પ્રશ્નઃ રોટલી શા માટે ગોળ જ હોય છે?
વિદ્યાર્થીઓએ આપેલા જવાબઃ
• સૂર્ય, ચંદ્ર, પૃથ્વી બધું જ ગોળ છે માટે.
• રોટલી રાખવાનો ડબ્બો ગોળ હોય છે માટે..
• મમ્મી ગોળાકાર બહુ ઝડપથી બનાવી શકે છે માટે..
• ગોળાકાર બનાવવો સહેલો હોય છે માટે..
• પાટલો ગોળ હોય છે માટે..
• ગેસનું બર્નર ગોળ હોય છે માટે..
• ગોળ રોટલી દેખાવમાં સારી લાગે છે માટે..
આમાંથી સાચો જવાબ ક્યો?
આ પ્રશ્નનો જવાબ ભલે મોટા માણસોને ખબર ન હોય, પરંતુ કચ્છનાં ગામડાં અને શહેરનાં અનેક નાનાં બાળકો તેનો જવાબ જાણે છે.તેમને ખબર છે કે, તાપ મીણબત્તીનો હોય કે દીવાનો કે ચૂલાનો હોય કે ગેસનો, તાપ હંમેશાં બધી જ દિશા એક સરખી રીતે ફેલાય છે. રોટલી ગોળ હોય તો તે ચારેબાજુ સરખી રીતે શેકી શકાય છે. જો ચોરસ કે ત્રિકોણ રોટલી હોય તો તે શેકવામાં મુશ્કેલી પડે, વચ્ચેથી બળી જાય અને છેડેથી કાચી રહી જાય. આથી જ રોટલી ગોળ બનાવાય છે.
હાલમાં કચ્છમાં વિજ્ઞાન પ્રવૃત્તિનો વ્યાપ ધીરે-ધીરે વધી રહ્યો છે. આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં બાળકો આ અને આવા પ્રશ્નોના જવાબ જાણે છે. આ પ્રવૃત્તિઓના પરિણામે જ બાળકો વિજ્ઞાનને એક વિષય તરીકે તો જુએ જ છે, પરંતુ તેને જીવન સાથે જોડવાનું પણ શીખી રહ્યાં છે. રોજબરોજની દરેકે દરેક ક્રિયા સાથે, દરેક વસ્તુ સાથે વિજ્ઞાન અને ગણિત જોડાયેલું હોય છે. તે બાળકો જાણી રહ્યાં છે. તેઓ જો જીવનને વૈજ્ઞાનિક રીતે જોતાં શીખે તો કદાચ જીવન પ્રત્યેનો તેમનો અભિગમ બદલાઈ શકે. આવા હેતુથી જ આ સરહદી વિસ્તારમાં વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ થાય છે. જોકે આજે આવી પ્રવૃત્તિ સાથે જોડાયેલાં બાળકો વધ્યા હોવા છતાં સમગ્ર કચ્છનાં બાળકોની તુલનામાં તેમની સંખ્યા ઓછી છે. આ સંખ્યા વધવી જોઈએ.
Esta historia es de la edición March 02, 2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición March 02, 2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા