CATEGORIES
Categories
તમે જ નક્કી કરો કે હું ગુજરાતી છું કે નહીં?:- સી.આર. પાટીલ
ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં નવસારી બેઠક પરથી સૌથી વધુ સરસાઈથી જીત મેળવીને બીજી વખત સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવનારા ચંદ્રકાન્ત રધુનાથ પાટીલ ઉર્ફે સી.આર.
લોકડાઉનમાં અભ્યાસ કંડાર્યો દીવાલ પર
સુનીલ મેવાડા-પ્રજ્ઞેશ વ્યાસ (અમદાવાદ) જિતેન્દ્ર રાદડિયા (રાજકોટ) ગોપાલ પંડ્યા (વડોદરા)
પટેલ સામે પાટીલ: સ્પર્ધા જામશે કાતિલ...
આ એક યોગાનુયોગ હોઈ શકે, પણ બહુ ટૂંકા ગાળામાં ગુજરાતમાં પ્રદેશકક્ષાએ ભાજપ અને કોંગ્રેસને નવા નેતા મળ્યા. બન્ને નિમણૂક જેટલી અણધારી હતી એટલી જ પક્ષના અન્ય આગેવાનો માટે આંચકારૂપ હતી. વિધાનસભાની પેટા ચૂંટણીમાં આ પરિવર્તન કેવું પરિણામ લાવશે?
કલમઋષિ નગીનદાસ સંઘવી: આવો, એમને યાદ કરીએ...
૧૨ જુલાઈના ૧૦૦ની વયે વિદાય લેનારા પદ્મશ્રી, પ્રાધ્યાપક, ઈતિહાસકાર, લેખક, સમીક્ષક, વિચારક અને જીવનભર કર્મયોગી રહ્યા એવા નગીનદાસ સંઘવી ઉર્ફે નગીનબાપાની સ્મૃતિમાં એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
ઘર ફૂટે ઘર જાય... બન્નેનાં ઘર બરબાદ થાય!
બે મર્કટની લડાઈમાં બિલ્લીબહેન ફાવી જાય એમ રાજસ્થાનમાં કોંગ્રેસનાં બે મોટાં માથાં વચ્ચેની સાઠમારીમાં ભાજપને આજે નહીં તો કાલે ફાયદો થવાનાં સાફ એંધાણ છે.
ચેતતો નર સદા સુખી વત્તા સુરક્ષિત!
આર્થિક તંગી અત્યારે છે એટલી નહોતી ઘેરાઈ ત્યારે પણ ગર્વિલા ગુજરાતમાં બેફામ બિહાર-યુપીની જેમ જ લૂંટફાટ-ચોરીસીનાજોરીના બનાવ બનતા હતા.
બદલાઈ ગયાં સંબંધનાં સમીકરણ..
આખરે ઉપરછલ્લો તો ઉપર છલ્લો, પણ સ્વાર્થના સંબંધનો અંત આવ્યો છે. અમેરિકા અને ચીન એકમેક સામે બાથંબથી પર આવી ગયા છે.
લો, હવે અંબાજી તીર્થધામ પણ ISO સર્ટિફાઈડ!
અહીંના દાંતા તાલુકામાં આવેલું અંબાજી મંદિર અનેક કારણોસર શ્રદ્ધાળુઓનું માનીતું રહ્યું છે.
દવા ઉદ્યોગને મળી રહ્યો છે આત્મનિર્ભરતાનો ડોઝ..
ચીન સામે સરહદે લડવા ઉપરાંત આપણી એક મોટી લડત છે એલોપેથિક ઔષધિમાં ચીની કાચા માલની મોનોપોલીને તોડવા માટે. એક જમાનામાં આ મોરચે સ્વાવલંબી એવું ભારત જોતજોતામાં ચીનથી બહુ પાછળ ધકેલાઈ ગયું છે. અત્યારે હાલત એવી છે કે દવા બનાવવા ચીન પાસેથી મહત્ત્વનાં કેમિકલ્સ અને અન્ય ઘટક તત્ત્વો ન મળે તો આપણો શ્વાસ અધ્ધર થઈ જાય. હવે કેન્દ્ર સરકારે ઘરઆંગણે એના ઉત્પાદનને નવજીવન આપવાની યોજના બનાવી છે ત્યારે જોવાનું એ રહેશે કે પાંચ-સાત વર્ષે પણ આપણે એમાં સફળ થઈશું કે નહીં?
જીવના જોખમે જીવ ઉગારતી એક સેવા અનોખી...
કિલ્લા પારડીના 'શ્રી માંગેલા લાઈફ સેવા ટ્રસ્ટ’ના તરવૈયાઓએ આજ સુધી સેંકડો ડૂબેલી લાશને બહાર કાઢી છે. એ જ રીતે અનેકને ડૂબતાં પણ બચાવ્યા છે. રાહત કે આવી બચાવ કામગીરીનો કોઈ હિસાબ ન રાખતા આ ગામના લોકોને બસ, મદદ કરવાનું જન્મજાત ઝનૂન છે.
ઑનલાઈન... ઑફલાઈન: મસ્તીની મહાશાળા કે પછી પરેશાનીની પાઠશાળા
લોકડાઉનના ચાર અને અનલૉક-વન એમ પાંચ કામચલાઉ અવસરના લીધે આપણા જીવનમાંથી લાઈન (ક્યુ) શબ્દ છૂ થઈ ગયો, પણ મંતર ભણ્યા વિના થોડા સમય બાદ લાઈન રિટર્ન જરૂર થશે.
એકલવ્યા: કથ્થકે અપાવી ઓનલાઈન કીર્તિ
ઑનલાઈન વાઈવા આપવા મૂંઝાતી વિદ્યાર્થિનીએ ઘરમાં ‘નાગમંડલ’ નાટકનું નૃત્યનાટિકામાં રૂપાંતરણ કરવાનો પ્રયોગ કરીને કઈ રીતે સફળતા મેળવી? વાંચો, બંગાળી કન્યા કાવ્યશ્રી દાસગુપ્તાની કસોટી-કથ્થકકથા.
આ રહ્યા તમારા મનના એક્સ-રે !
મગજનું સ્કેનિંગ તો થઈ શકે, પરંતુ માણસના મનને તાગવાનું–માપવાનું કામ અઘરું છે. જો કે ‘સૌરાષ્ટ્ર યુનિવર્સિટી’ના મનોવિજ્ઞાન ભવને છેલ્લા અમુક મહિનામાં, ખાસ તો લૉકડાઉનમાં કેટલાંક સર્વેક્ષણ-સંશોધન કર્યું. વર્તમાન પ્રશ્નો માટે લોકોનાં વલણ અને અભિગમનાં આ તારણ રસપ્રદ છે.
સો વર્ષ સુધી સુખી ને સક્રિય રહેવું છે?!
‘ઇકિગાઈ' એટલે સો-સવા સો વર્ષ સુધી આનંદપૂર્વક જીવવાની કળા. જપાનના ઓકિનાવા પ્રદેશનાં સ્ત્રી-પુરુષોએ સહજપણે અપનાવી લીધેલી આ સરળ વિદ્યા આપણે પણ શીખવા જેવી છે.
શું કોરોના સામે કારગત નીવડશે વેલ્થ ટેક્સ?
દુનિયાના અમુક ધનાઢ્યો ઈચ્છે છે કે એમની પર સરકારે વધુ ટેક્સ લાદવો જોઈએ. ખાસ કરીને વિવિધ દેશની સરકાર ‘કોરોના' સંકટ સામે આર્થિક મોરચે મોટો જંગ લડી રહી છે ત્યારે અઢળક સંપત્તિ ધરાવતા લોકો એમના રડાર પર સૌથી પહેલાં હોવા જોઈએ.
હવે કેદીઓ પણ ભણે છે... ઑનલાઈન!
‘કોરોના’ની મહામારીને લઈને દેશભરમાં મોટા ભાગની સ્કૂલો ઑનલાઈન શિક્ષણ આપી રહી છે. અમુક ગરીબ વિદ્યાર્થીઓ લૅપટૉપ કે સ્માર્ટફોનના અભાવે ઑનલાઈન શિક્ષણ લઈ શકતા નથી. એની સરખામણીએ સુરતની ‘લાજપોર’ જેલના કેદીઓને ઑનલાઈન શિક્ષણ મળે એવી જેલ પ્રશાસન તરફથી ગોઠવણ થઈ છે. આ કદાચ ગુજરાત અને દેશની એકમાત્ર જેલ છે, જ્યાં કેદીઓને આ આધુનિક પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
લૉકડાઉનમાં અનલોક થયો શાક ઉડાડવાનો શોખ...
નવનીત અગ્રાવત: ઘરઆંગણે વિવિધ શાકભાજી... માટી-બિયારણ-છોડ... બધું ફ્રી!
સાહેબની ક્લિક...
૧૪ જુલાઈની સાંજે અમરેલીના જિલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાય એલસીબી અને એસઓજી ટીમ સાથે કારમાં પેટ્રોલિંગ માટે નીકળ્યા. માસ્ક વિના ફરતા કે સોશિયલ ડિસ્ટર્લિંગ ન જાળવતા લોકોને પકડીને દંડવાના હતા. રાજકમલ ચોક વિસ્તારમાંથી પસાર થતી વખતે એમણે અચાનક સૂચના આપી રોકો જરા...
...રંગ સમીપે ન જાવું
ગુજરાતના આરોગ્યમંત્રી સુરતવાસી કુમાર કાનાણીના પુત્રને રાત્રે કરફ્યુ ભંગ કરીને માસ્ક પહેર્યા વિના નીકળવા બદલ ઠપકો આપનારાં અને કારમાંથી એમએલએ લખેલું બોર્ડ ઉતરાવી દેનારાં લોકરક્ષક દળ (એલઆરડી)નાં કૉસ્ટેબલ સુનીતા યાદવ આજકાલ ભારે ચર્ચામાં છે.
સેલ્ફી આમ બહુ મોંઘી પણ પડે...
અહીં સેલ્ફી લેવાની મનાઈ છે.
આ છે પુસ્તકપ્રેમીઓનો નવો અફેર..!
ઈશિતા પાસે એક બહુ મજાનું બુકમાર્ક છે. પુસ્તક વાંચતાં વાંચતાં બંધ કરીએ ત્યારે કયા પૃષ્ઠ પર આપણે અટક્યાં એની નિશાની રૂપે ઘણા એ પાનાનો એક ખૂણો વાળે, જેથી ત્યાંથી વાંચન આગળ ધપાવી શકાય. જો કે આવી નિશાની કરીને પુસ્તકનાં પાનાંને લાંબે ગાળે નુકસાન થતું રોકવા હવે બધા બુકમાર્ક વાપરે છે.
સંખ્યાબંધ સ્ટાર્ટ-અપ્સના અંતનો આરંભ..!
‘સ્ટાર્ટ-અપ્સ ઈન્ડિયા’ માટે કેટલીય સારી-આશાવાદી વાતો થઈ—રાહત ને પ્રોત્સાહનના નામે નવી આશા જગાડવામાં આવી, પણ અચાનક પલટાયેલી પરિસ્થિતિમાં બધાનાં ભાવિ અધ્ધર થઈ ગયાં છે. સરકાર આના ઉપાય માટે યુદ્ધના ધોરણે નક્કર કદમ ભરે એની રાહ જોયા વિના સમય વર્તીને ઘણાં સ્ટાર્ટ-અપ પોતે જ દિશા બદલી રહ્યાં છે...
આ રાખડી બહેનની રક્ષા કરવા આપશે ભાઈને ઊર્જા
મનોજ સોલંકીઃ છાણની રાખડી વીરાને ઊર્જા તો આપશે જ, પણ માટીમાં એનું વિસર્જન કરતાં એમાંથી તુલસી ઊગી નીકળશે.
આ લોકોનાં નામનું મહત્ત્વ નથી, પણ એ બધાં શું કહે છે એ ધ્યાનથી સાંભળો..
લાંબું જીવન જીવવાનો એક સચોટ મંત્ર છે. બધાને હળો-મળો સાથે હસો... અમે સાથે જિમમાં જઈએ હળવી કસરત કરીએ અને શનિ-રવિની રજામાં પાર્ટીઓ પણ કરીએ.
કેવી બીમારી... કઈ દવા ?
ચીન ઉપરાંત ભારત પચાસ કરતાં વધુ દેશ પાસેથી પણ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈગ્નેિડિયન્ટ્સ (એપીઆઈ) અને ઈન્ટરમિડિયેટ્સ આયાત કરે છે.
આમ વધી માસ્કની માથાકૂટ…
ગુજરાતનાં અમુક શહેરમાં માસ્ક પહેર્યા વિના નીકળેલા વાહનચાલક અને પોલીસ સાથે ઘર્ષણના અમુક બનાવ બનતા રહે છે. એમાં ચોંકાવનારો આ કિસ્સો જુઓ.
ટેસ્ટ સાથે મફત સલાહ... પણ આવી?
આ અંકલ તો એકદમ ફિટ છે!
નફરતના તમંચા પર ડિસ્કો...
રાજપૂતનું દુઃખદ અકાળ અવસાન અને એની આસપાસ ગૂંથાયેલું રહસ્યનું જાળું વધુ ને વધુ ગૂંચવાતું જાય છે.
કોરોનામાં સરદાર પ્રગટ્યા ડિજિટલી!
ઈતિહાસનું સર્જન કરવું... ઈતિહાસ લખવામાં સમય શા માટે વેડફવો?
પ્રખર-સિદ્ધહસ્ત-પત્રકાર: નગીનદાસ સંઘવીને સ્મરણાંજલિ
નગીનબાપા જેવા માનાર્થે, છતાં હુલામણા નામે સર્વપ્રિય એવા પદ્મશ્રી નગીનદાસ સંઘવીના નામ આગળ સ્વર્ગસ્થ ઉમેરાઈ ગયું છે.