શરદબાબુની નવલકથા ‘ચરિત્રહીન’ મારી પ્રિય પ્રિય તિઓમાંની એક છે. એના એક દેવાંગી ભટ્ટ રસપ્રદ પાત્ર વિષે વાત કરવી છે. એ પાત્રનું નામ ‘પશુરાજ’. પશુરાજ ઉર્ફે પશુ એક બંગાળી ગૃહિણી છે. માતા-પિતાએ એને આવું વિચિત્ર નામ કેમ આપ્યું એનો પણ એક ઇતિહાસ છે. એના બાળપણમાં આખી શેરીનાં પશુઓનું પાલન કરવાની જવાબદારી એ બાલિકાએ કોઈ અકળ કારણસર પોતાની સમજી લીધેલી.
પક્ષીઓના ચણ અને માંદા પશુઓની સારવારનું દાયિત્વ આખા ગામમાં એણે જ કેમ લઈ લીધું એનો કોઈ ઉત્તર એનાં માતાપિતા પાસે નહોતો. અંતે થાકીને બીજું કઈ ન થઈ શક્યું એટલે એમણે એને નામ આપ્યું ‘પશુરાજ'.
સમય જતાં પશુરાજ મોટી થઈ અને એક શિક્ષિત, તર્કમાર્ગી સજ્જન ઉપેનબાબુ સાથે એના વિવાહ થાય છે. વ્યવસાયે વકીલ અને પ્રખર બુદ્ધિશાળી ઉપેનબાબુને પરણીને આવેલી પશુ તો હાડોહાડ આસ્તિક છે. એ પતિ બીમાર પડે તો નજર ઉતારવા ધમાલ કરી મુકે છે, ભજન સાંભળતાં-સાંભળતાં આંસુ સારવા લાગે છે અને તેત્રીસ કરોડ દેવી-દેવતા આગળ શુભમંગળની કામના કરીને ખોળો પાથરે છે. ઉપેનબાબુ અને અન્ય વિદ્વાન પરિચિતો આ બધું જોઈને હસી પડે છે. એમને સીધીસાદી પશુ માટે વ્હાલ છે, પણ એની અગડમ-બગડમ, અબુધ વાતો હાસ્યાસ્પદ લાગે છે. આખો દિવસ લાલ કોરની સાડીનો છેડો છેક કપાળ સુધી ઓઢીને પશુરાજ એના નાનકડા વિશ્વમાં કરે છે.
એક દિવસ પશુના પતિ ઉપેનબાબુ, દિયર સતીશ અને એક દૂરની ભાભી કિરણમયી મળીને નક્કી કરે છે કે પશુ સાથે ઈશ્વરના અસ્તિત્વ વિષે ચર્ચા કરવી. એ ત્રણેય વિદ્વાનો છે અને જીવનને વ્યવહારુ, તર્કબદ્ધ અભિગમથી સમજે છે. એ લોકો અનેક તાર્કિક દલીલો વિચારીને પશુની આસપાસ ગોઠવાય છે. વિદુષી કિરણમયી ધીરે રહીને પશુને કહે છે, ‘ આપણા ધર્મગ્રંથોની કથાઓ જરા વિચિત્ર નથી? નરી કલ્પનામાંથી ઉપજાવી કાઢેલી હોય એવું નથી લાગતું? ભીષ્મની બાણશૈયા પાસે અર્જુને ભૂમિમાં તીર માર્યું અને પાણીની ધાર થઈ... બોલો...!! આવું ધડમાથા વિનાનું લેખન?’
જ્ઞાનદીપ્ત કિરણમયી માને છે કે પોતાના પ્રશ્નના ઉત્તરમાં પશુ ધર્મગ્રંથો ના લેખનના પુરાવા આપશે, પુરાણકથાઓના સિમ્બોલિક મૂલ્ય વિષે દલીલ કરશે અને એટલે જ એણે શાસ્ત્રાર્થની ધારદાર પ્રતિદલીલો પણ વિચારી છે.
Esta historia es de la edición November 18, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición November 18, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?