પાણીના અભાવ, ઘાસની અછત વચ્ચે ઢોરની ભૂખ ભાંગતું ‘એલિફન્ટ'
ABHIYAAN|August 27, 2022
શિયાળો ઊતરતાં જ કચ્છમાં ઘાસચારાની તંગી સર્જાય છે. અનેક પશુપાલકો ઉનાળામાં હિજરત કરવા મજબૂર થઈ જાય છે, ત્યારે હવે પશુપાલકો અને ધરતીપુત્રોએ પશુઓની ભૂખ ભાંગવા માટે આ સંકટનું નિવારણ શોધી કાઢ્યું છે. એવી તે કેવી ખાસિયતો છે કે ખેડૂતો અને પશુપાલકો ‘એલિફન્ટ' તરીકે પણ ઓળખાતા નેપિયર ઘાસ ઉપર પસંદગી ઉતારી રહ્યા છે?
સુચિતા બોઘાણી કનર
પાણીના અભાવ, ઘાસની અછત વચ્ચે ઢોરની ભૂખ ભાંગતું ‘એલિફન્ટ'

કચ્છમાં પશુપાલન મુખ્ય વ્યવસાય હોવા છતાં વરસાદની અનિયમિતતાના કારણે શિયાળો ઊતરતા કે ઉનાળાની શરૂઆતમાં જ અનેક પશુપાલકોને ઘાસ અને પાણીની શોધમાં હિજરત કરવી પડે છે. હિજરત એ જાણે અંતરિયાળ વિસ્તારના પશુપાલકો માટે નિયતિ બની ગઈ હોય તેવી સ્થિતિ છે. આ સ્થિતિમાં નર્મદાનાં નીર અને બારે માસ ઘાસની ઉપલબ્ધિ જ પરિવર્તન લાવી શકે તેમ છે. નર્મદાનાં નીર અત્યારે માંડવી તાલુકા સુધી ભલે પહોંચી રહ્યા હોય, પરંતુ અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકો તેનાથી વંચિત છે. જ્યાં પશુપાલન સૌથી વધુ થાય છે તે ભુજ તાલુકાના બન્ની વિસ્તારની સ્થિતિ પણ તેનાથી વેગળી નથી. ત્યારે ઘાસનો એક પ્રકાર આ મુશ્કેલી દૂર કરવા માટે ઉપલબ્ધ બન્યો છે. નેપિયર પ્રકારનું ઘાસ એક વખત વાવ્યા પછી લાંબા સમય સુધી ઉત્પાદન આપે છે. તેમાં પોષક તત્ત્વો સારા પ્રમાણમાં હોવાથી સારો પશુઆહાર બની શકે તેમ છે. કચ્છમાં અમુક ગ્રામ પંચાયતો ગૌચર જમીનમાં આ ઘાસ વાવીને ગામને ઘાસના ક્ષેત્રે સ્વાવલંબી બનાવવા પ્રયત્નશીલ છે.

પહેલાંના જમાનામાં ખેડૂતો જુવાર, બાજરી, મગફળી, ગુવાર, ઘઉંનું મોટાપાયે વાવેતર કરતાં. તેવી જ રીતે ઘાસચારો પણ પુષ્કળ વાવતા, પરંતુ અત્યારે રોકડિયા અને બાગાયતી પાકો વધુ પ્રમાણમાં વવાઈ રહ્યા છે, તેથી હવે પશુઓને ખાવા માટે ઘાસચારો મળવો મુશ્કેલ બને છે. સામાન્ય વરસ હોય ત્યારે પણ ઉનાળામાં રાજ્યના બીજા જિલ્લાઓમાંથી ઘાસ મગાવવું પડે છે. મોંઘાભાવનો સૂકો ચારો ખવડાવવો પડે છે. દુકાળનાં વર્ષોમાં તો સ્થિતિ ભારે કપરી બની જાય છે. આથી જ નેપિયર ઘાસ ઉપયોગી બની શકે તેમ છે.

Esta historia es de la edición August 27, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición August 27, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 minutos  |
Abhiyaan Magazine 28/12/2024