“આપણે શું?”ની માનસિકતા
ABHIYAAN|September 02, 2023
૧૩મી માર્ચ, ૧૯૬૪ના દિવસે ન્યૂ શહેરના એક રહેણાક વિસ્તારમાં એક દુઃખદ ઘટના ઘટી. કેથેરીન સૂસેન જીનોવેઝ ઉર્ફે કિટ્ટી જીનોવેઝ નામની એક ૨૮ વર્ષની યુવતી કામ પરથી પોતાના ઘરે પરત આવી રહી હતી. તેના ઘરથી એ માત્ર ૩૦ મીટર દૂર પાર્કિંગ સ્પેસમાં હતી ત્યારે તેના પર હુમલો થયો. હુમલાખોરે બળાત્કાર બાદ તેને છરીના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો. આ ઘટના કિટ્ટીના ઘરની સામે ઘટી રહી હતી, ત્યારે ઍપાર્ટમૅન્ટમાં રહેતાં અન્ય ૩૮ પાડોશીઓ તે જોતાં રહ્યાં. કિટ્ટીએ બચવાનો પ્રયાસ પણ કર્યો છતાં કોઈ મદદે આવ્યું નહીં. એ ચીસો પાડતી રહી અને રડતી રહી અને અંતે મૃત્યુ પામી.
પ્રિયંકા જોષી
“આપણે શું?”ની માનસિકતા

‘હાઈવે પર થયેલો ગમખ્વાર અકસ્માત’, ‘ધોળા દહાડે થયેલી કરપીણ હત્યા’, ‘ભરી બજાર વચ્ચે ચાકુ હુલાવી દીધું’, ‘પરણિતા સ્ત્રીએ કરેલું અગ્નિસ્નાન’ પ્રકારના અનેક સમાચારો રોજેરોજ આપણે સવારની ચા સાથે ગળે ઉતારી દેતા - આ હોઈએ છીએ. આ તો રોજનું થયું - કહીને છાપું વાળીને પસ્તીમાં મૂકી દેતાં હોઈએ છીએ. પાડોશમાંથી સાંભળતા કકળાટથી કંટાળીને બારણું આડું કરી દેતાં હોઈએ છીએ. દુનિયાદારીના પાટા પર આપણી ગાડી નિર્વિઘ્ને ચાલે એ માટે આપણે આમ આંખઆડા કાન કરતાં ક્યારે શીખી ગયા એની તો સૂધ પણ રહી નથી. એ હકીકતને નકારી શકાય એમ નથી કે આપણે એક એવો સંવેદનહીન સમાજ રચી બેઠા છીએ કે જ્યાં કોઈની મદદ કરવી એ શાણપણ નથી ગણાતું. ઊલટું એ સંજોગોમાંથી છટકવાની હોશિયારી હોવી ફરજિયાત ગણાય છે.

તાજેતરની જ ઘટના જોઈએ તો ગુજરાતના સુરતમાં જ પૂર્વપ્રેમીએ પ્રેમીને ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો. રાજધાની દિલ્હીમાં રહેતી સગીરાને તેના પ્રેમીએ છરીના ઘા મારીને હત્યા કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર દુનિયાએ જોયો. જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાં ૭-૮ લોકો હાજર હતા, પરંતુ એ તમામ લોકો બસ જોતાં રહ્યાં. આપણને પણ સહજ પ્રશ્નો થાય કે આટલી ભયાનક ઘટના આંખ સામે બનતી જોઈને પણ લોકો ચૂપ કેવી રીતે રહ્યા? લોકોએ તેને રોકવાનો પ્રયાસ કેમ ન કર્યો?

આપણે પણ જાણીએ છીએ કે આ પહેલીવાર નથી જ્યારે ભીડમાં ઊભેલા લોકો આ રીતે નિષ્ક્રિય બની રહ્યા હોય. ભૂતકાળમાં પણ આવા અગણિત બનાવો બન્યા છે અને બનતા રહ્યા છે. આપણી આજુબાજુ નજર કરીએ તો દરરોજ આવા અકસ્માતોનાં અનેક ઉદાહરણો જોવા મળશે, જ્યારે કોઈ પીડિત કે જરૂરિયાતમંદને મદદ કરવાને બદલે ભીડ નિરાંતે તમાશો જોતી રહી હોય. રસ્તામાં બે જણ ઝઘડતા હોય તો ત્યાંથી પસાર થતાં બાકીના લોકો ‘આપણે શું?’ વિચારીને આગળ વધી જાય છે. જ્યારે ભીડભાડવાળી બસો કે ટ્રેનોમાં કોઈની છેડતી થાય ત્યારે પણ આવી જ ઉદાસીનતા જોવા મળે છે. આ એમનો આપસનો મામલો છે -એવું માનીને ભીડ તમાશો જોતી રહે છે.

લોકોની અનપેક્ષિત વર્તણૂકથી દરેકને આશ્ચર્ય થાય છે. મનોવિજ્ઞાનમાં તેને બાયસ્ટેન્ડર ઇફેક્ટ કહે છે.

Esta historia es de la edición September 02, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición September 02, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
વામા વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા વિશ્વ આરોગ્ય

સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ

time-read
2 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
સન્માન
ABHIYAAN

સન્માન

બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર

time-read
2 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ABHIYAAN

ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા

ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
ABHIYAAN

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ

કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

time-read
5 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મધર મેરી : પવિત્રતાના પાયા પર...

time-read
5 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

time-read
7 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 04/01/2025