કચ્છી અને ગુજરાતી લોકોને નવી નવી જગ્યાએ ફરવાનો જબરો શોખ છે. દેશ-વિદેશના કોઈ પણ જાણીતા પ્રવાસન સ્થળે ગુજરાતી બોલાતી સંભળાય. સિમલા, મહાબળેશ્વર કે ગોવા જેવી જગ્યાઓ ઉપર તો વર્ષના અમુક સમયે લાગે જ નહીં કે ગુજરાત બહાર આવ્યા છીએ, પરંતુ મોટા ભાગના આ પ્રવાસીઓ જે-તે જગ્યાનો ધબકાર અનુભવવાના બદલે માત્ર તેને જોઈને સંતોષ માની લેતા હોય છે. જો કોઈ જગ્યાને સમજવી હોય, તેને દિલથી માણવી હોય તો ત્યાં પગપાળા ફરવું જોઈએ અથવા તો ત્યાં સાઇકલ ઉપર રખડવું જોઈએ. સમયનો અભાવ અનેક લોકોને આવી રીતે પ્રવાસ કરવાની પરવાનગી આપતો નથી, પરંતુ ખરેખરા પ્રવાસપ્રેમીઓ તો આવી જ રીતે ભ્રમણ કરવાનો આગ્રહ રાખે છે. તેમને ઉંમર કે શારીરિક અવસ્થા આવી રીતે ફરતાં અટકાવી શકતા નથી.
મુંબઈના આવાજ સાઇકલપ્રેમીઓનું એક નાનકડું ગ્રૂપ તાજેતરમાં કચ્છના પ્રવાસે આવ્યું હતું. ત્રણ જણાના બનેલા આ ગ્રૂપના બધા જ સભ્યો ૫૫-૫૬ વર્ષ ઉપરની ઉંમરના હતા. તેઓએ કચ્છના સૌંદર્યને પોતાના મનમાં અંકિત તો કર્યું જ, સાથે-સાથે તેમણે અહીંના લોકોનો સ્વભાવ, કચ્છનાં દૂરદૂરનાં ગામોની સ્થિતિ, ઓછાં જાણીતાં સ્થળોની માહિતી પણ મેળવી. અહીં આવતા પ્રવાસીઓને પડતી તકલીફો તેમણે જાણી. સાચું કચ્છ ક્યું છે તે તેઓએ નિહાળ્યું. તેમના સાહસ સાથે તેઓએ એક ધ્યેયને પણ લક્ષ્યમાં રાખ્યું હતું. તેઓએ ‘ટી.બી. મુક્ત કચ્છ’ના ધ્યેય સાથે પ્રવાસ કર્યો હતો. રસ્તામાં મળતાં લોકોને ટી.બી. રોગ સામે જાગૃત કરવા પ્રયત્ન કર્યો હતો.
આ ગ્રૂપના એક સદસ્ય ૬૩ વર્ષીય મંગલભાઈ ભાનુશાળી (ભાઈલાલ મંગે) સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘અમે મુંબઈમાં નિયમિત રીતે સાઇક્ટિંગ કરીએ છીએ. અમારી ઉંમર અમને સાઇકલ ચલાવતાં ક્યારેય અડચણ ઊભી કરતી નથી. અમે રોજ ૨૫-૩૦ કિ.મી. સાઇકલ ચલાવીએ છીએ.
આથી કચ્છમાં ફરવામાં અમને કોઈ તકલીફ ન પડી. અમે માનીએ છીએ કે પ્રવાસ કોઈ જગ્યાને વિશેષરૂપથી જાણવા માટે થવો જોઈએ અને એ માટે સાઇકલ જેવું ઉત્તમ માધ્યમ એક પણ નથી. સાઇકલ ચલાવતી વખતે તમે તે ધરતીના કણકણથી વાકેફ થઈ શકો. તે જગ્યાને હૃદયમાં ઉતારી શકો.'
Esta historia es de la edición February 03, 2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición February 03, 2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા