અખિયાં મિલાકે…!
ABHIYAAN|August 05, 2023
'હજીય ધરાયા નથી?' મારી આંખોનું ઓડિટ કરી રહી હોય એવા અંદાજમાં વાઇફે કહ્યું, ‘આટઆટલું સહન કરવું પડે છે તોય ધરવ નથી.. આ લોકો ક્યાં પારકાં છે?’
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’
અખિયાં મિલાકે…!

‘આંખો કાઢવી’, ‘આંખો બતાવવી’ અને ‘આંખો આવવી’ આ ત્રણેય પરિસ્થિતિના હવામાનમાં ફરક છે. આવો જ બીજો ફરક છે, ‘આંખ લાલ કરવી’ અને ‘આંખ લાલ થવી.’ અત્યારે આંખની લાલાશની વાત નથી કરવી, અત્યારે તો હવામાન ચાલે છે ‘આંખો આવવી’નું, એટલે એ જ હવામાનને અનુરૂપ વાત કરવી સારી. જો એમ હું ન કરું, તો ખુદ મારી આંખો જ મારી સામે આંખો કાઢવા માંડે!

કેટલાક પ્રશ્નવિશારદોને પ્રશ્ન થવાનો કે આંખો કયા કારણે આવતી હશે? આનો એકદમ સરળ ઉત્તર છે કે આંખો આવવાનું એક જ કારણ છે અને તે આંખ પોતે! હાજી, ખુદ આંખો જ આંખો આવવાનું કારણ છે.

આંખો આવવાના આવા અપૂર્વ અવસરને કેટલાક લોકો, જેમને અંગ્રેજી ભાષા પ્રત્યે અહોભાવ છે એ, ‘કન્જક્ટિવાઇટસ’ તરીકે ઓળખાવતા હોય છે.

મેડિકલ સાયન્સ ભલે એમ માનતું હોય કે, ‘આંખો આવવાનું’ મૂળ કારણ વાઇરસ ઇન્ફેક્શન કે ઍલજિક રિઍક્શન છે, પણ આપણો બાબુ બોસ આ સંદર્ભે કંઈક જુદું જ વિચારે છે. એ કહે છેઃ મેડિકલ સાયન્સની એ વાત સાચી કે વાયરલ ઇન્ફેક્શનથી આંખો આવતી હશે, એમાં ના નહીં, પણ આમાં મોટો પ્રશ્ન એ છે કે તો પછી એ વાયરલ ઇન્ફેક્શન કોનું હશે? જેને આવું વાયરલ ઇન્ફેક્શન લાગ્યું હોય એને કઈ વ્યક્તિના સંપર્કમાં કે સંસર્ગમાં આવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હશે? – એનો ઉત્તર, જેની આંખો આવી છે એના સિવાય, બીજા કોઈની પાસે નથી. ના, જેના તરફથી આ વાયરલ ઇન્ફેક્શનની ગિફ્ટ મળી છે એ વ્યક્તિને પણ ખબર કદાચ નહીં હોય કે, મેં ‘આ’ કે ‘તે’ કે પછી ‘અન્ય’ વ્યક્તિને આવી ગિફટ આપી હો!

અંગ્રેજીમાં જેને ‘કન્જક્ટિવાઇટિસ' કહે છે એને આપણી શુદ્ધ બોલીમાં ‘અખિયાં મિલાકે’ કહેવામાં આવે છે. સવાલ એ નથી કે શરીરના અન્ય અવયવોની અવહેલના થાય અને માત્ર આંખોનાં જ આ રીતે ગુણગાન શા માટે ગાવામાં આવે છે? ના, સવાલ એ નથી. સવાલ એ છે કે, ‘અખિયાં મિલાકે’માં કોની અખિયાં કોની સાથે મિલાઈ ગઈ હશે?

Esta historia es de la edición August 05, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición August 05, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 minutos  |
Abhiyaan Magazine 26/10/2024