સદૈવ મીઠું મલકતા, હળવા સૂરે મસ્તીભરી વાણી બોલતા ‘તરુણ’ સંપાદકજી, વૃદ્ધોની ઊંઘ ઊડી જાય તેવા દિવસો સામે આવી ઊભા છે. વૅલેન્ટાઇન વીક પસાર થઈ રહ્યું છે. ગિફટ, ચોકલેટ, હગ, પ્રોમિસ, મીઠાં મધુરાં ચુંબનો અને વોટ નોટ.... દિવસો ગુલાબી ગુલાબી છે અને રાતો રોશન છે. ક્યાંક હરખની હેલી છે તો, ક્યાંક ઊના નિસાસા છે. આપણો ગુજરાતી કવિ રમેશ પારેખ યાદ આવે છેઃ
‘હેકકે હુક્કુ હે દિનમાન થિયા રે
, પાંચ સાત છોકરા જવાન થિયા રે
, હાળા બુઢિયાવ કરશે ગુસપુસ,
ફહ ફહ નિસાસા નાખશે.’
ચોકીદારો સાવધ છે આ વૅલેન્ટાઇન બાબતે, તો ચોર ચાર ચાર ચાસણી ચડે તેવા ચકોર છે એની ઉજવણી માટે. . રમેશ પારેખનું જ એક બીજું ગીત યાદ આવી જાય આ માહોલમાં..
‘ખીંટીએ ઓઢણીને પૂછ્યું: ‘ક્યાં ચાલ્યા?
’ઓઢણીએ કહી દીધું: ‘ઊડવા’,
ઉંબર કહે તને અધવચ્ચે ઝાલશું,
ઓઢણી કેઃ ઝાલ્યો ઝાલ્યો....
ના નઈ જાવા દઉં નઈ જાવા દઉં
‘એમ કહી હીંચકાએ માંડ્યું કિચૂડવા’
ખીંટી, ઉંબર, હીંચકો ભલે રોકે, પણ
ઓઢણી તો ઊડવાની...કોની સાથે?
વાયરાએ કીધું: ‘હાલ્ય બાઈ સોપ રાખ્ય,
અમે તને નહીં દઈએ બૂડવા’
વાયરા સાથે ઊડતી ઓઢણીના દિવસો છે. યસ, વૅલેન્ટાઇનનો વાસંતી વાય૨ો ફૂંકાયો છે. યુવાન હૈયાંઓ થનગનતાં હોય ત્યારે બીજા છેડે ગુસપુસ, નિસાસા કે બળજબરી કરતા, ખીંટી, ઉંબર કે તેલ ઊંજ્યા વિનાના સૂકા કિચૂડતા હીંચકા જેવા વય(અને વૃદ્ધિમાં) વૃદ્ધો ‘હવે તો હદ થઈ’, ‘બધું બગડી ગયું’, ‘પહેલાં આવું નહોતું’, ‘આવું તો કેમ ચાલે?’, ‘આ વિદેશી કલ્ચર’, ‘આ આપણું નથી’ આવું આવું બધું બબડે, ધોકા પછાડે ત્યારે શું કરવું? એને સમજાવીએ કે આ વૅલેન્ટાઇન તો આજકાલનો ઉપાડો છે, પણ યુવાની તો દરેક સમયે લાગણીની નિબંધ અભિવ્યક્તિ કરતી જ હોય... એનાં રૂપ બદલાય, પણ વાત તો એકની એક જ.... વીલ યુ બી માય વૅલેન્ટાઇન? ફરક એટલો જ કે ત્યારે વૅલેન્ટાઇન ડે કે વીક ન હતા... વસંત નામની એક આખી ઋતુ હતી પ્રેમીજનોના નામે...
Esta historia es de la edición February 17, 2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición February 17, 2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?