CATEGORIES
فئات
ચગાવો નાનકડાં ડ્રોન... છાપો લીલીછમ્મ નોટ!
રમકડાં જેવાં ડ્રોન વિમાનોનો હવે અનેક ઈન્ડસ્ટ્રીમાં વ્યાપક ઉપયોગ થવા માંડ્યો છે ત્યારે આ ક્ષેત્રે ઉત્પાદન, સર્વિસ પ્રોવાઈડર, સંશોધક કે પાઈલટ બનીને કમાણી કરવાની બહોળી તક ઊઘડી છે.
ચિત્રલેખાના સથવારે જય કનૈયાલાલ કી...
કોરોનાને કારણે આ વર્ષે કાનુડાના જન્મદિવસની મોટી ઉજવણી થશે નહીં, પરંતુ કૃષ્ણપ્રેમીઓ પોતાના ઘરમંદિર કે ઘરોમાં લાલજી મહારાજને હેપ્પી બર્થડે જરૂર કરશે.
બે મહિલા પોલીસનો એકરાર... ચાલ, સાથે જીવી લઈએ!
આપણા રૂઢિચુસ્ત સમાજમાં સમલૈંગિક સંબંધો હજી સ્વીકૃત બન્યા નથી એટલે આ બે યુવતીના પરિવારજનો એમનાં સહજીવનનો વિરોધ કરે એ સ્વાભાવિક હતું, પણ એ સામે બન્ને કાનૂની રીતે લડી અને હવે મૈત્રી કરારથી જોડાઈને સાથે રહે છે.
મીનળબા ગોહિલ: રાત જિતની ભી સંગીન હોગી, સુબહ ઉતની હી રંગીન હોગી...
‘દીદી' તરીકે ઓળખાતાં આ મહિલા પાસેથી અક્ષરજ્ઞાન પામીને સમાજના છેવાડામાંથી આવતાં બાળકોને વિશ્વાસ છે કે એમની આવનારી સવાર રંગીન જ હશે!
જાદુગર કે. લાલ ફરી પ્રગટશે!
સાત દાયકા સુધી લાખો લોકોને પોતાની જાદુકળાથી સંમોહિત કરનારા જાદુગર કે.
નવી નીતિ, નવાં લક્ષ્ય...
૩ વર્ષની આયુથી શિક્ષણનો પ્રારંભ. અભ્યાસક્રમમાં ભારે ઘટાડો.
આ છે સર્પદંશમાંથી ઉગારવાની સંજીવની...
વિશ્વમાં સર્પદંશથી થતાં મૃત્યુ પૈકી અડધાં ભારતમાં થાય છે. એવી સ્થિતિમાં ગુજરાતના એક અંધારિયા ખૂણે તબીબીજગતની એક અનોખી મશાલ લઈને ડૉ. ધીરુભાઈ પટેલ નામના એક તબીબ છેલ્લા ત્રણ દાયકાથી ઝઝૂમે છે-લડે છે અને એક્લપડે એમણે ૧૬,000થી વધુ સર્પદંશના દરદીની સારવાર કરી છે, છતાં કમનસીબે આ તબીબની આવી સિદ્ધિની નોંધ પણ ખાસ લેવાઈ નથી એ પણ વિધિની એક વક્રતા છે.
ખુરસી પર બેસવા તો સીડી ચડો!
રાજસ્થાનના બે નેતા એક ખુરસી માટે જંગે ચઢ્યા છે. આવી રાજરમત તો જો કે અનેક રાજ્યમાં છાશવારે ચાલતી રહે છે. ખુરસી માટેની લડત તો શાશ્વત રહેવાની છે.
અહીં આવા કેટલા છે મુન્નાભાઈ?
મહેશ શાહ-સુનીલ મેવાડા (અમદાવાદ) જવલંત છાયા-જિતેન્દ્ર રાદડિયા (રાજકોટ) ફયસલ બકીલી (સુરત) ગોપાલ પંડ્યા (વડોદરા)
...તો કૉલેજ ઘરે આવશે!
લૉકડાઉન અને કોરોના મહામારીને કારણે શિક્ષણવ્યવસ્થાને ઘણા ટકા પડ્યા છે. ઘણી યુનિવર્સિટીએ ઑનલાઈન પરીક્ષા માટે મહેનત કરી તો ઓછા પ્રભાવિત વિસ્તારમાં આવેલી અમુક યુનિવર્સિટીએ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઓલાઈન પરીક્ષા લેવાનું નક્કી કર્યું.
કેવું રોમાંચક છે રસીનું રસશાસ્ત્ર?
‘કોરોના સામે આખી દુનિયા યુદ્ધે ચડી છે. એને કામિયાબીનો જંગ બનાવી અનેક ફાર્મા કંપની અત્યારે 'કોરોના વાઈરસ ડિસીઝ’ને શરીરમાં ઊગતો ડામી દે એવી રસી તૈયાર કરવાના નિર્ણાયક તબક્કામાં પહોંચી ચૂકી છે. સામાન્ય રીતે એક નવી વેક્સિન બજારમાં આવતાં વર્ષો નીકળી જાય છે, પણ ‘કોરોના ની રસી તો જાણે ઘોડે ચડીને આવવા થનગની રહી છે.
અમારી રસી સોએ સો ટકા ભારતીય છે! - પંકજ પટેલ (ચેરમૅન, ઝાયડસ કેડિલા, અમદાવાદ)
'કોરોના વાયરસ ડીસીઝ' સામેની રસી વિકસાવવા 'ઝાયડસ કેડીલા'ના વિજ્ઞાનીઓ દ્વારા થઇ રહેલા વિવિધ પ્રયોગ.
સ્વયંસિદ્ધા ઈન્ડિયાના મહેતા: અથાગ પરિશ્રમની ધૂન પર સફળતાનું બેનમૂન નૃત્ય
મુંબઈની ગુજરાતી કન્યા ચમકી રહી છે હોલીવૂડની ફિલ્મમાં, જે સાત ઓગસ્ટે ‘નેટફ્લિક્સ’ પર રિલીઝ થશે.
અહીં દીકરી જન્મથી જ બને છે ભાગ્યશાળી!
આ હૉસ્પિટલમાં દીકરી જન્મે તો એને મળે સોનાની ચૂંક, ચાંદીની ગાય ને શિક્ષણ મળે છે ભેટમાં...
શેરસોદાના માર્ગે હવે કરચોરી બનશે કઠિન...
હાલ વધુ ને વધુ રોકાણકારો બજારમાં પ્રવેશી ઝટપટ ઍરસોદાની પ્રવૃત્તિમાં સક્રિય બન્યા છે ત્યારે આ રોકાણકારોએ ઈન્કમ ટેક્સ વિશે પણ વિચારી લેવું જોઈએ...
ચાલો, પાવાગઢ પત્તાં પિકનિકમાં
અરે, આ તો ડ્રિન્ક પાર્ટી માટેનો નાસ્તો છે... હવે બોલો તો આજે અહીંથી નહીં સાચું નહીં જવા દઉં.
- અને વામ મને જાદુના ખેલે મોહી લીધી...
એક જમાનામાં જેના નામના ડંકા વાગતા હતા એ ભારતની સર્વપ્રથમ મહિલા જાદુગર 'મેરીગોલ્ડ’ મંદાકિની મહેતા યોગાનુયોગ ગુજરાતી છે, જે આજે જીવનના સાત દાયકા બાદ વડોદરામાં તાજા ગલગોટા જેવું મજાનું નિવૃત્ત જીવન જીવે છે.
ટેઈક ઑફ્ફનું અર્ધ-સત્ય...
કોરોનાને કારણે સર્જાયેલી ઘરબંધીલૉકડાઉનથી હવે લોકો ખરેખર કંટાળ્યા છે. શરૂઆતમાં અણધાર્યા મળી ગયેલા આ વૅકેશનથી બધાં ખુશખુશ હતાં.
માસ્કઃ કલ ભી, આજ ભી!
અહીં પ્રગટ કરેલું કટિંગ જુવો...
રાજાને પણ આટલો મોડો ન્યાય?
કહે છે કે કાયદો આંધળો હોય છે. સાથે એમ કહેવાય છે કે ક્યાંયથી ન મળે, વિલંબ થાય, પણ અદાલતમાંથી ન્યાય જરૂર મળે છે. વિલંબિત ન્યાયનો આવો એક કિસ્સો હમણાં બન્યો. પાંત્રીસ વર્ષ પહેલાં રાજસ્થાનના ભરતપુરની ભરબજારમાં ભરબપોરે ટોચના પોલીસ અધિકારી અને એમની ટીમ એક વગદાર વિધાનસભ્ય તથા એમના સાથીદારોને ગોળીથી વીંધી નાખે છે ને શરૂ થાય છે એની તપાસ... 'રાજા માનસિંહ એન્કાઉન્ટર કેસ' તરીકે પ્રખ્યાત એવા આ કેસની વિગત બડી રસપ્રદ છે.
વિદ્યા બાલનઃ નૉર્મલ નહીં... અમેઝિંગ
રઘુએ તય કર્યું છે કે આ અઠવાડિયે એ નેપોટિઝમની ને બોલીવૂડની ગૅન્ગને એ બધા વિશે કંઈ જ નહીં લખે.
શાકભાજી નકામાં.. એનો ગેસ કામનો!
દુર્ગધ-પ્રદૂષણમુક્ત પરિસર બનાવવાની સાથે કમાણી પણ કરી શકાય તો એનાથી ઉત્તમ બીજું શું હોય? સુરતની ‘એપીએમસી’એ શાકભાજીના કચરાનો નિકાલ કરવા આવો જ કંઈ કીમિયો કામે લગાડ્યો છે.
અર્થતંત્ર તળિયે... સોનું આસમાને
કોઈ પણ કારણસર દુનિયાના અર્થકારણમાં મંદી આવે ત્યારે પીળી ધાતુની કિંમત આકાશને આંબવા માંડે છે. સોનાના ભાવ ઑલ-ટાઈમ હાઈ થયા છે ત્યારે એની આગામી ચાલ વિશે કેવા છે વિવિધ અભિપ્રાય...
આખરે અયોધ્યામાં થઈ રહ્યા છે રામમંદિર-નિર્માણના શ્રી ગણેશ
લાંબા કાનૂની વિવાદમાંથી 'મુક્ત' થયેલી અયોધ્યાની ધરતી પર આકાર લેનારા તીર્થધામને કારણે સરયુ નદીના કિનારે વસેલી આ નગરીની પણ કાયાપલટ થશે.
સ્વરાજ્યની ગંગા અમે ઠેર ઠેર પહોંચાડીશું...
અભય ભારદ્વાજ માણસ એક ઓળખ અનેક. એ છે સંઘના સ્વયંસેવક-જનસંઘના કાર્યકર-અગ્રણી વકીલ ને હવે રાજ્યસભાના સાંસદ. ‘ચિત્રલેખા' સાથે વાત કરતાં એ કહે છે કે નરેન્દ્રભાઈએ તો અગાઉ પણ મારા નામનું સૂચન રાજયસભા માટે કર્યું હતું. હવે યોગ થયો. નરેન્દ્ર મોદી દેશમાં ત્રીજી ક્રાંતિ કરી રહ્યા છે, જેમાં અમે સહભાગી બનીશું...
જંગલના આ અધિકારી કોરોના વૉર્ડમાં કેમ?
ફ્યસલ બકીલી (સુરત)
ના, હું નવો નિશાળિયો નથી...- હાર્દિક પટેલ
૨૦૧૫માં શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનથી ગુજરાતના જાહેરજીવનમાં પ્રવેશ કરનારા હાર્દિક પટેલની રાજકીય કરિયરનો ગ્રાફ આમ તો કંઈકેટલાય જૂના જોગીઓને શરમ અપાવે અને ઈર્ષ્યા જગાવે એવો રહ્યો છે. ર૦૧૭માં વિધિવત્ રીતે કોંગ્રેસમાં પ્રવેશ મેળવીને બે-અઢી વર્ષના ટૂંકા ગાળામાં પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ બનવાનું કોના નસીબમાં હોય?
માસ્ક નથી પહેર્યું? તો તમે વિલન!
કોરોનાની મહામારીથી બચવા સરકારી તંત્ર દ્વારા જુદાં જુદાં માધ્યમ દ્વારા માસ્ક પહેવાની અપીલ કરવામાં આવે છે.
આ ફૂલ સાથે શિવજીને શું છે સંબંધ?
શ્રાવણ એટલે ભગવાન શિવજીનો મહિમાનો મહિનો ભક્તો શિવલિંગ પર બીલીપત્ર ચઢાવે.
તમે જ નક્કી કરો કે હું ગુજરાતી છું કે નહીં?:- સી.આર. પાટીલ
ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં નવસારી બેઠક પરથી સૌથી વધુ સરસાઈથી જીત મેળવીને બીજી વખત સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવનારા ચંદ્રકાન્ત રધુનાથ પાટીલ ઉર્ફે સી.આર.