ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકોનો સમાવેશ થાય છે. તેમાં સૌરાષ્ટ્રની બેઠકો ભાજપ માટે પડકારરૂપ બની રહી છે. ૨૦૧૭ની ચૂંટણીમાં પણ ભાજપને સૌરાષ્ટ્રમાં નુકસાન થયું હતું, પરંતુ ત્યારે પાટીદાર આંદોલનની અસરને કારણે આવું બન્યું હોવાનું માનવામાં આવતું હતું.
આ વખતે એ ફેક્ટરની કોઈ અસર નથી. બલ્કે, પાટીદાર સમાજ ભાજપની પડખે અડીખમ ઊભો હોવાનું જોવા મળેલ છે. તેમ છતાં, આ વખતે પણ સૌરાષ્ટ્રમાં ભાજપ માટે પરિસ્થિતિ જોઈએ તેટલી સરળ નથી અને આ વાત ભાજપના સ્થાનિક નેતાઓથી માંડીને ટોચના નેતાઓ સુધીના સૌ કોઈ જાણે છે અને એટલે જ ભાજપની ટોચની નેતાગીરી સૌરાષ્ટ્રની અનેક બેઠકો પર જાતે નજર રાખી રહી છે. એટલું જ નહીં તો, કેટલીક મહત્ત્વની બેઠકો જીતવા માટે ચૂપચાપ ઑપરેશનો પાર પાડી રહી છે.
જેમ કે, ખંભાળિયા વિધાનસભાની બેઠક પર કોંગ્રેસનું વર્ચસ્વ જોવા મળતું રહ્યું છે, પરંતુ આ વખતે ખંભાળિયા વિધાનસભાની બેઠક કોઈ પણ ભોગે કબજે કરવા માટે ભાજપ એડી ચોટીનું જો૨ લગાવી રહ્યો છે.
જામનગર લોકસભાની બેઠક ભાજપ પાસે છે અને ત્યાંના લોકસભાનાં સભ્ય પૂનમબહેન માડમ આહીર કોમ્યુનિટીનાં છે. ખંભાળિયા વિધાનસભાની બેઠક પર આહીર સમાજનો દબદબો રહે છે. આ બેઠક પર ગત ચૂંટણીમાં વિક્રમ માડમ ચૂંટાઈ આવ્યાં હતાં, જે પૂનમબહેન માડમના સંબંધી પણ છે, પરંતુ રાજકીય રીતે બંનેના માર્ગ અલગ-અલગ છે.
ભાજપે ખંભાળિયાની બેઠક પર તેના ગઈ ચૂંટણીના પરાજિત ઉમેદવાર મૂળુ બેરાને ઊભા રાખ્યા છે. તેઓ ઉમેદવારી પત્ર ભરવા ગયા હતા ત્યારે તેમની સાથે ખંભાળિયાના વતની અને અગ્રણી ઉદ્યોગપતિ પરિમલ નથવાણીની હાજરી સૂચક બની રહી હતી.
Esta historia es de la edición December 03, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 03, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ