વિશ્વના વિવિધ ભાગોમાંથી આવતા સમાચાર જગતની રાજકીય સ્થિરતા અંગે ચિંતાઓ જન્માવનારા છે. આપણા ભારતમાં જ મણિપુર હિંસામાં સપડાયું છે, ફ્રાન્સમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યાં છે, સ્વીડનમાં કુરાન સળગાવવાનો વિવાદ વકરેલો છે અને ઇઝરાયલમાં ન્યાયતંત્રની સત્તાના સવાલ સામે પણ દેખાવો ચાલી રહ્યા છે. ઇઝરાયલ જેવા સુખીસંપન્ન ગણાતા દેશમાં મોટી સંખ્યામાં લોકો વિરોધ કરવા નીકળી પડે ત્યારે ત્યાં સળગી રહેલો મુદ્દો ભારત જેવા લોકશાહી ધરાવતા અન્ય દેશો માટે પણ ગંભીરપણે ધ્યાન આપવા જેટલો અગત્યનો બની જાય છે.
શાળામાં જ આપણને ભણાવવામાં આવે છે કે આપણે ત્યાં સરકારના ત્રણ મુખ્ય અંગ એટલે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આમાં જનપ્રતિનિધિથી રચાતી ધારાસભાને કાયદો ઘડવાની અને ન્યાયતંત્રને એ કાયદાના આધારે ચુકાદા આપવાની અને કાયદાનું અર્થઘટન કરવાની સત્તા મળેલી છે. ભારતમાં ન્યાયતંત્ર પોતાની કાર્યવાહી મુક્ત રીતે કરી શકે છે, એ જ પ્રકારે ઇઝરાયલમાં પણ ન્યાયતંત્ર સરકારની દખલ વગર ચાલે છે અને નજીકના ભૂતકાળમાં ભારતમાં ન્યાયાધીશોની નિયુક્તિ અને બદલી માટે કાર્યરત કૉલેજિયમ સિસ્ટમ વિરુદ્ધ જેવો વિવાદ જાગેલો, કંઈક એવો જ વિવાદ થોડા મહિનાઓથી ઇઝરાયલમાં પણ સળગી ચૂક્યો છે. આ વિવાદ કેવો વળાંક લેશે એ જોવું ભારત માટે પણ જરૂરી છે, કેમ કે એવો છુપો ડર પ્રગટી રહ્યો છે કે નજીકના ભવિષ્યમાં આ ચિત્ર કદાચ ભારતમાં પણ આકાર લઈ શકશે.
ડિફેન્સ એક્સપર્ટ અભિજિત ઐયર-મિત્રા ઇઝરાયલનો મુદ્દો વિસ્તારથી સમજાવે છે. ઇઝરાયલની ન્યાયપ્રણાલીમાં જજની વરણી કરે છે નવ સભ્યોની સમિતિ, જેમાં સામેલ હોય છે ત્રણ જજ, બાર એસોસિયેશનના બે પ્રતિનિધિઓ, ધારાસભાના બે સભ્યો અને બે મંત્રીઓ. ઇઝરાયલમાં ન્યાયાધીશો અને બાર એસોસિયેશન મોટે ભાગે ડાબેરી વિચારધારાના સમર્થક હોવાથી જમણેરીવિચારધારાની સરકાર સત્તામાં હોવા છતાં ભાગ્યે જ ન્યાયપ્રણાલીમાં એમની વિચારધારાને પ્રતિનિધિત્વ મળતું હોય છે. આના પરિણામે ‘એક્ટિવિસ્ટ’ તરીકે વર્તવાનો શોખ ધરાવનારા ડાબેરી ન્યાયાધીશો કાયદાના અર્થઘટનમાં વધુ પડતી છૂટછાટ લેતા થઈ જાય છે અને કાયદાના નિરપેક્ષ અર્થઘટનને બદલે ન્યાયાધીશો પોતપોતાની વિચારધારા, ગમા-અણગમા પ્રમાણે કાયદાનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા ભોગવે છે.
Esta historia es de la edición August 05, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 05, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે