સ્ટાર્ટ-અપની દુનિયામાં એક શબ્દપ્રયોગ ઘણો પ્રચલિત છે, ‘ફાઉન્ડર્સ કર્સ’ મતલબ કે કંપનીના સ્થાપક જ્યારે અત્યંત મજબૂત અને પ્રભાવશાળી બને ત્યારે કંપની તેના આગળના તબક્કામાં નબળી પડતી જાય એવો શાપ! આવા કિસ્સામાં કંપનીના બૉર્ડ મેમ્બર્સ, ઇન્વેસ્ટર્સ કે કર્તાહર્તાઓ સ્થાપકની એની જ કંપનીમાંથી હકાલપટ્ટી કરી દે એવું ઘણીવાર બને. શાર્ક ટૅન્ક શૉ પછી વિવાદોમાં આવેલા આશ્રી૨ ગ્રોવરે ભારતપ છોડવું પડ્યું ત્યારે ફાઉન્ડર્સ કર્સનો ઉલ્લેખ કરેલો. સ્ટિવ જોબ્સ સાથે પણ એક વખતે આવું થયેલું. ૧૯૮૫માં તેણે એપલથી અલગ થઈ જવું પડેલું, પણ ૧૯૯૭માં સંઘર્ષ કરી રહેલી એપલે એને ફરી પાછો કંપનીમાં સમાવી લીધો.
ચૅટ-જીપીટીને કારણે ખ્યાતિ પામેલ સેમ ઑલ્ટમૅન પણ જાણે ફાઉન્ડર્સ કર્સનો શિકાર બન્યો છે. ૧૭ નવેમ્બરે ચૅટ-જીપીટી ડેવલપ કરનાર કંપની, ઑપન એઆઈના ડઝનથી પણ વધુ ફાઉન્ડરમાંના એક અને કંપનીનો મુખ્ય ચહેરો એવા સેમ ઑલ્ટમૅનને બૉર્ડ મેમ્બર્સ દ્વારા સીઈઓના પદેથી કાઢી મૂક્યા પછી એકાએક નાટ્યાત્મક ઘટનાઓ શરૂ થઈ ગઈ. કંપની જાણે પત્તાના મહેલની જેમ પડવાની અણી પર આવી ગઈ. ઑપન એઆઈમાં ખાસ્સું મોટું રોકાણ કરનાર માઇક્રોસૉફ્ટે તો તરત જ સેમ ઑલ્ટમૅનને હાયર કરવાની તૈયારી દેખાડી. આ સાથે, આશરે ૭૭૦માંથી ૭૦૨ કર્મચારીઓએ પણ ઑપન એઆઈ છોડીને સેમ ઑલ્ટમૅનની આગેવાનીમાં માઇક્રોસૉફ્ટની નવી એઆઈ કંપની કે ડિવિઝનમાં જોડાવાની મક્કમતા દર્શાવી. ‘ઑપન એઆઈ એના માણસો વિના કશું નથી’ એવી ટ્વિટ થવા લાગી અને કંપનીના કો-ફાઉન્ડર ગ્રેગ બ્રોકમૅને પણ રાજીનામું મૂકી દીધું. આવો પ્રત્યાઘાત જોઈને ગણતરીના જ દિવસોમાં ઑપન એઆઈના મૅનેજમૅન્ટે સેમ ઑલ્ટમૅનને ફરી સીઈઓ બનાવ્યો, ગ્રેગ બ્રોકમૅન પણ પરત ફર્યો અને ૭૦૨ કર્મચારીઓની માગણી પ્રમાણે, એક અપવાદ સિવાય જૂના બૉર્ડ મેમ્બર્સને હટાવી નવા મેમ્બર્સને નિયુક્ત કરવામાં આવ્યા.
Esta historia es de la edición December 16, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 16, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ