‘અરે, પ્રકાશ તારા રાઇટરનું શું થયું? કેમ હજી સુધી આવ્યો નથી? જો પરીક્ષાનો સમય થઈ ગયો છે, તેનો સંપર્ક કર અને પૂછી તો જો કેટલે પહોંચ્યો?’ ધોરણ ૯માં અભ્યાસ કરતા પ્રજ્ઞાચક્ષુ પ્રકાશને તેના શિક્ષકે પૂછ્યું. પ્રકાશે રડમસ અવાજે કહ્યું, ‘સર, કાલ સુધી તો મારો રાઇટર અજય પરીક્ષા માટે મને ઘણો સપોર્ટ કરતો હતો, પરંતુ આજે સવારથી ફોન નથી ઉપાડતો. મમ્મીએ પણ ઘણા કૉલ કર્યા. સર, મને ડર લાગે છે કે તે નહીં આવે તો હું પરીક્ષામાં કેવી રીતે બેસી શકીશ? મારી તો મહેનત એળે જશે, હું પ્રથમ પરીક્ષામાં જ નાપાસ થઈશ.’
‘તું ચિંતા ના કર, કંઈક રસ્તો કરીએ છીએ.’ પ્રકાશને હિંમત આપતાં શિક્ષકે કહ્યું. પ્રકાશ ભગવાનને પ્રાર્થના કરતો રહ્યો. શિક્ષક રાઇટરની વ્યવસ્થામાં લાગી ગયા. હવે પ્રશ્ન એ ચોક્કસથી થશે કે આવું કેવી રીતે બને? કોઈ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીને પરીક્ષામાં આવવાનું કહીને રાઇટર છેલ્લી ઘડીએ કેવી રીતે હાથ ઊંચા કરી શકે? પરંતુ ઘણીવાર આવા કિસ્સા બનતા હોય છે, જેમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે તો રાઇટરની વ્યવસ્થા પહેલેથી જ કરવામાં આવે છે, પરંતુ અમુક કિસ્સામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે કપરી પરિસ્થિતિ સર્જાય છે. આવા સમયે એક એવો યુવાન જે પોતે દિવ્યાંગ છે છતાં પણ પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ પરીક્ષાર્થીઓ માટે રાઇટર બને છે.
રાહુલ જન્મથી એક અસાધારણ યુવાન. જી હા, અસાધારણ એટલા માટે, કારણ કે તે પોતે દિવ્યાંગ છે એટલે કે તેના બંને હાથમાં માત્ર અંગૂઠો જ છે, આંગળીઓ નથી. જેના કારણે તેને લખવા માટે બંને હાથનો ઉપયોગ કરવો પડે છે. આમ છતાં તેણે પોતાની આ મર્યાદાને મહાત આપીને લેખન-કુશળતાને એ રીતે કેળવી છે કે માત્ર પોતાના જ પેપર નહીં, પણ અન્ય પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના પેપર પણ રાઇટર તરીકે લખવા જાય છે.
Esta historia es de la edición November 12, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición November 12, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ