ધનતેરસે ધનની પૂજા કરી, કાળી ચૌદસે વીર હનુમાનની પૂજા કરી, દિવાળીએ લક્ષ્મીપૂજન સાથે ચોપડાપૂજન પણ કર્યું અને નવા વર્ષે તદ્દન નવાં વસ્ત્રો અને નવા નક્કોર વિચારો સાથે વહેલી સવારથી મોડી રાત સુધી જે મળ્યાં તે સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. આવા પર્વીય ચાર-પાંચ દિવસ પછી પણ ભાઈબીજે ભાઈઓને મળવાનો ઉમંગ અને એ પછી લાભ પાંચમે ફરી કામે ચડવાનો ક્રમ આપણા હિન્દુસ્તાનની મહાપર્વ ગણાતી દિવાળીના દીવાઓને અનેક રીતે અખંડ રાખે છે; પ્રજ્વલિત અને પ્રકાશિત પણ રાખે છે.
આવા પવિત્ર પ્રકાશ પર્વ પછી પણ આપણા ઉત્સવિયા દિવસો ઓછા નથી થતા. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને પૂર્વી ઉત્તર પ્રદેશ તો દિવાળી પૂર્ણ થતાં જ છઠ્ઠ પર્વની ઉજવણીમાં ઓતપ્રોત થઈ જાય છે અને આપણે ગુજરાતીઓ તુલસી વિવાહ અને દેવ દિવાળીના દેદીપ્યમાન એવા પ્રકાશ પર્વમાં.
આવા દિવસો હજી પૂર્ણ થાય ન થાય ત્યાં આપણા ઘરોના બેઠક ખંડમાં લગ્નસરાની કંકોત્રીઓ આવી જાય છે અને આહારો અને વ્યવહારો પીછો નથી છોડતાં, પરંતુ આવી બધી વ્યવહારિક ભાગદોડ વચ્ચે કેટલાક રખડુઓની નજર કંકોત્રી કરતાં કૅલેન્ડરમાં વિશેષ હોય છે કે ભાઈ, ભારતમાં ભરાતાં કાર્તિકી પૂર્ણિમાના મેળાઓ છૂટી ન જવા જોઈએ.
મેળા-મેળાવડાઓ અને મહાપર્વોના આપણા દેશમાં કાર્તિકી પૂર્ણિમાના એક નહીં, પણ અનેક મેળાઓ છે, કારણ કે એ દિવસ જ દેવોની દિવાળીનો છે જે ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. એ સમયે દક્ષિણ ભારત કાર્તિક દીપમ્ ઊજવે છે; રાજસ્થાનનું પુષ્કર વિશ્વનો સૌથી મોટો પશુમેળો ગણાતાં પુષ્કરના મેળામાં રસ તરબોળ હોય છે, જ્યારે આપણું ગરવું ગુજરાત વૌઠાના મેળામાં મલપતું હોય છે. પોતાના ઊંટ લઈને, પોતાના ગધેડા લઈને, પોતાના તંબુ લઈને અને પોતાની જાત અને ભાત લઈને પણ.
વૌઠાનો આ મેળો આપણો લોકમેળો છે અને અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ભરાય છે. ભૌગોલિક રીતે વૌઠા ગામ ધોળકા અને ખેડા જિલ્લાના માતર તાલુકાની સરહદ પર આવેલું મધ્ય ગુજરાતનું ગામ છે. ખેતી, ખેત મજૂરી અનેપશુપાલનનો મુખ્ય વ્યવસાય ધરાવતાં આ વૌઠા ગામમાં ભરાતો વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લાનો સૌથી મોટો મેળો ગણાય છે, જે દેવઊઠી એકાદશીથી શરૂ થઈ છેક દેવ દિવાળી કે કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલે છે.
Esta historia es de la edición December 02, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 02, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?