વર્ષ ૨૦૧૭માં અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા ત્યાર બાદ પાકિસ્તાનની આર્થિક તબિયત બગડવાની શરૂઆત થઈ. પાકિસ્તાનને આતંકવાદ સામે લડવાના નામે જે નાણાંનો પ્રવાહ અમેરિકા તરફથી મળતો હતો તેના નળ ટ્રમ્પે આવીને બંધ કરી દીધા. એ સમયે ટ્રમ્પ બોલ્યા હતા કે છેલ્લાં પંદર વર્ષ (ત્યાર સુધીના)માં અમેરિકાએ પાકિસ્તાનને તેંત્રીસ અબજ ડૉલરની મદદ કરી છે, પણ પાકિસ્તાન તરફથી બદલામાં અમેરિકાને દગાબાજી અને છેતરપિંડી મળ્યા છે. પાકિસ્તાનની ભૌગોલિક સ્થિતિ એટલી સરસ છે કે તે ધારે તો જગતનું એક વિકાસશીલ રાષ્ટ્ર બની શકે, પણ આજે એક અમેરિકન ડૉલર ખરીદવા માટે પાકિસ્તાનીએ પાક રૂપિયા ૨૨૫થી વધુ ખર્ચવા પડે. વર્ષ ૨૦૧૭માં એક ડૉલરની કિંમત રૂપિયા (૧૦૦-૧૦૩) હતી. આજે ભારતના એક રૂપિયાના બદલામાં ત્રણ પાકિસ્તાની રૂપિયા મળે. જે મોટરકાર ભારતમાં રૂપિયા દસ લાખની પડે તે પાકિસ્તાનીઓને ત્રીસથી પાંત્રીસ લાખ રૂપિયામાં પડે છે. ૨૦૧૯માં એક ડૉલરની સામે પાક. રૂપિયા ૧૩૯થી ૧૫૪ થયા અને ત્યાર બાદ પાછું વાળીને જોયું નથી.
અમેરિકા તરફથી મળતી સહાય, આઈએમએફ અને બીજા દેશો ચીન, તુર્કી, સાઉદી અરેબિયા વગેરે પાસેથી મેળવેલી લોન અને અમુક ઘરઆંગણાની આવક જોડીને પાકિસ્તાનના લશ્કરી અને રાજકીય હાકેમોએ ૨૦૧૮-૧૯ સુધી તાગડધિન્ના કર્યા, પણ તકલીફો આવી ત્યારે એકસાથે આવી. પાકિસ્તાનના પોતાના આતંકવાદી કારનામાં, ઘરઆંગણે પેધી ગયેલાં ત્રાસવાદી જેહાદી સંગઠનો વગેરેને કારણે જગતભરમાં પાકિસ્તાનીઓની શાખ બચી ન હતી. જગતમાં જ્યાં પણ કોઈક ત્રાસવાદી ઘટના આકાર લે ત્યારે તેના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા મળે. ધીરે-ધીરે જગતે પાકિસ્તાનને લોન અને મદદ આપવાનું બંધ કર્યું. નાછૂટકે ચીન અને સાઉદી અરેબિયા વગેરે થોડી ઘણી મદદ કરતા. ઈમરાન ખાન સત્તા પર આવ્યા હતા ત્યારથી નાણાંની કારમી તંગી નડવા માંડી હતી. વિશ્વ બેન્કે પણ હાથ ઊંચા કરી દીધા હતા. ઈમરાન ખાને આવીને નાણાં ઊભાં કરવા માટે સરકારનો મોંઘીદાટ ગાડીઓનો કાફલો વેચી નાખ્યો, પણ આ કોઈ ઉપાય નથી. એ તો ઊંટના મોઢે જીરું કહેવાય.
Esta historia es de la edición September 24, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 24, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ