અયોધ્યા વિશેષ
ABHIYAAN|January 27, 2024
અયોધ્યા નગરી, કદીથી સદી સુધી
રક્ષા ભટ્ટ
અયોધ્યા વિશેષ

કેટલાક ઇતિહાસકારોના મતે કેટલાક અયોધ્યાની ઉંમર અથર્વવેદ જેટલી છે, કારણ કે અયોધ્યાના ઉલ્લેખો અથર્વવેદમાં પણ મળી આવે છે અને અયોધ્યામાં વહેતી સરયુના ઉલ્લેખો તો ૩૫૦૦ વર્ષો પહેલાં સંકલિત ઋગ્વેદમાં પણ પ્રાપ્ય છે.

એટલું જ નહીં, અયોધ્યા નગરીનું મૂળ સંસ્કૃત નામ એવું ‘સાકેત’ હિન્દુ મહાકાવ્યોમાં વિષ્ણુલોક તરીકે વર્ણવીત છે, જે વિષ્ણુલોકમાં ભગવાન વિષ્ણુ વાસ કરે છે; જ્યાં કોઈ ચિંતાફિકર નથી અને જેના સ્વર્ગીય સુખમાં મોક્ષ પામેલા આત્માઓ સુખેથી રહે છે.

આટલી સુખદાયી અયોધ્યા નગરી અતિપ્રાચીન હિન્દુ નગરી હોવા ઉપરાંત ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના સર્વેક્ષણના પ્રથમ ડિરેક્ટર જનરલ અને વિશ્વ વિખ્યાત બ્રિટિશ પુરાતત્ત્વવિદ એલેક્ઝાન્ડર કનિંગહામની શોધખોળનું અતિ ચહીતું સ્થાન પણ હતું, જ્યાં તેઓએ મણિ પર્વત, કુબેર પર્વત અને સુગ્રીવ પર્વતને આઇડેન્ટીફાય કર્યા હતા.

હિન્દુ સાહિત્ય ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં પણ સાકેતના નામથી ઉલ્લેખિત આ નગરીમાં વળી સરયુ વહે છે, જે સરયુ શારદામાં ભળે છે અને આવા મિલનના કાંઠે અને ઘાટે આપણને માત્ર નદી જ નહીં, પરંતુ રમતા રામ પણ જડે છે, જે રામ મહર્ષિ કશ્યપના વંશજ છે; જે રામ સૂર્યવંશી છે; જે રામ દશરથનંદન છે; જે રામ મર્યાદા પુરુષોત્તમ છે અને જે રામ ભગવાન વિષ્ણુના અવતાર પણ છે.

ભગવાન વિષ્ણુના રામાવતારની આ ભૂમિની ઉત્તરે ડુમરીયાગંજ છે જે નેપાળની સરહદથી માત્ર ૩૦ કિ.મી. દૂર છે. તેની દક્ષિણે બસ્તી છે જ્યાં પ્રાચીન કાળમાં ગુરુ વશિષ્ઠનો આશ્રમ હતો. તેની પૂર્વે કુશીનગર છે જે ગૌતમ બુદ્ધના પરિનિર્વાણના શ્વાસ લઈને શ્વસે છે અને તેની પશ્ચિમે છે ફૈજાબાદ જે સરયુના દક્ષિણ કિનારે કેટલાંક ઐતિહાસિક મુસ્લિમ સ્મારકો લઈને સદીઓથી જીવે છે.

કદીથી સદીનું આવું ભૌગોલિક સ્થાન ધરાવતી અયોધ્યા નગરીને રામાયણ અને મહાભારતે પૌરાણિક નગર કહ્યું છે કે જે નગર એક કાળમાં રઘુવંશીરામ સહિત કૌશલના ઇશ્વાકુ રાજાઓની રાજધાની હતી અને જ્યાંથી ઈ.સ. પૂર્વે ચોથી શતાબ્દીની જૈન તીર્થંકરની ટેરાકોટાની પ્રતિમા પણ મળી આવી છે. એટલું જ નહીં, પાંચ જૈન તીર્થંકરોની જન્મભૂમિ ગણાતી આ નગરીમાં બુદ્ધ અને મહાવીર પણ આવ્યા હતા તેવા ઉલ્લેખો બૌદ્ધ અને જૈન ધર્મગ્રંથોમાં મળી આવે છે.

Esta historia es de la edición January 27, 2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición January 27, 2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 minutos  |
Abhiyaan Magazine 28/12/2024