હજુ ચંદ્રયાનના સફળ અવતરણનો વિજયઘોષ એકધારો સંભળાતો હોય, ત્યાં તો આદિત્ય -૧ સૂર્ય તરફની સફરે નીકળી પડે ત્યારે મુખેથી સરી જ પડે – ‘જય હો’. તન્મયભાઈ આ જુસ્સાથી જ વાતચીતની શરૂઆત કરે છે. તેમના શબ્દોમાં નરી મુગ્ધતા નહીં, પણ વર્ષોના અનુભવનું ગાંભીર્ય પણ સંભળાય છે.
શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લૉન્ચ થનાર PSLV C57 સાથે ADITYA L-1 મિશન દ્વારા ભારત એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યું છે.
ADITYA L-1 મિશનની વાત કરતાં તન્મય વ્યાસ તેની રચના, લાક્ષણિકતા અને ઉપયોગિતા વિશેની માહિતી આપે છે. ચંદ્રયાનની સફળતા બાદ આદિત્ય સાથે લોકોની ઘણી અપેક્ષાઓ જોડાઈ ગઈ છે, પરંતુ આ અપેક્ષાઓ ભારણ નહીં, ભાથું સિદ્ધ થશે એવો વિશ્વાસ દર્શાવતાં કહે છે કે – આ મિશન એક નવું કિરણ, નવી ઉમેદ લઈને આવ્યું છે. આજ સુધી આપણે અન્યો પાસેથી મેળવેલા ડેટા પર નિર્ભર હતા, પરંતુ હવે એવું નહીં બને. CHANDRAYAAN-3 અને M0Mની સફળતા પછી ADITYA L-1 વિશે કોઈ શંકા નથી.
પૃથ્વીથી સૂર્યનું અંતર ૧૫ કરોડ કિ.મી. જેટલું છે. આ મિશનના પ્રારંભિક તબક્કે તેનું નામ માત્ર ADITYA હતું, કારણ કે તે એક જ પૅલૉડ સાથે પૃથ્વીથી ૮૦૦ કિ.મી.ના અંતરે ભ્રમણ કરવાનું હતું, પરંતુ ૨૦૧૬-૧૭માં બજેટમાં વધારો થતાં હવે તે સાત પૅલૉડ સાથે Lagrange point1 - L1 એટલે કે પૃથ્વીથી ૧૫ લાખ કિ.મી. દૂર જવાનું છે. આ પોઇન્ટ પર તેને કોઈ પણ ગુરુત્વાકર્ષણ પ્રભાવિત નહીં કરે. ત્યાંથી તે પ્લૅનેટરી મૅગ્નેટિક ફિલ્ડનો સ્ટડી કરશે. આજથી અંદાજે ૧૦૯ દિવસે તે પોતાની નિશ્ચિત ભ્રમણકક્ષા મેળવી લેશે.
સૂર્યનાં જુદાં-જુદાં આવરણો વિશે જણાવતાં તન્મયભાઈ કહે છે કે - સૂર્યની મધ્યે તાપમાન ૫૦ મિલિયન સેલ્સિયસ છે. સપાટી પર આવતાં આ તાપમાન ૫૦૦૦ સેલ્સિયસ જેટલું થઈ જાય છે, પરંતુ તેની બહાર એક ઍટમોસ્ફિરિક લેયર આવેલું છે, જેનું તાપમાન ૨ મિલિયન સેલ્સિયસ છે. તેને croona એટલે કે આભામંડળ કહે છે. તેનું તાપમાન આટલું વધારે શા માટે છે એ રહસ્ય છે. એ વિશેનાં સંશોધનોમાં ADITYA L-1 મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
Esta historia es de la edición September 16, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 16, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ