વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં ભારતનું ભલું થઈ રહ્યું છે, પણ ધીમે ધીમે..
ABHIYAAN|August 06, 2022
આઝાદી પછી ભારતે વિજ્ઞાન અને ટૅક્નોલૉજી ક્ષેત્રે હરણફાળ ભરી અને આજે રૉકેટ ગતિએ એ પ્રગતિ થઈ રહી છે. પછાત દેશોની તુલનાએ આપણે ઘણા આધુનિક છીએ તો પ્રગતિશીલ રાષ્ટ્રોની સરખામણીએ આપણું પછાતપણું ઊડીને આંખે વળગે એવું છે. આ વિરોધાભાસની અહીં માંડીને ચર્ચા કરવામાં આવી છે.
વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં ભારતનું ભલું થઈ રહ્યું છે, પણ ધીમે ધીમે..

વિનોદ પંડ્યા

આ વીસ જુલાઈના રોજ દેશના એક અગ્રણી અખબારમાં ખબર છપાઈ કે અમેરિકાના પોર્ટલેન્ડ, ઓરેગોન ખાતેથી ૬૭ વર્ષની એક બીમાર સ્ત્રીને ખાસ એમ્બ્યુલન્સ વિમાન દ્વારા હૃદયની શસ્ત્રક્રિયા માટે ચેન્નઈ લાવવામાં આવી. રિક્યાવિક, આઇસલેન્ડ અને ઇસ્તંબુલ, તુર્કી ખાતે મધ્યમ કદના જેટ વિમાનમાં બળતણ ભરવા માટે ટૂંકા રોકાણો સહિત પ્રવાસમાં કુલ ૨૬ કલાક લાગ્યા. મહિલા મૂળ બેંગ્લુરુની છે. ભારતનો પાસપોર્ટ ધરાવે છે, તેથી અમેરિકામાં તબીબી વીમા બાબતમાં અડચણ હતી. બીજું કારણ એ અપાયું કે કુટુંબીઓને લાગ્યું કે એ મહિલાને અમેરિકામાં યોગ્ય અને પૂરતી સારવાર નહીં મળે. માટે તેઓએ એ બહેનને ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં મોકલી આપ્યાં. વિમાનમાં ત્રણ તબીબો અને બે પેરામેડિક સાથે હતા. બેંગ્લુરુથી તબીબો એ મહિલા દરદીને લાવવા માટે ખાસ યુએસએ ગયા હતા. એર એમ્બ્યુલન્સનું ભાડું જ એક કરોડ છ લાખ રૂપિયાનું ચૂકવ્યું. તબીબો અને બીજાઓને ચૂકવવી પડશે તે રકમ અલગ. એ બહેન પર હવે ઓપન હાર્ટ સર્જરી થશે.

માત્ર તબીબી કુશળતાના કારણથી એ બહેનને ભારત લવાયાં હોય તો ગર્વ લેવા જેવી બાબત છે. જોકે બાબત અખબારી અહેવાલમાં દેખાય છે એટલી સરળ લાગતી નથી. અમુક શંકાઓને જન્મ આપે છે. આટલા ખર્ચમાં અમેરિકામાં શ્રેષ્ઠ, વર્લ્ડ ક્લાસ સારવાર મળે. છતાં ચેન્નઈ અને ભારતના તબીબીએ કુશળતા બાબતમાં જગતભરમાં ડંકો વગાડ્યો છે તેમાં બેમત નથી. ગૌરવની વાત એ છે કે મોટા ભાગના ભારતની કોલેજોમાં ભણીને તબીબો બન્યા છે અને અમેરિકા, યુરોપ, કેનેડામાં ભારતીય મૂળનો તબીબ મળે તો એ ભારતમાં જ ભણ્યો હોય તે સંભાવના વધુ રહે છે.

ભારત હજી કેટલીક બાબતોમાં પ્રથમ વિશ્વની અને કેટલીક બાબતોમાં ત્રીજા વિશ્વની હરોળમાં બેસેલું જણાય. આવા કેટલાક સમાચારો પ્રથમ વિશ્વના લોકોને અચંબામાં મૂકી દેતાં હોય છે

Esta historia es de la edición August 06, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición August 06, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 minutos  |
Abhiyaan Magazine 28/12/2024