બુધપ્રધાન વ્યક્તિને એટેક નથી આવતો; એની પર પત્નીનું વર્ચસ્વ હોય છે..!!
ABHIYAAN|November 19, 2022
બુધવારે લગ્ન ન થઈ શક્યાનું દુ:ખ પણ કેટલાક તો અનુભવતા હશે, પણ એવા લોકોએ દુઃખી થવાની જરૂર નથી. બુધનું પાનું વીંટીમાં પહેરી લેવું
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’
બુધપ્રધાન વ્યક્તિને એટેક નથી આવતો; એની પર પત્નીનું વર્ચસ્વ હોય છે..!!

બુધનો સ્વભાવ રજોગુણી છે, અમારો બાબુ બૉસ તો રજોગુણીને બીજોગુણી કહે છે. બસ, આને જ બુધનો પ્રતાપ કહેવાય. અમારો આ મિત્ર બુધપ્રધાન છે. બુદ્ધિપ્રધાનની હજુ સુધી મને ખબર નથી પડી. જોકે, એનેય ખબર તો નહીં જ હોય, નહીંતર અમારી મૈત્રી હજુ સુધી ટકી હોય ખરી? બુધપ્રધાન વ્યક્તિમાં વ્યાપારી સમજ કે ગણતરીવાળો સ્વભાવ વધારે જોવા મળે છે. પોતે હંમેશાં પ્રફુલ્લિત અને પ્રસન્ન રહે છે. અલબત્ત, બીજાના ભોગે. આવી વ્યક્તિ જે કંઈ કામ કરે છે તે બૌદ્ધિક કે વૈજ્ઞાનિક પદ્ધતિથી જ કરે છે એવા વહેમમાં રહેવાનું એને ગમતું હોય છે.

બુધનું નંગ એટલે કે રત્નનું નામ છે પાનું. આ જાતક પોતાની આંગળી પર વીંટીમાં પાનું પહેરે કે ન પહેરે પણ એની જીવનકિતાબનું એકેએક પાનું ખુલ્લું થઈ જતું હોય છે. એ ‘ગમે એટલું’ ઢાંકવાનો પ્રયત્ન કરે તો પણ ‘પાને પાને પર લિખા હૈ પઢનેવાલે કા નામ’ - એ રીતે એની જીવન કિતાબનાં દરેક પાનાંને એનો વાંચનાર મળી રહેતો હોય છે. બુધપ્રધાન જાતકનું પ્રિય ધાન્ય મગ છે. મગ ધાન્ય નહીં, પણ કઠોળ છે, મગ ખાનાર કઠોર બની શકે છે. નઠોર બની શકવાની ગૅરન્ટી મગ ન આપી શકે. આ જાતક ભલે ગમ ખાતાં ન શીખ્યો હોય, મગ ખાતાં શીખી જાય છે. જોકે મગ સાથે મગજને કોઈ જ સીધો કે આડો સંબંધ નથી હોતો, છતાં પણ મગની અસર મગજ પર પડતી જ હોય છે. કદાચ એ કારણે જ આ જાતક, નામ ગમે તે હોય, ‘મગન’ થઈને જ ફરતો હોય છે.

આ બધા ગ્રહમંડળમાં માત્ર બુધ જ એવો ગ્રહ છે જેને પશુ તરીકે હાથી પ્રિય છે. બુધપ્રધાન જાતકનો જીવનસાથી ભલેને કોઈ દૂબળો પાતળો હોય, હાથી એનું પ્રિય પ્રાણી છે. શક્ય છે કે આ જાતકના દાંત પણ ચાવવાના અને દેખાડવાના જુદા જુદા હોય, પણ તેથી કરીને એના દાંતની દાણચો રી થાય એવી કોઈ જ શક્યતા છે નહીં. હા, પોર્ટેબલ દાંત હોય તો ચોરી થવાની સંભાવના ખરી.

Esta historia es de la edición November 19, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición November 19, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024