એ . સી.ની ઠંડી હવામાં મોબાઇલના તરંગોનું હાલરડું સાંભળતા નિદ્રામાં સરી જતી યુવાપેઢીને અંધારી રાતમાં તારાઓની બિછાત નિહાળી કલ્પનાઓમાં સરી જવાની ભવ્યતા કદાચ ન સમજાય, પણ જેણે એ માણી હોય ને એ તો જ્યારે એ ગુમાવી બેસે ત્યારે એની વ્યથા ગુલઝારના શબ્દોમાં પડઘાય,, "दिल ढूंढता है फिर वही फुर्सत के रात दिन, "गर्मियों की रात हो पुरवइया चले... ठंडी सफेद चादरों पर जागे देर तक तारों को देखते रहे छत पर पड़े हुए'. दिल ढूंढता है।
તારાઓ જોવાની ફુરસદ ડૉ. કરણ જાનીને પણ વડોદરામાં હતી 'ને મનમાં હતા અનેક પ્રશ્નો. મનમાં અધ્યાત્મ અને અંતરિક્ષ બંને તરફ સરખું ખેંચાણ હતું. અમેરિકાની Vanderbilt Universityમાં એસ્ટ્રો ફિઝિક્સ ભણાવતા ડૉ. કરણ જાની કહે છે કે, ‘વડોદરામાં અમારા ઘરમાં શિક્ષણનું વાતાવરણ તો હતું જ, દાદા શ્રેયસ સ્કૂલના સ્થાપક હોવાથી શિક્ષણની ખૂબ ચર્ચાઓ થતી, પરંતુ વિજ્ઞાન વિષય ગેરહાજર રહેતો. સમજણના ઘરમાં પ્રવેશતાં જ હું વિચારતો કે, આ બ્રહ્માંડની ઉત્પત્તિ ક્યારે થઈ હશે? બ્રહ્માંડે શા માટે પૃથ્વી ઉપર મને મોકલ્યો હશે? સ્કૂલના વૅકેશન પિરિયડમાં હું નડિયાદમાં શ્રી મોટાની મૌન શિબિરો એટેન્ડ કરતો અને આ જ પ્રશ્નો અંગે વિચારતો રહેતો. મારે બ્રહ્માંડને સમજવું હતું પણ માઇથોલૉજી દ્વારા નહીં, સાયન્ટિફિક રીતે. દસમા ધોરણના વિજ્ઞાનના એક ચેપ્ટરથી હું સમજ્યો કે આપણને દેખાતી આકાશગંગા એકમાત્ર ગેલેક્સી નથી, આવી અનેક ગેલેક્સી છે અને એક એક ગેલેક્સીમાં હજાર કરોડથી પણ વધુ તારાઓ હોય છે. મારું વિસ્મય પાંખો ફડફડાવતું હતું. બારમું ધોરણ પાસ કર્યા પછી મેં એમ.એસ. યુનિવર્સિટીમાં બી.એસસી. વિથ ફિઝિક્સનો અભ્યાસ કરવા માંડ્યો.’
આપણે એવી કેટલી બધી ઘટનાઓ કે વાર્તાઓ સાંભળી છે કે કોઈ એક પુસ્તક કે કોઈ એક વાક્ય વ્યક્તિના જીવનને એક નવો જ વળાંક આપી દે. કરણ જાની માટે પણ આવી જ કોઈક ઘટના નિયતિએ સર્જી હતી. તેઓ વધુમાં કહે છે કે, “અમારી સાયન્સ ફેકલ્ટી પાસે ફૂટપાથ ઉપર એક માણસ સેકન્ડહેન્ડ બુક વેચતો એની પાસેથી એક દિવસ મેં એક બુક ખરીદી જેનું નામ હતું ‘અ બ્રિફ હિસ્ટ્રી ઑફ ટાઇમ’, સ્ટિફન હૉકિંગની આ બુક વાંચી મારું મનોજગત બદલાઈ ગયું, ત્યારે મને જાણ નહોતી કે આ બુક મને ખુદને એના લેખક સુધી દોરી જશે, કદાચ બ્રહ્માંડની મારા માટેની આ જ ભાવી યોજના હતી."
Esta historia es de la edición September 17, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 17, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ