર યુદ્ધબંધી પાળવાની ઘોષણા કરવામાં આવી.
તમે બંધારણ વાંચ્યું છે?
લોડાઉનમાં દેશમાં અનેક શુભ પ્રસંગ મુલતવી રહેલા. હવે મોટા ભાગના વિસ્તારમાં લોકડાઉનથી લોકોને મુક્તિ મળી છે એ જોતાં કેટલાક લોકોએ ઘરના પ્રસંગની ઉજવણી શરૂ કરી છે.
ટચસ્ક્રીનમાં સમાતી દુનિયા
ટેક્નોલોજી ગિગા સ્પીડમાં વિસ્તરી રહી છે. હજી સવારે ઊઠીએ તો ઘરમંદિરમાં સ્થાપિત ભગવાન તો એવા ને એવા જ હોય, પણ ટેક્નોલૉજીના દેવ અપગ્રેડ થઈ ગયા હોય.
કચરો મોંઘો પડ્યો
અમદાવાદના બોપલ વિસ્તારના એક બંગલામાં ઘણાં વૃક્ષો છે. જો કે ત્યાં સૂકાં પાંદડાં અને કચરો બાળે ત્યારે અમુક પડોશીઓ ધુમાડાથી પરેશાન થતા. એમાંનો એક છે દેસાઈપરિવાર, પુષ્ટિમાર્ગી દેસાઈપરિવારે બંગલામાં યોગ્ય રીતે સફાઈ કરવા અને કચરો ન બાળવા માટે બંગલાના રખેવાળને સમજાવ્યા.
પશુ-પંખીની સેવાનો સંગ
વાપી શહેરની એક બહુમાળી ઈમારતની અગાસી પર થોડા દિવસ પહેલાં એક યુગલ શીતલ અને નીલેશ રાયચુરાએ કુતવાસી દસ વર્ષો જોકરના બર્થ ડેનું સેલિબ્રેશન કર્યું સાઠેક બાળકોએ જોકરને હેપ્પી બર્થ ડે.. કહ્યું. કેક કટિંગ બાદ બાળકોએ ભોજન લીધું. જો કે જોકરે તો એકલા બેસીને જુદું ભોજન લીધું.
ત્રણ મહિનાના બાળકને બચાવવા હજારો લોકો મેદાને
રાજકોટના જુદા જુદા માર્ગ પર કે હાઈ-વે પર અત્યારે કેટલાક લોકો ફાળો ઉઘરાવતા નજરે પડી રહ્યા છે. હાથમાં ડબ્બો કે થાળી છે. કોઈ દસ રૂપિયા આપે છે તો કોઈ પ૦૦ની નોટ પણ ડબ્બામાં નાખે છે.
એક માયાવી પ્રાણીની શોધમાં...
પહેલાં તો એ ઝટ જોવા મળે નહીં અને ક્યારેક એવું બને કે આંખ સામે હોય તો પણ દેખાય નહીં. એને કેમેરામાં પકડવા તો એથીય વધુ મુશ્કેલ. આ પ્રાણી એટલે હિમાલયની ઉત્તુંગ પહાડીઓ પર વસતા સ્નો લેપર્ડ. દુનિયાભરના તસવીરકારો જ્વલ્લે જ નજરે પડતા સ્નો લેપર્ડને ‘શોધવા મહિનાઓના મહિના વિતાવે છે. સુરતના જાણીતા ફોટોગ્રાફર સૌરભ દેસાઈ પણ સ્નો લેપર્ડની પાછળ હિમાલયમાં રીતસર રખડે છે. બરફમાં આપણું શરીર થીજી જાય એમ એમની આ અલગારી રખડપટ્ટીનું પરિણામ પણ આપણી આંખ સામે થીજી જાય એવું છે...
ક્યાં ક્યાં અડે છે આ કેસના છેડા?
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન નજીકથી વિસ્ફોટક પદાર્થ સાથેની કાર મળી આવવાના કેસની તપાસ કોઈ નક્કર દિશામાં જવાને બદલે કેસના પહેલા તપાસનીશ અધિકારીની ધરપકડ સાથે જાણે ભળતી દિશા તરફ જઈ રહી હોય એમ લાગે છે. સચીન વઝ નામના એ ઑફિસરને વરદી જેટલું જ લેણું વિવાદ સાથે છે.