ગળ્યું ભાવવું એ મનુષ્યોમાં બાળપણથી જ વણાયેલ ગુણ, ટેવ કે પ્રકૃતિ છે. કાળક્રમે આપણી જીભના અંદરના છેડે આવેલા ટેસ્ટબડ ગળ્યા સ્વાદને પારખવા માટે ખાસ રીતે કેળવાઈ ગયા છે, જેનાથી દિમાગમાં આનંદની અનુભૂતિનાં રસાયણો ઝરે છે. ઉત્ક્રાંતિના પગલે મનુષ્યમાં આ સિસ્ટમ ડૅવલપ થઈ હોવા પાછળ અલગ-અલગ કારણો અપાયાં છે. નવજાત બાળકના ઝડપી વિકાસ માટે માતાનું દૂધ જરૂરી હોય છે અને એ દૂધ તેને ભાવે, એ દૂધની એનામાં ભૂખ જાગૃત થતી રહે એ માટે કુદરતે દૂધમાં પુષ્કળ માત્રામાં રહેલ શર્કરા જીભને અડતા મનને આનંદ અને સંતોષ મળે એવી ગોઠવણ કરી હોવી જોઈએ. બીજો તર્ક એ છે કે, સદીઓ પહેલાં વનવાસ કે વગડાવાસી જીવન ગુજારતા મનુષ્યોને જ્યારે કયું ફળ આરોગવાલાયક છે એનું ભાન નહોતું પડતું ત્યારે કુદરતે આપણને એ પારખવાની ખાસ વ્યવસ્થા કરી આપેલી. કડવો સ્વાદ લાગે તો ફળ ઝેરી કે હાનિકારક હોઈ શકે અને મધુર સ્વાદ આવે તો ફળ બિનઝેરી હોઈ શકે. ટૂંકમાં, મનુષ્યજાતિના વિકાસ અને અસ્તિત્વ ટકાવી રાખવાની ઝંખનાને ગળ્યા સ્વાદ પ્રત્યેના વળગણનું કારણ ગણાવાય છે. કિન્તુ આજે પાસું પલટાઈ ગયા પછી આ જ વળગણ આપણા સ્વાસ્થ્ય અને એકંદરે જીવન પર ઊલટી અને ગંભીર અસર કરી રહ્યું છે, તથા આપણા વિકાસ અને અસ્તિત્વ સામે ખતરો બનીને ઊભું છે.
શર્કરા, સાકર કે ખાંડનું મૂળ ભારતમાં હોવાનું ઇતિહાસકારો જણાવે છે. પશ્ચિમનું વિશ્વ સદીઓ પહેલાં ગળપણ માટે ફળો અને મધ પર નભતું હતું. અંગ્રેજીમાં ‘શુગર’ શબ્દ શર્કરા પરથી આવેલો છે અને ગળપણયુક્ત કૅન્ડીને પણ એનું નામ ખાંડ પરથી મળ્યું હોવાનું મનાય છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ગોળ, ખાંડ અને સાકરના ખાદ્ય પદાર્થોનો ઉલ્લેખ જોવા મળ્યો છે. નોંધવામાં આવ્યું છે કે બૌદ્ધ સંપ્રદાયમાં ઉપવાસ દરમિયાન શર્કરાયુક્ત પાણીનો નિષેધ ન હોવાથી ધાર્મિક અનુષ્ઠાનોમાં શર્કરાનો ઉપયોગ વણાઈ ગયેલો. બુદ્ધઘોષ જેવા ગ્રંથમાં પણ શેરડીનો રસ કાઢતી ઘંટી, એને ઉકાળીને શર્કરાના ગઠ્ઠા બનાવવાની વાતનો ઉલ્લેખ કરાયેલો છે. બૌદ્ધ ધર્મ સાથે શેરડીમાંથી બનતા ગળપણનું જ્ઞાન પણ ચીનમાં પ્રસર્યું હોવાનું ઇતિહાસકારો જણાવે છે.
Esta historia es de la edición October 01, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición October 01, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ