ગુજરાતમાં વર્ષ-૨૦૦૩થી શરૂ થયેલી અને કોરોના કાળનો અપવાદ બાદ કરતા નિયમિતરૂપે દર બે વર્ષે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મિટની શૃંખલામાં દસમી વાઇબ્રન્ટ સમિટ આ સપ્તાહે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાઈ ગઈ. સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય મહેમાન એવા યુએઈના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બીન ઝાયેદ અલ નાહ્યાંન, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યુસી, ચેક રિપબ્લિકના વડાપ્રધાન પીટર ફીયાલા, ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોસ રામોઝ હોરતા સહિત ૧૦૦થી વધુ દેશોના પ્રતિનિધિઓ, ભારતના ગૃહમંત્રી અમિત શાહ તથા અન્ય કેન્દ્રીય મંત્રીઓ, મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સહિત અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ, વ્યાપાર જગતના દેશ-વિદેશના મહારથીઓ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા ઘણા લાંબા સમયથી સમિટને સફળ બનાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તેમનું મંત્રીમંડળ, ઉચ્ચ સનદી અધિકારીઓ તથા તેમના સહયોગીઓએ જે રીતે અથાક પુરુષાર્થ કર્યો હતો, પરિણામ પણ એવું જ રોમાંચકારી અને સફળ સાબિત થયું હતું.
સરકારે ૨૦૨૨ના ૫૭૨૪૧ સમજૂતી કરાર દ્વારા ૧૮.૮૭ લાખ કરોડનાં મૂડીરોકાણ અને આ સમિટમાં વિક્રમસર્જક કહી શકાય તેટલા ૪૧૨૬૬ સમજૂતી કરાર દ્વારા ૨૬.૩૩ લાખ કરોડનાં મૂડીરોકાણ સહિત કુલ ૯૮૫૪૦ સમજૂતી કરાર દ્વારા ૪૫ લાખ કરોડનાં મૂડીરોકાણના અંદાજની ગૌરવભેર જાહેરાત કરી હતી. ગુજરાતમાં જે ક્ષેત્રોમાં મૂડીરોકાણ માટે સમજૂતી કરારો થયા છે તેમાં પાવર, ઓઇલ, ગેસ, કેમિકલ, પેટ્રોકેમ, એન્જિનિયરિંગ, ઑટો, શહેરી વિકાસ, નાણાકીય સેવાઓ, માહિતી ટૅક, બાયોટેક, પોર્ટ અને પોર્ટ લેડ, ખનીજ, કાપડ અને વસ્ત્રો, રોડ એન્ડ રેલ પ્રોજેક્ટ, પ્રવાસન, નાગરિક ઉડ્ડયન, હેલ્થ કૅર અને ફાર્મા, વન અને પર્યાવરણ, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઔદ્યોગિક લોજિસ્ટિક પાર્ક, મિની એસ્ટેટ, પાણી પુરવઠો, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, સહકાર, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ આવાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રમતગમત, યુવા સંસ્કૃતિ, આદિજાતિ વિકાસ, એમએસએમઈ મુખ્યત્વે છે.
ત્રણ દિવસ સુધી ચાલેલી આ સમિટના અન્ય આંકડાઓ પણ રસપ્રદ છે. સમિટમાં ૩૫ દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા. ૧૩૧૯૪૩ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ૩૫૯૦ ઇન્ટરનેશનલ ડેલિગેશન ઉપસ્થિત રહ્યા હતા. ૨૮૬૨ બિઝનેસ ટુ બિઝનેસ અને ટુ ૧૩૬૮ બિઝનેસ ટુ ગવર્મેન્ટ બેઠકો થઈ હતી.
Esta historia es de la edición January 27, 2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición January 27, 2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે