ટૉમ્સ હૉડ નામના એક અંગ્રેજ કવિની કવિતા પંક્તિ યાદ આવે છે. એ લખે છે: ‘O God, than bread should be so dear, And flesh and blood so cheap.’ આ જ સંદર્ભે આપણા અધ્યાત્મ કવિ સુન્દરમની એક કવિતાની કડી છેઃ ‘રામજી, કાં રોટલા મોંઘા, ’ને લોહીમાંસ આટલાં સોંઘાં.’
આ વાત અમને અમદાવાદના ખાડાડિત અને ભૂવામઢઢ્યા રસ્તાના સંદર્ભે યાદ આવી ગઈ. અમે કવિ તો છીએ નહીં, છતાં કવિ ટૉમ્સ હૉડની ક્ષમા યાચના સાથે એટલું તો ભૂવા સંદર્ભે ચોક્કસ કહીએ કે - હે નગરસેવકજી, કાં ખાડા ’ને ભૂવા આટલા સોંઘા ’ને ફ્રેક્ચર આટલાં મોંઘાં?!
ચોમાસાની ખરી મજા વરસાદની નહીં, નાના-મોટા ખાડા અને ઊંડા-પહોળા ભૂવાની છે. ભૂવાનું સર્જન સ્વયંભૂ હોય છે. રસ્તા પર સર્જાતા ભૂવા બનતા નથી, જન્મે છે. એમનું અસ્તિત્વ તળાવ કે નદી જેવું કુદરતી છે. આ માટે જે-તે શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે!
કેટલાક લોકો કોર્પોરેશનનો વાંક કાઢે છે. લોકોની આ ટેવ સારી ન કહેવાય. કોર્પોરેશનના વહીવટદારો બિચારા, થાય એટલા ભૂવાનું સર્જન થવા દે છે અને જે થઈ ચૂક્યા છે એ દરેકે દરેક ભૂવાને કંકુ-ચોખાથી વધાવી લે છે. વળી, દર ચોમાસે નવા-નવા અને ક્યારેક તો અવનવા ભૂવાનું સ્વયંભૂ સર્જન થાય એ માટે ‘મોન્સૂન ઍક્શન પ્લાન’ પણ બનાવે છે. શક્ય છે કે, કોઈક જગાએ આટલાં વર્ષોમાં એક પણ ભૂવો પડ્યો ન હોય તો એમાં કોર્પોરેશનનો વાંક કાઢવા બેસીએ એ પણ સારું નહીં. કેટલાંક કામો તો આપણાથી પણ ધ્યાન બહાર જતાં રહે છે એટલે શું આપણે આપણા માથા પર માછલાં ધોઈએ છીએ? આપણને કશો જ હક નથી કે ભૂવાની બાબતે આપણે મ્યુનિસિપાલિટીના સક્રિય અને બેનમૂન વહીવટીતંત્ર પર માછલાં ધોઈએ.. અને એમ કરવા જતાં, માછલાં જ આપણા પર બદનક્ષીનો કેસ ઠોકી દે, તો?
Esta historia es de la edición October 15, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición October 15, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ