CATEGORIES
فئات
સલામત અંતરની વ્યાખ્યા શું?
‘કોરોના’ વાઈસના સંક્રમણથી બચવા પાંચ-છ ફૂટનું અંતર રાખો, જે તમારા માટે એક સુરક્ષાકવચ તરીકે કામ કરે.
હરે એ અનેક રોગ...
ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીના ભૂતપૂર્વ આચાર્ય અને કેન્દ્ર સરકારના એનિમલ વેલફેર બોર્ડના ડિરેક્ટર વૈદ્ય હિતેશ જાની સરગવાના ઔષધિય ગુણો વિશે રસપ્રદ માહિતી આપતાં ચિત્રલેખાને કહે છે:
ઍડમિશન માટે લાઈન... પ્રાઈવેટ નહીં, સરકારી સ્કૂલમાં!
ઑનલાઈન એજ્યુકેશનનો પ્રશ્ન ગુજરાતમાં વિવાદ બની ગયો છે. શાળાસંચાલક ફી વસૂલી રહ્યા છે, વાલીઓ છૂટક વિરોધ કરી રહ્યા છે અને સરકાર મૂક સાક્ષી બનીને આ ખેલો જોઈ રહી છે.
હીરા-કાપડ ઉદ્યોગે બગાડી સુરતની સુરત...
મોજીલા રાજાઓનું આ શહેર અચાનક ગુજરાતનું નવું ‘કોરોના હૉટ સ્પૉટ’ કેમ બની ગયું?
કરો, સાઈકલ ટ્રાફિક-ભંગ તો ભરો ૩૫ હજારનો દંડ..!
ગરીબ પ્રજાની મર્સિડીઝ એટલે સાઈકલ. એ હાથવગું સાધન હવે તો પ્રદૂષણ સામે લડવા માટે પર્યાવરણપ્રેમીનું પ્રિય સાધન થઈ ગયું છે.
નાજુક સરગવાની કસદાર ખેતી...
લૉકડાઉનમાં ઘરમાં બેઠેલા ભલભલા બિઝનેસમેન અને નોકરિયાતો પણ હવે માલદાર ખેતી તરફ વળી રહ્યા છે ત્યારે સરગવાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આયુર્વેદ અને નૅચરોપથીમાં સરગવાનાં પાન, શિંગ, ફૂલ, મૂળ અને છાલના સુદ્ધાં અનેક ઉપયોગ છે તો રોજબરોજનાં ખાનપાનમાં પણ એ છૂટથી વપરાતો હોવાથી સરગવાની વ્યાવસાયિક ખેતીમાં તેજી આવી છે. ઓછા પાણીએ, ઓછી માથાકૂટે ઊગી નીકળતા સરગવા એના વિસ્મયકારી ગુણોને કારણે કલ્પવૃક્ષને પણ ટક્કર આપે છે.
જમાના બદલ ગયા હૈ... ચીને ભૂતકાળ ભૂલવાની જરૂર છે!
લડાખ મોરચે નરેન્દ્ર મોદીનો ચીનને લલકાર: વિસ્તારવાદ નહીં, વિકાસવાદ અપનાવો.
પોતાનું રક્ષણ કેમ કરી શકતી નથી પોલીસ?
ઉત્તર પ્રદેશમાં એક નામીચા ગુંડાની ટોળીએ લીધો આઠ પોલીસજવાનોનો ભોગ. યોગીજી હવે શું કરશે?
ફૂડ સેફ્ટીમાં નંબર-૧
ગુજરાત ઘણાં ક્ષેત્રોમાં નંબર-વન કે અગ્રેસર રહ્યું છે. એ યાદીમાં ઉમેરો કરે એવી ઘટના તાજેતરમાં બની.
યે કોરિયોગ્રાફી હાયે!
નિર્મળા નાગપાલ તરીકે જન્મેલાં ને બેબી સરોજ તરીકે બાળકલાકાર તરીકે કામ કરીને બોલીવૂડનાં ટોચનાં નૃત્યદિગ્દર્શક બનેલાં સરોજ ખાનનું ગયા અઠવાડિયે નિધન થયું.
લૉકડાઉન હવે વેપારીઓનું...!
અહીં ગુજરાતમાં માર્ચ મહિનાથી શરૂ થયેલું લૉકડાઉન સાઠ કરતાં વધારે દિવસ ચાલ્યું. બધું બંધ હતું.
ચાલો, આખરે રફાલ આવી રહ્યાં છે..
ભારતીય વાયુસેનાની ક્ષમતા વધારવામાં જેનો બહુ મોટો હિસ્સો રહેવાનો છે એ ‘રફાલ' યુદ્ધવિમાન આ મહિને ભારત પહોંચશે. આનંદની વાત એ છે કે એનું સૌપ્રથમ ઉતરાણ જામનગર થવાની શક્યતા છે.
રીંછ-સંરક્ષણ માટે કોણ ઉદાસીન... સરકાર કે સમાજ?!
સિંહ... વાઘ... હાથી... જેવો મોભો ધરાવતું રીંછ બાળકાવ્ય “રીંછ એકલું ફરવા ચાલ્યું...'ની જેમ જાણે એકલુંઅટૂલું પડી ગયું છે. જનજાગૃતિના અભાવે રીંછ પર હુમલા થાય છે-એની ઉપેક્ષા સેવાય છે ત્યારે એક ગુજરાતી પ્રાધ્યાપકે રીંછ-સંરક્ષણની આદરેલી ઝુંબેશ સફળ થવાનાં એંધાણ મળી રહ્યાં છે, જેમાં મહાનાયક અમિતાભ પણ જોડાયા છે. અહીં વાંચો, રીંછનો અજાણ્યો, પણ રસપ્રદ અહેવાલ.
શૂટિંગ શરૂ તો થયાં, પણ....
વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં ધીરે ધીરે રાબેતો સ્થપાઈ રહ્યો છે.
લોકડાઉનમાં સુરક્ષિત સૌરાષ્ટ્ર અનલૉકમાં સંક્રમિત કેમ?
અત્યાર સુધી સુરક્ષિત રહેલું સૌરાષ્ટ્ર હવે કોરોનાગ્રસ્ત બની રહ્યું છે.
આ કમ્યુનિટી આઈસોલેશન સેન્ટર્સ કેવાં સજ્જ છે...
સુરતમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને કારણે રાજ્યનાં આરોગ્ય સચિવ ડૉ.
ગુજજુ યુવતીને પ્રતિષ્ઠિત ડાયના એવૉર્ડ
દુનિયાભરના લોકો માટે કોરોના અભિશાપ બનીને આવ્યો, પણ કેટલાક એવા પણ છે કે જેમનાં કાર્યમાં એણે નવું જોમ પણ ફંક્યું છે. મુંબઈની ૨૧ વર્ષ મીરા મહેતા માટે એવું ચોક્કસ કહી શકાય.
આ સોશિયલ બબલ વળી શું છે?
કોરોનાની ‘કૃપા’થી સોશિયલ ડિસ્ટન્સિંગ વિશે તો આપણે બધાએ બહુ સાંભળી લીધું જાણી લીધું અને ઘણા લોકો હજી એના નિયમોનું પાલન કરે છે, પરંતુ એકલા રહેતા વડીલો કે કામકાજને કારણે પરિવારથી દૂર રહેવું પડતું હોય એવા યુવાનોએ કુટુંબ જેવી હૂંફ મેળવવા અને માનસિક તાણથી બચવા નાનાં નાનાં ગ્રુપ બનાવીને હળતાં-મળતાં રહેવું જરૂરી છે... અલબત્ત, પૂરતી કાળજી લઈને!
આ કપરા સમયમાં પણ લાખો નવા ઈન્વેસ્ટર્સ કેમ ગૅરબજારમાં આવી રહ્યા છે?
‘કોવિડ–૧૯’ને કારણે અર્થતંત્ર અને બજાર માટે અતિ આકરો તથા અનિશ્ચિતતાવાળો સમય હોવા છતાં છેલ્લા ચાર મહિનામાં લાખો નવા રોકાણકારો શેરબજારમાં પ્રવેશ્યા છે. એના કારણ જાણવા જેવાં ખરાં.
લો, સેલ્ફી પછી હવે આવી ગયું માસ્કી..!
જીવન તો વહેતી નદી જેવું હોવું જોઈએ.. નવાં નીર ઉમેરાતાં જાય, જૂનાં પાછળ રહી જાય-છૂટી જાય...
હવે ચાલો, કેનેડા...
અમેરિકામાં વિઝાને મર્યાદિત કરવામાં આવતાં કૌશલ્યવાન વ્યક્તિઓને આવકારવા કેનેડા સજ્જ બન્યું છે ત્યારે ગુજરાતીઓએ આ તકનો લાભ લેવા જેવો છે.
વિઝા પ્રતિબંધનો વિવાદ: કેવી રીતે જઈશ?
ચારેક મહિના પહેલાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારતની પ્રથમ મુલાકાત વખતે ભવ્યાતિભવ્ય સ્વાગત થયું ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટ્રમ્પ સાથે મૈત્રીપૂર્ણ મુલાકાતના લીધે ભારત-અમેરિકા વચ્ચે ઘણાં ક્ષેત્રોમાં વ્યાપાર- વ્યવહાર વિકસવાની આપણને આશા હતી, પરંતુ એ આશા ઠગારી નીવડી, કેમ કે તાજેતરમાં જ ટ્રમ્પ સાહેબે અમેરિકન ફર્સ્ટ નીતિને અનુસરી અમેરિકાવાસીઓની બેરોજગારી દૂર કરવા એચ-૧બી સહિત અમુક કૅટેગરીના વિઝા પર આગામી ડિસેમ્બર સુધી કામચલાઉ પ્રતિબંધ (સસ્પેન્શન) મૂક્યો છે.
નોકરી પોલીસની.. વફાદારી ગુનેગારની!
‘ગંગાજલ’ ફિલ્મનો બચ્ચા યાદવ યાદ આવી જાય એવું પ્રકરણ રાજકોટમાં બન્યું છે. ઈન્દોર વિસ્તારમાં ગંભીર ગુનાના આરોપમાં વૉન્ટેડ એક વ્યક્તિને ત્યાંથી આવેલી પોલીસે પકડી તો લીધી, પરંતુ એ પહેલાં એને બચાવવા માટે અને પોલીસ આવી છે એવી જાણ કરવા માટે રાજકોટ પોલીસના એક કૉસ્ટેબલે તન-મનથી સહાય કરી...
દાદા-પિતાનાં સેવાકાર્યોને દીપાવવા પરદેશ છોડ્યો
રાજપીપળા ગામે રહેતાં વિરાજકુમારીની જીવનકહાણી રસપ્રદ છે. બાળપણથી જ પ્રતિભા ખીલ્યા પછી એમણે વિદેશમાં રહી પોતાની કળાયાત્રા-આધ્યાત્મિક યાત્રા આગળ ધપાવી પછી બીમાર પિતાની સેવા માટે દુબઈ છોડીને ભારત આવ્યાં. હવે દાદાએ સ્થાપેલી સેવા સંસ્થાઓને સજીવન કરવા કાર્યરત છે.
ડાંગમાં જોવા મળ્યાં દુર્લભ એવાં ધોલ ને ચોસિંગા
‘કોરોના’ વાઈરસના ફેલાવા સાથે માણસો ઘરબહાર નીકળતાં ઓછા થયા એટલે ઘણાં પશુ-પ્રાણીને માનવવસતિમાં આવવાનો મોકો મળ્યો. બીજી બાજુ, યોગાનુયોગ આ જ ગાળામાં ડાંગ જિલ્લાના બે છેવાડે વર્ષો પછી બે એવાં પ્રાણી જોવા મળ્યાં, જે ‘ગાયબ’ થઈ ગયાનું માનવામાં આવતું હતું!
વીજળી સતત અવગણાયેલી અવકાશી આફત
બિહાર અને યુપીમાં ત્રાટકેલી વીજળી ભારે માત્રામાં વિનાશ વેરી ગઈ ત્યારે મોટા પ્રમાણમાં થયેલી જાનહાનિને લીધે આપણાં ભવાં તણાયાં, પણ હકીકતમાં આ વીજળી પડવાના બનાવ અને એનાથી થતી ભારે જાનહાનિ ભારત માટે નવી વાત નથી. વિકસિત વિજ્ઞાન અને અધધધ સાધનો છતાં કેમ આવી આપત્તિ સામે આજનો ટેક્નોક્રેટ માણસ પણ હજી અસહાય છે?
ઘર સે જૂઠ બોલે કૌવા માટે કે બૉસ...?!
કોરોના કાળમાં-લાંકડાઉનના માહોલમાં જૉબ કરતાં અસંખ્ય સ્ત્રી-પુરુષો માટે ઘરેથી જ કામ કરવું ફરજિયાત હતું ને હજુ પણ છે.
ગલ્ફમાં તો છે ગરબડ...
કુવૈત સિટીમાં રહેતા મૂળ મુંબઈના વૈભવ આવશે મર્સિડીઝ બેન્ઝમાં કામ કરે છે.
એ અમેરિકાપ્રવાસમાં એમની એક નવી કુનેહનો પરિચય થયો...
તાજેતરમાં જેમણે ઓચિંતી એક્ઝિટ લીધી એ રંગભૂમિના અદાકાર દીપક દવે સાથેની સ્મૃતિ વાગોળે છે દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ ગડા...
આ આદિવાસી વિદ્યાર્થીઓનાં ભવિષ્યનું શું?
લૉકડાઉન તથા ઘરબંધીના સમયમાં મોટાં શહેર-નગરોના વિદ્યાર્થીઓને ઑનલાઈન શિક્ષણનો લાભ મળવો શરૂ થઈ ગયો, પરંતુ આજે ગુજરાતના દુર્ગમ વિસ્તારોની આશ્રમશાળામાં ભણતાં આદિવાસી બાળકો પાસે ન તો સ્માર્ટફોન છે કે નથી એને લગતી નેટસેવા... આ સંજોગોમાં એ બાળકોનાં શૈક્ષણિક ભવિષ્યનું શું?