CATEGORIES
فئات
ગિરનાર સાદ પાડે...
‘જોજે ન લાગે કોઈ વિજોગણનો શ્રાપ ક્યાંક ગિરનાર થા ન આટલો સુંદર અષાઢમાં...' મનોજ ખંડેરિયાના આ એક જ શેરમાં ગિરનારની સુંદરતાનો મહિમા આવી જાય, વૈશાખની તપતી બપોર, કારતકની ઠંડી સવાર કે શ્રાવણ-ભાદરવાની ભીની સાંજ, કોઈ પણ ઋતુમાં ગિરનાર તો રમણીય જ લાગે. આ તીર્થનાં વિવિધ સ્વરૂપની તસવીરી ઝલક...
સગા પુત્રના મૃત્યુએ એમને બનાવ્યા ૭૦૦ બાળકોના પિતા!
જે છોકરાંને ક્યારેય સ્કૂલમાં પગ મૂક્યો નહોતો કે ક્યારેય નોટ-પેન્સિલ સુદ્ધાં જોયાં નહોતાં એવાં સાવ છેવાડાનાં બાળકો અત્યારે અક્ષરજ્ઞાન મેળવવાની સાથે જીવનના પાઠ પણ શીખી રહ્યાં છે.
કોરોનાએ બદલ્યાં ભક્તિભાવનાં રૂપ
જૈનોના પર્વાધિરાજ સમા પર્યુષણ માટે કેવી છે તૈયારી?
ઊંઘનું આડુંઅવળું...
કુદરતે માનવમાત્રને એક સહજ છતાં અનમોલ ભેટ આપી છે. એ છે ઊંધ... આ ભેટ સહજ હોવાથી આપણને એની કિંમત નથી.
આઝાદી... નાટકચેટક તથા ડાયલોગબાજીથી!: નયા ખૂન હૈ, નયી ઉમંગ હૈ, અબ હૈ નયી કહાની...
હજી માંડ દાઢી-મૂછ ઊગ્યાં હોય એવો ૧૯૨૦ વર્ષની શીખ યુવાન.
આદિવાસી વિસ્તારમાં અનોખી તાલીમ: નિવૃત્ત સૈનિક તૈયાર કરે છે નવા સિપાહી!
લશ્કરની કામગીરી વિશે જ્યાંના લોકોને બહુ જાણકારી નથી, જ્યાંના યુવાનો પાસે ભણતર હોવા છતાં રોજગારીની ખાસ તક નથી અને દારુણ ગરીબીને કારણે જેમને સપનાં જોવાનું પાલવે એમ નથી એવી વસતિ ધરાવતાં ગામોનાં યુવક-યુવતીઓ માટે હવે એક નવી દિશા ખૂલી રહી છે અને દેશની સરહદો જાણે હવે એમની દેશદાઝની રાહ જોઈ રહી છે.
સર્વેશ્વર મહાદેવ બનશે સુવર્ણમય...
અહીંની મધ્યમાં આવેલા સુરસાગર તળાવની વચ્ચે ૧૧૧ ફૂટ ઊંચી સર્વેશ્વર મહાદેવની વિરાટ પ્રતિમા સ્થાપવામાં આવી છે.
યાદગાર ગીત-કાવ્યોનું થશે દશ્યાંકન
કવિ દાંદ તથા જિતુ ગઢવીઃ પિતાજીની કવિતા હવે 'દેખાશે’ યુટ્યૂબ પર.
હવે ખોટું ન થાય એ પણ જોવાનું છે..
આઝાદી પછીનાં વર્ષો સુધી આપણે શસ્ત્ર ઉત્પાદનમાં બહુ પાછળ રહ્યા અને હજી પાછળ જ છીએ. આ એક એવું ક્ષેત્ર છે, જેમાં પરાવલંબન પરવડે જ નહીં. હવે રહી રહીને સરકાર આત્મનિર્ભરતાની દિશામાં ડગલું માંડી રહી છે ત્યારે પણ આપણે સાવચેત તો રહેવું જ પડશે.
શિક્ષકોએ શરૂ કર્યો ફરસાણનો ધંધો
કોરોનાને કારણે બાળકોને સ્કૂલે જવાનું ન હોવા છતાં કેટલીક સ્કૂલ દ્વારા વસૂલવામાં આવતી ફી સામે વાલીઓના ભારે વિરોધ પછી સરકારે નિર્ણય કર્યો કે સ્કૂલ ફરી શરૂ થાય ત્યાં સુધી ફી ના લેવી.
રામ ઘરે તો આવી ગયા... હવે બીજાં કામ પણ કરો!
રામમંદિરના નિર્માણ સમારંભમાં નરેન્દ્ર મોદીઃ હવે શું કરવાનું છે?
ઈડિયટ બૉક્સ બનશે એજ્યુકેશન બૉક્સ...
નવી એજ્યુકેશન પૉલિસી તો આવી ગઈ, પણ એના અમલીકરણમાં હજી સમય લાગવાનો છે ત્યારે ઘરે ઘરે શિક્ષણ પહોંચાડવા માટે મુંબઈના એક મ્બલ ટીવી નિષ્ણાતે ટેલિવિઝન રૂપી ઈડિયટ બૉક્સને સ્માર્ટ શિક્ષકમાં પરિવર્તિત કરતી વિસ્મયકારક ટેક્નોલૉજી વિકસાવી છે. જાણીએ એવું તે શું છે પરેશ આશરની અનોખી ડિજિટલ બુકમાં?
ભૂવા નગરીની ઓળખ ક્યારે બદલાશે?
એક જમાનામાં કાપડ મિલ ઉદ્યોગના લીધે અમદાવાદ માન્ચેસ્ટર તરીકે ઓળખાતું. વર્ષો બાદ વસતિ અને વિસ્તાર વિકાસના લીધે શહેરની ઓળખ બદલાતી રહી. શહેર મેગા સિટી... સ્માર્ટ સિટી બન્યું. થોડાં વર્ષ પહેલાં અજોડ અદકેરી ઓળખ મળી: ભારતનું સૌપ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટ.
બૈરુત બ્લાસ્ટ માટે ભારત કેમ રાહ જુએ છે?
સાડા ત્રણ દાયકા પહેલાં દેશને હચમચાવી ગયેલા ભોપાલ ગૅસકાંડ પછી પણ દેશમાં હજી ઔદ્યોગિક સુરક્ષાના નામે મીંડું જ છે.
આ કરુણતાનો શ્રેય કોને?
સુરતના તક્ષશિલા અગ્નિકાંડના ઘા હજી રૂઝાયા નથી ત્યાં અમદાવાદના નવરંગપુરામાં આવેલી ને કોવિડ હોસ્પિટલ તરીકેની મંજૂરી પ્રાપ્ત શ્રેય હોસ્પિટલે નવા ડામ આપ્યા છે.
પ્યાર... પૈસા... કપટ?
રોજ સવારે આંખ ઊઘડે ને પહેલો સવાલ એ થાય કે સુશાંતસિંહ કૃષ્ણકિશોર રાજપૂત અપમૃત્યુ કેસમાં આજે કયો નવો ફણગો ફૂટ્યો હશે? આઠેક અઠવાડિયાંથી અભણ ટીવીવાળા, અડબંગ ટ્વિટરફેસબુવાળા, બની બેઠેલા એસ્પર્કો ગીધડા ચૂંથે એમ એક આશાસ્પદ, પ્રતિભાશાળી, સાલસ સ્વભાવના ઍક્ટરના મૃત્યુને ચૂંથી રહ્યા છે.
પર્યાવરણનીય પૂજા આમ થાય
ગણેશોત્સવ આ વર્ષે પરંપરાગત રીતે તો નહીં ઊજવાય. ઈકો-ફ્રેન્ડલી મૂર્તિ પણ ક્યાં મૂકી શકાય કે એનું સ્થાપન થાય એવું અત્યારે તો જણાતું નથી, પરંતુ રાષ્ટ્રીય કામધેનુ આયોગે આ વર્ષે એક નવો આઈડિયા આપ્યો છે.
શહેરની નવી ઓળખ આપશે નવતર પુસ્તક
આ શહેર વિશે ગુજરાતી, હિંદી, અંગ્રેજી, વગેરે ભાષામાં ઢગલાબંધ સચિત્ર પુસ્તક પ્રકાશિત થયાં છે. કૉફી ટેબલ બુક અને ફોટો બુક પણ બની. એમાંય અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો ગૌરવવંતો દરજ્જો મળ્યા પછી અમદાવાદ વિશે સંશોધન કરનારાની સંખ્યા વધી છે એથી આગામી વર્ષોમાં પણ સાબરમતીના આ શહેરને લગતાં પુસ્તક પ્રકાશિત થતાં રહેશે.
નિયંત્રણ વધુ નુકસાન કરે એ પહેલાં...
લૉકડાઉનને કારણે રોગચાળો ફેલાતો અટક્યો એની ના નહીં, પરંતુ હવે લંબાતી રહેતી તાળાબંધી દેશ માટે આર્થિક રીતે તો સામાન્ય પ્રજા માટે માનસિક સ્તરે મોટી સમસ્યા બની રહી છે.
બૅન્ક બચત પર તમને કોઈ આવક થાય છે ખરી?
અત્યારે બાવીસ દેશની બૅન્ક શૂન્ય વ્યાજ તો ૨૩ દેશની બૅન્ક એક ટકાથી ઓછું વ્યાજ આપે છે. ભારતમાં વ્યાજદરના ઘટાડાના ટ્રેન્ડને લીધે બચતકારો-ખાસ તો વરિષ્ઠ નાગરિકો સૌથી વધુ મૂંઝવણમાં મુકાયા છે.
પ્રપંચતંત્રની (સત્ય) કથાઓ!
નકલી ઈન્ટરનૅશનલ ટી-ટ્વેન્ટી મૅચથી માંડી નકલી બૅન્ક, નકલી કોર્ટ અને ‘કોરોના’નાં નકલી ઈજેક્શન પણ ખરાં. લાખો-કરોડો રૂપિયાની છેતરામણી પોન્ઝી સ્કીમથી પરચૂરણ ઠગાઈ-ધુતારાની કેવી છે દુનિયા?
મહા-અનલૉકમાં મૅરેજની મહા-મોંકાણ
ફો૨-થ્રી-ટુ-વન... પંડ્યા પરિવારમાં ૨૦૨૦ની શરૂઆતથી હેપ્પી ડેઝની ગણતરી ચાલતી હતી. એકના એક પુત્ર પ્રશાંતનાં એપ્રિલમાં કિન્નરી નામની સુકન્યા સાથે લગ્ન લેવાનાં હતાં. ગ્રાન્ડ સેલિબ્રેશનમાં છેઅને સંગીતસંધ્યામાં પણ બસ્સો ગેસ્ટને બોલાવવાના પંડ્યા દંપતી વિમળા ઉર્ફે વિમુ અને દિનકરના ઓરતા હતા.
રોલર કોસ્ટરઃ નો કિકિયારી... નો ચિચિયારી
નાનાં હતાં ત્યારે આપણે મેળામાં વિરાટ ચકડોળમાં બેઠાં છીએ. ગોળ ગોળ ફરતાં ફરતાં જમીનથી લઈને છેક આકાશ સુધી પહોંચી જઈ આંખના પલકારામાં ફરી જમીન પર પરત થવાની ઉત્તેજના અનુભવી છે.
સુશાંતસિંહ રાજપૂત સુસાઈડ કેસ: બે રાજ્યની પોલીસ વચ્ચે ઉંદર-બિલાડીની રમત
મામલો પંદર કરોડ રૂપિયાના ગફલાનો છે કે કોઈ રાજકારણીના પુત્રની સંડોવણીનો? સામાન્ય રીતે કેસની તપાસ કરવાનું ટાળતાં બે-બે રાજ્યનાં પોલીસદળને આ એક કેસમાં કેમ આટલો રસ પડ્યો છે?
સુરતી કન્યાની અવકાશી સિદ્ધિ
રાધિકા લાખાણી તથા વૈદેહી વેકરિચા: અમારી નજર આકાશ ભણી!
મોંઘેરા અપરાધી માગે છે જંગી વળતર..!
ભ્રષ્ટાચાર અને રાજકારણી હંમેશાં ડેડલી કૉક્ટલ પુરવાર થાય છે.જેમના પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપ મુકાયા-કેસ થયા-સજા પામ્યાં એવાં તામિલનાડુનાં સ્વર્ગસ્થ મુખ્ય મંત્રી જયલલિતા એમની વૈભવી જીવનશૈલી માટે જેટલાં વિખ્યાત થયાં એટલાં જ વખોડાયાં ને વગોવાયાં.
હૈયાની વાત, મસ્તકનો સાથ, હાથની કમાલ...
વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સેન્ટરમાં વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકોને પણ અવનવા પ્રયોગની તાલીમ આપવામાં આવે છે.
પિતા-પુત્રના જડબાતોડ જવાબ
છેલ્લા થોડા સમયથી ટ્વિટર, ફેસબુક જેવાં સોશિયલ મિડિયમ તરીકે ઓળખાતા જાહેર મંચના કેવા દુરુપયોગ થાય છે એ વિશે અવારનવાર ચિત્રલેખામાં લખાતું રહ્યું છે. સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ કેસમાં આપણે આ અનુભવી રહ્યા છે.
ગીરના વનરાજ પણ બની રહ્યા છે વાઈરસનો ભોગ?
માનવજાત તો આખી અત્યારે ‘કોરોના’ નામના વિષાણુથી હેરાન-પરેશાન છે જ, એવામાં વાવડ આવ્યા છે કે ગીર વિસ્તારમાં છેલ્લા સાત મહિનામાં ૮૭ જેટલા સિંહનાં થયેલાં મૃત્યુ પાછળ પણ કદાચ કોઈ વાઈરલ બીમારી કારણભૂત હોઈ શકે છે. ‘કોરોના’ સામે રસી શોધવાના પ્રયાસ હજી ચાલી રહ્યા છે તો ડાલામઠ્ઠાની રક્ષા માટેની વેક્સિનનો પણ વિવાદ તો છે જ.
ઘરઆંગણે કરો દ્વાદશ જ્યોતિર્લિંગનાં દર્શન
અહીંના રાજમહેલ રોડ પર આવેલા રણમુક્તશ્વર મહાદેવના મંદિર બહાર હમણાં સવારથી અનેક ભક્તની લાઈન પડે છે.