‘આપની આજ’ કેવી જશે એનો આધાર જ્યોતિષ પર નહીં, બાબુના કહેવા પ્રમાણે આપણા પડોશી પર અને તેમાંય પડોશણ પર છે. મારા મિત્ર બાબુ બૉસને તમે તમારી પડોશણનાં દર્શન ફક્ત એકવાર જ કરાવી દો તો એ તમને ગૅરન્ટીપૂર્વક કહી દેશે કે તમારું ભવિષ્ય કેવું છે!
પડોશણના પ્રકારોય અનેક છે. એમાં નેક કેટલી અને અ-નેક કેટલી એ તમે એને કેવો સહકાર આપો છો એના પર આધારિત છે. કેટલીક પડોશણો પાકિસ્તાન જેવો સ્વભાવ ધરાવતી હોય છે. પોતે તો જંપીને બેસે નહીં, આપણને પણ જંપીને જીવવા ન દે. એને ક્યાંય જંપ ન વળે. જોકે દિલ તો અવારનવાર Jump માર્યા જ કરતું હોય અને એ કારણે આપણને પણ જંપ ન વળે, આખો દિવસ અ-જંપ રહ્યા કરે. કેટલીક પડોશણો ફૅશનેબલ હોય છે, પરિણામે એના જીવનની પ્રત્યેક રંગોળીમાં કેટલા રંગ પૂરાયા છે તેનો ખ્યાલ તેના પતિને નથી હોતો, તેના કરતાં આપણને વધારે હોય છે – એવો વહેમ આપણને નહીં, પણ પત્નીને વેળાસર આવી જતો હોય છે. શિયાળો હોવાના માત્ર એક કારણે અને માત્ર એ જ કારણે જો આપણે ચહેરા પર સહેજ વેસેલિન કે ક્રિમ લોશન લગાવીએ તો વાઇફ તરત જ ઇન્ક્વાયરી કરવાની જ કે, “કેમ? કેમ.. આટલી ઉંમરે આ નખરાં શરૂ કર્યાં? પેલી સોસાયટીમાં રહેતાં'તાં ત્યારે પણ શિયાળો તો આટલો જ ઠંડો આવતો’તો, આ ઘરમાં કે આ ફ્લેટમાં શિયાળો કંઈ નવાઈનો આવ્યો છે?’
– હવે આવા સવાલોના જવાબો તમે આપો તોય દુ:ખી થાવ અને ન આપો ’ને મૌન રહો તો.. તો.. ઔર દુ:ખી થાવ..! કેટલીક પડોશણો વકીલ જેવી હોય છે. પોતે જીવતાં રહેવા માટે બાજુવાળાને ‘કિલ’ કરતી રહે! અને જો ભૂલેચૂકે કોઈ શિક્ષિકા પડોશણરૂપે મળી ગઈ.. તો ખલ્લા..સ! તમારા હસવામાંય એ વ્યાકરણની ભૂલો શોધવાની. તમારા ઘરમાં કશોક અવાજ થતો રહેતો હશે તો એ એના ઘરમાંથી દોડતી આવીને તમારા ઘરનાં બારણાં પાસે ઊભા રહીને ‘સી..સ, સી..ઈ...ઈ... સ...' જેવો ઇશારો કરતી રહેશે. તમે વળી કંઈક બીજું જ સમજીને શરમાતાં શરમાતાં વગર મૂછેય મૂછમાં સેન્ટિમીટરિયું અને પાછું સેન્ટિમેન્ટલિયું સ્મિત કરતાં થઈ જવાના! તમારા એ લાગણીભીના સ્મિતને એ વળી નફટાઈમાં ખપાવશે..અને આ રીતે ‘આંધળે બહેરું ફૂટાતું જશે!’
Esta historia es de la edición July 29, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 29, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.