પ્રશંસા જેવો કોઈ બૂસ્ટર ડોઝ નથી!
ABHIYAAN|July 08, 2023
અમેરિકાના પ્રસિદ્ધ હાસ્યલેખક માર્ક ટ્વેઇને પ્રશંસાની વ્યાખ્યા આપતાં કહ્યું છે, એક સળગતી મીણબત્તી સામે સૂરજને પણ ઝાંખો પાડવાની વાકલા એટલે પ્રશંસા!
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’
પ્રશંસા જેવો કોઈ બૂસ્ટર ડોઝ નથી!

જ્યોર્જ બર્નાર્ડ શો રાજકારણી નહોતા તેમ છતાં ખુદની પ્રશંસા કરવામાં એ ફુલટાઇમ સ્વાવલંબી હતા. એક દિવસ કોઈએ એમને કહ્યું કે – દુનિયાનાં શ્રેષ્ઠતમ ૧૦૦ પુસ્તકોનાં નામ કહી બતાવો, ત્યારે બર્નાર્ડ શોએ એકદમ સહજ ભાવે કહ્યું કે, મેં તો આજ સુધીમાં માત્ર ૧૭ પુસ્તકો જ પ્રગટ કર્યાં છે. આ સાંભળીને પેલાને આશ્ચર્ય થયું એટલે પૂછ્યું: આ તો તમારી ખુદની પ્રશંસા કહેવાય! તમે તમારી જ પ્રશંસા કરો એ ઠીક ન કહેવાય. બર્નાર્ડ શોએ પછી ગંભીર થઈને કહ્યુંઃ તમારી વાત સાચી છે કે એ ‘ઠીક’ ન કહેવાય, કેમ કે એ ‘શ્રેષ્ઠ’ કહેવાય! અરે ભાઈ, તમે મને એટલો અશક્ત અને પાંગળો માનો છો કે મારી પ્રશંસા માટે હું બીજા પર આધાર રાખું અને બીજાનો મોહતાજ બનું? હજી હું એટલો તો સશક્ત છું કે ખુદની પ્રશંસા હું ખુદ કરી શકું!

જ્યારે કોઈ આપણી પ્રશંસા કરે છે ત્યારે આપણી માનસિક સ્થિતિ (જોકે માનસિક કરતાં હાર્દિક સ્થિતિ વધારે) વિચિત્ર બની જતી હોય છે. નથી તો એ પ્રશંસાનો ખુલ્લા દિલે હોંશે હોંશે ઓપન માઇન્ડેડ સ્વીકાર કરી શકાતો, કે નથી તો નિર્લેપપણાનો મૅકઅપ કરીને ગંભીર મોઢે અસ્વીકાર પણ કરી શકાતો! હવે આવી સ્થિતિમાં આપણા ચહેરા પર આપણે એક સેકન્ડનોય વિલંબ કર્યા વિના તરત જ સંકોચ, લજ્જા કે શરમાળપણાના ભાવને એવી ચતુરાઈથી રમતો મૂકી દેતા હોઈએ છીએ કે જોનાર એકદમ ભાવુક બની જાય. આટલું ઓછું હોય એમ, આછા પાતળા દાંત દેખાય એ રીતે હૈં.. હેં..હેં..'નો સાવ ભેંકાર લાગે એવો ‘હેં’કાર કરીને આપણે ધીમેથી કહેતા પણ હોઈએ છીએ કે – ‘અરે ભાઈ, હું ક્યાં આવી પ્રશંસાને લાયક છું?!’ પ્રશંસાનો આ રીતે મોઢેથી અસ્વીકાર કરીને પણ કાન વડે તો એ પ્રશંસારસને આપણે હોંશે હોંશે ગટગટાવતા જ હોઈએ છીએ.

તમે ખાસ ઑબ્ઝર્વ કરજો સાહેબ, જેની પ્રશંસા થઈ રહી હોય છે એ વ્યક્તિના ચહેરા પર કોઈ જુદા જ આકારની, કોઈ જુદા જ પ્રકારની દીનતા, દાસ્યતા અને આભારવશતાની ભાવુકતા જોવા મળશે, જેવી ભાવુકતા કોઈ ભિખારીના ચહેરા પર જોવા મળે જ્યારે આપણે એને બે-પાંચ રૂપિયાની ભીખ આપતાં હોઈએ ત્યારે જોવા મળતી હોય! પ્રશંસાની આ જ તો કમાલ છે સાહેબ!

Esta historia es de la edición July 08, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición July 08, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 minutos  |
Abhiyaan Magazine 28/12/2024