તે દિવસે નવી ઓફિસમાં મારો પહેલો દિવસ હતો. એક મેટ્રો સિટીમાં આવવાનો પણ પહેલો અનુભવ. અધધધ વસ્તી ધરાવતું અજાણ્યું શહેર અને એમાં મોટી કંપની, ઉત્સાહની સાથે-સાથે થોડીક ગભરામણ પણ થતી હતી. અજગર જેવી સડકો અને એના ઉપરનાં ટપકાં જેવા ક્યારેય ખતમ ન થનાર વાહનો. બસમાં બેઠી બેઠી હું મારી આંખોમાં વિસ્મય આંજી રહી. મારું સ્ટોપ આવી ગયું, હું એક મોટા બિલ્ડિંગ પાસે પહોંચી, તેમાં આવેલી પ્રખ્યાત કોર્પોરેટ કંપનીની ઓફિસમાં પચીસમા માળે મારે આજથી કામ કરવાનું હતું. હું થોડી નર્વસ થઈ બધું જોતી રહી. હું લિફ્ટમાં જવા માટે હું બટન દબાવી ઊભી રહી. લિફ્ટ ખૂલી, થોડીવારમાં તો વીસેક માણસોથી ભરાઈ પણ ગઈ. દરવાજો બંધ થવામાં હતો એ જ સમયે એક માણસ દોડીને આવ્યો અને અંદર ઘૂસ્યો, બરોબર મારી પાસે આવીને સૂગ ચડી ઊભો રહ્યો. હું જરાક સંકોચાઈ એટલે એણે મારી સામે સ્મિત આપ્યું. અરર, કાળો ડિબાંગ રંગ, એમાં સફેદ દાંત દેખાય. મને આવી. મારો ઓફિસમાં જવાનો ઉત્સાહ થોડો મંદ પડી ગયો. કારણ વગર મારી નજર ઘડીઘડી એ માણસ ઉપર જ પડતી હતી. ઠીકઠાક ગોઠવેલા વાળ, આછા બ્લ્યુ શર્ટ ઉપર નેવી બ્લ્યુ ટાઈ અને બ્લેક ફોર્મલ પેન્ટ, ફોર્મલ શૂઝ અને હળવી મહેકવાળું પરફ્યુમ, ખાસ્સો સ્માર્ટ હતો, પણ ચહેરો, હાય રામ! પંદરમો માળ આવ્યો અને એ ઊતર્યો. મને હાશકારો થયો કે આ મારી ઓફિસમાં તો સાથે કામ નથી કરતો, આખો દિવસ તો મોઢું નહિ જોવું પડે. પચીસમો માળ પણ આવી ગયો.
નવી જગ્યા, નવા લોકો, નવું કામ, આખો દિવસ ઉત્સાહમાં ગયો. મારી સાથે મિત્રતા કરવા માટે ઘણા હાથ લંબાયા અને મેં પણ હાથ મેળવ્યા. એકંદરે હું ઓછા બોલી એટલે જલદી મિત્રતા ન કરી શકું, પણ સહકર્મીઓ અને ઓફિસનું વાતાવરણ મને એકદમ ગમી ગયું. સાંજે હું ઘરે પાછી જવા માટે નીકળી. લિફ્ટમાં ફરી પંદરમા માળેથી એ કદરૂપો માણસ ચડ્યો અને મારી સામે પરિચિત હોય એમ સ્મિત આપ્યું. સાલી, પુરુષોની જાત જ એવી. જરાક દેખાવડી કે સ્માર્ટ સ્ત્રી જોઈ નથી કે પાછળ પડ્યા નથી. બધી સ્ત્રીઓને પોતાની પ્રોપર્ટીની જેમ જુએ. શું સમજતો હશે આ પોતાના મનમાં! છુપા તિરસ્કારથી મેં એના સ્મિતને અવગણ્યું. લિફ્ટ ખૂલી અને અમે બધાં બહાર નીકળ્યાં. હું બસસ્ટોપ ઉપર મારી બસ આવવાની રાહ જોતી ઊભી હતી અને મારી પાસે એક બાઇક આવીને ઊભું રહ્યું,
Esta historia es de la edición October 29, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición October 29, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ